લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મુંબઈના વડાપાઉંનુ સિક્રેટ
મુંબઈનું નામ પડતા જ તમને એક વાનગી પહેલા નજર સામે તરી આવશે અને તે છે વડાપાઉં. મુંબઈના વડાપાઉં જેટલા લિજ્જતદાર હોય છે તેવા વડાપાઉં ક્યાંય તમને ચાખવા નહીં મળે. તેની પાછળનું મુખ્ય કારણ છે આ વડાપાઉંની લાલ સૂકી ચટણી, ઘરે ગમે તેટલા ધ્યાનથી બનાવશો પણ આ ચટણી વગર મુંબઈ જેવા ટેસ્ટી વડાપાઉં નહીં બને. તો આજે તમે પણ જાણી લો લાલ સૂકી ચટણી બનાવવાની રીત જેના કારણે બીજીવાર તમારા વડાપાઉંનો સ્વાદ ખાનારા દરેકની દાઢમાં રહી જશે.
સામગ્રી
- 15-16 સૂકાં લાલ મરચાં
- 1/2 કપ સૂકા નારિયેળની ચીરીઓ
- 20-25 લસણની કળીઓ
- 2 ચમચી લાલ કાશ્મીરી મરચાંનો પાવડર
- સ્વાદાનુસાર મીઠું
- બનાવવાની રીત
આ ચટણી બનાવવા માટે પહેલા મિક્સરના જારમાં કોપરું અને લાલ સૂકાં મરચાંને કરકરાં પીસી લો. ધ્યાન રાખવું કે ભુક્કો વધારે બારીક ન થઈ જાય. ત્યારબાદ તેમાં લસણની કળીઓ, સ્વાદાનુસાર મીઠું અને બે ચમચી લાલ મરચાંનો પાવડર નાખી એક-બે વાર મિક્સર ફેરવી લેવું, જેથી ચટણીનો કલર એકદમ લાલ આવી જાય. તૈયાર છે વડાપાઉંની સ્પેશિયલ સૂકી ચટણી. હવે જોજો તમારા વડાપાઉં પણ બૉમ્બયા સ્ટાઇલના બનશે.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…