સૌથી ધનિક વ્યક્તિ પોતાના વાસણ જાતે સાફ કરે છે, બીલ ગેટ્સના બીજા ૧૦ રહસ્ય તમે નહિ જાણતા હોવ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓના લીસ્ટમાં સામેલ છે એવા બીલ ગેટ્સ એ અરબો સંપત્તિના માલિક છે. ગયા વર્ષની ગણતરી પ્રમાણે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં ત્રીજા સ્થાન પર હતા. આટલી મિલકત અને પૈસા હોવા છતાં તેઓ પોતાના વાસણ જાતે સાફ કરે છે. તેમની સાથે આવી બીજી અનેક વાતો જોડાયેલી છે જે આજ સુધી લોકો જાણતા નહોતા.

બીલ ગેટ્સ એ માઈક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક છે. તેઓ પાસે આટલી બધી સંપતિ હોવા છતાં તેઓ જમીનથી જોડાયેલા રહે છે. તેમને પોતાના કામ જાતે જ કરવા પસંદ છે. એટલા માટે જ તેઓ જમ્યા પછી પોતાની થાળી અને બીજા વાસણ જાતે સાફ કરે છે. આ વાત તેઓ એ જાતે એક ઈન્ટરવ્યૂમાં જણાવી હતી.

તેઓ જણાવે છે કે ઘરમાં વાસણ ધોવા સિવાયમાં અમુક નાના નાના કામ જાતે જ કરે છે આમ કરીને તેઓ પોતાની જાત સાથે સમય પસાર કરે છે અને માનસિક શાંતિ મેળવે છે.

બીલ ગેટ્સને ગાર્ડનીંગનો પણ ખાસો શોખ છે. તેઓ ઘણી વાર પોતાના ગાર્ડનમાં બેઠેલા જોવા મળે છે. તેમના બગીચામાં એક ખાસ ઝાડ આવેલું છે તે ઝાડ એ ૪૦ વર્ષ જુનું છે. તેમના માટે આ ઝાડનું ખુબ મહત્વ છે તેઓ જયારે નાના હતા ત્યારથી આ ઝાડને જોતા આવ્યા છે તેઓ તે ઝાડની સાથે લાગણીના તારે જોડાયેલા છે. તેઓ આજે પણ દિવસનો થોડો સમય ત્યાં વિતાવે છે.

બીલ ગેટ્સ પોતાના બાળકોને પણ પોતાની જેમ એક ઉમદા વ્યક્તિ બનાવવા માંગે છે. એટલા માટે જ તેમણે પોતાના બાળકોને બિઝનેસનું ધ્યાન રાખવા માટે નથી કહ્યું. તેઓ ઈચ્છે છે કે તેમના સંતાનો એ પોતાના પગ પર ઉભા થાય અને પોતાની જેમ ઘણા પૈસાદાર બને. માટે જ તેઓ બાળકોને મહેનત કરવા માટેની સલાહ આપેલ છે.

બીલ ગેટ્સ એ બહુ નાની ઉંમરથી જ મહેનત કરવાની શરુ કરી હતી. તેઓએ ૧૭ વર્ષની ઉંમરે જ કંપનીના CEO નું કામ સાંભળ્યું હતું અને પોતાની કંપની માટે અનેક નવા પ્લાન બનાવ્યા હતા.

તેઓનો સ્વભાવ બાળપણથી જ બહુ મહત્વકાંક્ષી રહ્યો હતો. તેઓ હંમેશા પોતાના સપના કેવીરીતે સાકાર કરવા એ જ વિચારતા હતા. તેઓ પહેલેથી જ એક મોટા ઘરમાં રહેવાની ઈચ્છા ધરાવતા હતા અને એટલા માટે જ આજે તેઓ પોતાની મહેનતથી ૬૦૦૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આલીશાન ઘરમાં રહે છે. તેમનું આ ઘર એ દુનિયાના સૌથી આલીશાન ઘરોમાં સ્થાન પામેલ છે.તે મકાનની કિંમત ૧૨૩ મિલિયન યુએસ અમેરિકન ડોલરથી પણ વધુ છે.

તેમના આ સપનાના ઘરને બનતા પુરા ૭ વર્ષનો સમય લાગ્યો હતો. આ ઘરએ વિશ્વનું સૌથી મોંઘુ ઘર છે. આ ઘરમાં ૨૪ બાથરૂમ, એક સ્વિમિંગ પુલ, ૨૧૦૦ સ્ક્વેર ફૂટની લાયબ્રેરી અને હોમ થીયેટર આવેલ છે. આ દરેક વસ્તુની જાણવણી માટે તેમના ઘરમાં એકસાથે ૧૫૦ માણસોની જરૂરત પડે છે. આ જગ્યા માટે બીલ ગેટ્સ એ એક મિલિયન પ્રોપર્ટી ટેક્સ ભરે છે.

બીલ ગેટ્સને આઈફોન રાખવાનો પણ બહુ શોખ છે. એ કંપની ભલે તેમની કોમ્પિટિશનમાં હોય તે છતાં પણ તેઓને આ ફોનના બધા ફીચર ખુબ ગમ્યા હતા આવું તેઓએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. તેઓએ કબુલ કર્યું હતું કે માઈક્રોસોફ્ટની તુલનામાં આ ફોનના ફીચર ઘણા સારા છે અને હમણાં થોડા સમય પહેલા સુધી તેઓ આઈફોન 5એસ વાપરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here