વાંજીયા ને પુત્ર અને આંધળાને આંખો આપે એવા પીરોના પીર રામાપીર નો ઈતિહાસ જાણો, રામાબાપા બધાની ઈચ્છા પૂરી કરશે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

દરેક લોકો રામાપીરનું નામ પડતાની સાથે જ ખુબ જ આદરભાવ થી જોતા હોય છે. અને ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા સાથે તેની પૂજા-અર્ચના કરતા હોય છે. રામાંપીરને પીરોના પીર રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે. રામાપીરનુ સમાધિ સ્થળ રાજસ્થાનમાં પોકરણ પાસે છે અને ત્યાં દુર દૂરથી લોકો પોતાની બાધા માનતા પૂરી કરવા માટે આવે છે. જે પણ રામાપીરની માનતા રાખે છે તેની દરેક મનોકામના રામાંબાપા પૂરી કરે છે.

રામાપીર નો જન્મ 1409માં ભાદરવા સુદ બીજના દિવસે ના તોમર વંશ રાજપુતમાં થયો હતો. તેની માતાનું નામ મીનળદેવી હતું અને પિતા નું નામ અજમલ રાય હતું. જયારે અજમલ રાજાને કોઈ પુત્ર ન હતો અને ખાલી દીકરી જ હતી તો પ્રજા તેને વાંજ તરીકે ઓળખાતા હતા.

જયારે રામાપીર નો ચમત્કાર ચારે બાજુ પ્રસરતો હતો ત્યારે તેની પરીક્ષા કરવા માટે સાઉદી અરેબિયા મક્કા થી પાંચ પીર એમને પરીક્ષા લેવા માટે આવ્યા હતા. તે જોવા માગતા હતા કે રામાપીર વિશે જે સંભળાઈ રહ્યું છે તે સાચું છે કે ખોટું. અને રામાપીરના ચમત્કાર જોવા માટે આવ્યા હતા. જ્યારે બાબા રામદેવપીર પાસે આ પાંચ પીર આવ્યા તો તેને  જમવામાં માટે કહ્યું. ત્યારે એક પીર બોલ્યો કે અમે તો અમારો કટોરો ભૂલી ગયા છીએ અને જો મારો કટોરો નો હોય તો અમે ભોજન ગ્રહણ કરી શકતા નથી. અમે અમારા કટોરામાં ભોજન ગ્રહણ કરીએ છીએ.

આ સાંભળીને રામદેવપીર કીધું કે અતિથિ આદર કરવો એ અમારી પરંપરા છે, અમે તમને નિરાશ ન કરીએ. અમે તમારા પોતાના જ કટોરા ભોજન કરાવશું, અને એમ કહીને કટોરો પ્રગટ કર્યા અને આ પાંચેય પીર રામાપીરના પગમાં પડી ગયા. આ દિવસથી પીર ના પીર તરીકે ઓળખવા લાગ્યા.

રાજા અજમલરાય પ્રજાને સુખ શાંતિ વિશે પૂછવા ગયા તો ખેડૂતો અપશુકન માનીને પાછા વળી ગયા.જ્યારે અજમલરાજાએ તેનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે અમે ખુશ શુભ કરવા માટે જઈ રહ્યા છીએ અને વાંજ સામે મળે તો અપશુકન થાય. આ સાંભળીને  રાજા અજમલ રાયને ખુબ જ દુઃખ થયું.

ત્યારબાદ અજમલરાય મંદિરમાં જઈએ ને ભગવાન સામે પોતાનું દુઃખ પ્રગટ કરવા લાગ્યા છે. ત્યારે ભગવાને કોઈ જવાબ ન આપ્યો તો અજમલરાય ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને ભગવાનની સામે પ્રસાદના લાડુ ને ભગવાન સામે ફેક્યો. આ બધું પુજારીએ જોયું અને તેને કહ્યું કે ભગવાન કોઈ પથ્થરમાં નથી હોતા તે ક્ષીરસાગરમાં શેષસૈયા બિરાજમાન છે આ સાંભળીને અજમલજી એ ક્ષીરસાગર મા ડૂબકી લગાવી દીધી.

અને જ્યારે ડૂબકી લગાવી તો ભગવાન વિષ્ણુએ અજમલજીને દર્શન આપવા  પ્રગટ થયા. ભગવાન વિષ્ણુના માથા પર પટ્ટી જ જોઇને અજમલજીએ પૂછ્યું તો ત્યારે વિષ્ણુએ કહ્યું કે આ તો મારા ભક્તો પ્રસાદ છે. આટલું સાંભળીને અજમલજી ખુબ જ દુખી થઇ ગયા. અને રડવા લાગ્યા અને અજમલજીને પીડા સાંભળીને ભગવાને વચન આપ્યું કે તમે તમારા ઘરે જાઓ હું ભાદરવા સુદ બીજના દિવસે તમારા ઘરમાં અવતાર લઈશ. ત્યારબાદ ભાદરવા સુદ બીજના દિવસે રામદેવપીર બાળકના રૂપમાં જન્મ લીધો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here