શ્રીકૃષ્ણ એ શા માટે રાધાના મૃત્યુ પછી વાંસળીને તોડીને ફેકી દીધી? 99% લોકો નહિ જાણતા હોય

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

જ્યારે પણ પ્રેમની વાત આવે છે ત્યારે દરેકના મોઢામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી નું નામ તરત જ આવી જાય છે. કૃષ્ણ અને રાધા એક પ્રેમ નું ઉદાહરણ સમાન છે. રાધા અને કૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્મા નું મિલન પણ કહેવામાં આવે છે. રાધા શ્રીકૃષ્ણની બાળપણની પ્રેમિકા હતી, જયારે કૃષ્ણ ભગવાન આઠ વર્ષના હતા ત્યારે તેમને પ્રેમની અનુભૂતિ થઈ હતી.

 

રાધાજી શ્રીકૃષ્ણના દેવ ગુણોથી પરિચિત હતી, એટલે જ આખી જિંદગી દરમ્યાન પોતાના મનમાંથી શ્રીકૃષ્ણને યાદ ક્યારેય કાઢી ન શકી હતી. એવું કહેવામાં આવે છે કે, ભગવાન શ્રીકૃષ્ણ સૌથી વધારે બે વસ્તુ પસંદ હતી. તેમાંની એક હતા રાધાજી અને બીજું હતું વાંસળી. જયારે શ્રીકૃષ્ણએ વાંસળી ની ધૂન વગાડી હતી ત્યારે વાંસળીના સૂરથી રાધાજી તેમના તરફ આવ્યા હતા, એટલે જ શ્રીકૃષ્ણ ભગવાનને વાંસળી ખૂબ જ પ્રિય હતી અને કૃષ્ણ દરેક સમયે વાંસળીને  પોતાની પાસે જ રાખતા હતા.

ભગવાન શ્રીકૃષ્ણ પહેલી વખત રાધાજી થી અલગ થયા જયારે મામા કંસ એ શ્રીકૃષ્ણ અને બલરામને મથુરામાં બોલાવ્યા હતા, જતા પહેલા શ્રી કૃષ્ણ રાધા ને મળ્યા હતા અને ત્યારબાદ તે રાધાજીથી દુર થઇ ગયા હતા.કૃષ્ણ ભગવાને રાધાજીને ને વચન આપ્યું હતું કે તે પાછા આવશે, પરંતુ તે પાછા ન આવ્યા અને રુકમણી સાથે તેમના લગ્ન નક્કી થઈ ગયા છે. રુકમણીએ શ્રીકૃષ્ણને મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, કારણ કે તે રાધાની જેમ જ શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રેમ કરતી હતી. રુકમણીએ તેને એક પત્ર લખ્યો હતો અને તેમાં લખ્યું હતું કે તે પોતાને આવીને લઇ જાય. અને તેની સાથે લગ્ન કર્યા.

ત્યારબાદ કૃષ્ણ દ્વારકા ચાલ્યા ગયા અને ત્યાં પ્રજાની રક્ષા કરવા લાગ્યા. ત્યારબાદ રાધાજી ના લગ્ન પણ યાદવ સાથે થઈ ગયા અને પોતાનું દાંપત્યજીવન જીવવા લાગી. પરંતુ તેના મનમાંથી કૃષ્ણનું નામ ક્યારેય થતું ન હતું. ત્યારબાદ શ્રીકૃષ્ણને મળવા માટે રાધાજી દ્વારકા ગયા અને દ્વારકા જઈને રુકમણી સાથે લગ્નની વાત સાંભળી, પરંતુ રાધાજી થોડા પણ દુઃખી ન થયા. અને કૃષ્ણે જ્યારે રાધાજી ને જોયા ત્યારે તે ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. અને થોડીવાર બંને સંકેતોની ભાષામાં એકબીજા જોડે થોડી વાતો પણ કરી.

ત્યારબાદ શ્રીકૃષ્ણ એ દ્વારકા નગરીમાં શ્રી રાધાજીને એક દેવિકા ના રૂપમાં નિયુક્ત કર્યા અને દિવસ-રાત તે મહેલમાં જ રહેતા હતા. જ્યારે પણ કૃષ્ણને મળવા નું મન થતું ત્યારે તે શ્રીકૃષ્ણના દર્શન પણ કરી લેતા હતા. ત્યારબાદ રાધાજી ધીમે ધીમે એકલા અને કમજોર થતાં જતાં હતા. ભગવાન શ્રીકૃષ્ણની રાધાજી ને જરૂર પડવા લાગી અને છેલ્લા સમયે ભગવાન શ્રીકૃષ્ણ તેની સાથે આવ્યા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રાધાજી ને કહ્યું કે કંઈક વરદાનમાં માગો. રાધાજી એ પહેલા ના પાડી અને ત્યારબાદ રાધાજીએ કીધું કહ્યું કે મને છેલ્લી વાર વાંસળી ની ધૂન સંભળાવો.

ભગવાન શ્રીકૃષ્ણ એ સુંદર વાંસળીની ધૂન વગાડવા લાગ્યા, દિવસ-રાત વાંસળી વગાડી અને રાધાજી એ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો અને શ્રીકૃષ્ણમાં વિલીન થઈ ગયા. ભગવાન શ્રીકૃષ્ણ રાધાજી નું મૃત્યુ સહન ન કરી શકે અને પોતાના પ્રેમના પ્રતિક સામન વાંસળીને તોડીને ફેંકી દીધી અને પછી જીવનભર તેને ક્યારેય વાંસળી કે અન્ય કોઇ વાજિંત્ર ને અડ્યા પણ નથી. દ્વાપર યુગમાં પણ શ્રીકૃષ્ણ નારાયણ સ્વરૂપે અને રાધાને લક્ષ્મી સ્વરૂપે જન્મ લીધો અને બંને સાથે રહેવા લાગ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here