રીઅલ લાઈફ માં પણ આટલી ગ્લેમર અને સુંદર દેખાય છે તારક મહેતા શોની “સોનુ”,આ વેબ સિરિઝમાં કરી ચૂકી છે કામ..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોમાં ઘણો લોકપ્રિય છે. ત્યારે ખાસ કરીને બાળકોના રોલ નિભાવનારા બાળ કલાકારો લોકોને ભારે પસંદ પડે છે. તેની આગવી શૈલી લોકોનું મન મોહી લે છે અને ખુબ હસાવે છે. ટપ્પુ સેનાના નામથી ઓળખાતી આ ગેંગની શૈતાની હરકતો લોકોને ખુબ મનોરંજન પુરુ પાડે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુની ભૂમિકા ભજવનારી અભિનેત્રી પલક સિધવાણી ને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. પલકે તારક મહેતામાં પોતાના જોરદાર અભિનયથી લાખો ચાહકો બનાવી લીધા છે.

22 વર્ષીય પલક શરૂઆતથી જ તેના જીવનમાં ખૂબ જ મહેનતુ રહી છે. પલકને નાનપણથી જ અભિનેત્રી બનવાનો શોખ હતો, જેના કારણે તેણે 15 વર્ષની વયે મોડેલિંગ શરૂ કરી દીધી હતી.

પલક સિંધવાનીનો જન્મ અને ઉછેર મહારાષ્ટ્રના મુંબઇમાં થયો હતો.19 જાન્યુઆરી, 2018 ના રોજ, તેણીએ તેની કોલેજ-મિસ એસ.આઈ.એસ. માં એક મોડેલિંગ સ્પર્ધા જીતી.

તારક મહેતા શોમાં સોનુને એન્ટ્રી કરતા પલકે જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. પલક ઘણી બધી સુંદરતા અને ફેશન ઇવેન્ટમાં જોવા મળતી હતી. જેના કારણે તેને ટીવી જાહેરાતોમાં પણ નાનું કામ મળતું હતું.

પલકે તેની મહેનતને કારણે મોડેલિંગની સ્પર્ધા જીતી લીધી હતી અને તેના કારણે તે ઘણી ચર્ચામાં આવી હતી. આ સાથે તેણે અમૂલ-ગૂગલ માટે પણ કામ કર્યું છે.

પલક રોનીત રોય અને ટીસ્કા ચોપડા સ્ટારર વેબ સિરીઝ ‘હોસ્ટેજ’માં પણ જોવા મળી ચૂકી છે. આ વેબ સિરીઝમાં પલકના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે પલકના પિતા એક વ્યાવસાયિક બેંકર છે.

જ્યારે તેની માતા શાળાની શિક્ષિકા છે. પલકના મોટા ભાઈનું નામ હર્ષિત સિધવાણી છે. પલકનો ભાઈ એક મોડેલ છે અને તેને અભિનયમાં પણ ખૂબ રસ છે.

પલકે વર્ષ 2017 માં ‘ધ બાર’ નામની શૉટ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. વર્ષ 2019 માં, પલક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જોડાઈ. પલક પહેલા નિધિ ભાનુશાળીએ શોમાં સોનુની ભૂમિકા નિભાવી હતી. નિધિના શોમાંથી બહાર નીકળ્યા પછી, તારક મહેતા શોમાં પલક ઓડિશન દ્વારા ભાગ બની હતી.

શોના નિર્માતા અસિતકુમાર મોદીએ અનેક પ્રસંગોએ પલકની પ્રશંસા કરી છે. તે જ સમયે, પલક સાથે કામ કરનાર ટપ્પુ સેના પણ તેના અભિનયની દીવાની છે.

હું આ લોકપ્રિય શોનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું નીલા ટેલિફિલ્મ્સની આભારી છું, ખાસ કરીને અસિત સર, જેમણે મારા પર વિશ્વાસ કર્યો અને સોનુનું પાત્ર પસંદ કર્યું. હું ખુદ નાનપણથી જ આ શો જોઈ રહી છું.

વિશ્વાસ કરી શકતી નથી કે હું પણ આ શોમાં છું અને હું લોકોને હસાવામાં સોનુની ભૂમિકા નિભાવવા અને ટપ્પુ સેના અને ગોકુલધામ સોસાયટીનો ભાગ બનવાની કોશિશ કરીશ. ”

સોનુનું પાત્ર નિધિ ભાનુશાલી ભજવતી હતી પરંતુ એક્ટ્રેસ કામ તથા અભ્યાસ વચ્ચે બેલેન્સ રાખી શકતી નહોતી. આથી જ તેણે ભણવા માટે થઈને આ શો છોડવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે નિધિ ભાનુશાલી હાલમાં મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બીએ કરે છે અને તે બ્રાઈટ સ્ટૂડન્ટ છે. હવે તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા માંગે છે. તે સારા માર્ક્સથી ગ્રેજ્યુએશન પૂરું કરવા માંગે છે.

જોકે, પ્રોડક્શન હાઉસે નિધિને શૂટિંગના કલાકો ઓછા કરી આપ્યા હતાં જેથી તે ભણવા પર ધ્યાન આપી શકે. જોકે, નિધિ માટે શૂટિંગ કરવું દિવસે દિવસે મુશ્કેલ બનતું જતું હતું અને અંતે તેણે શોને અલવિદા કહી દીધું હતું.

ઝીલ મહેતાએ નવ વર્ષની ઉંમરે ‘તારક મહેતા..’માં કામ કરવાની શરૂઆત કરી હતી. ઝીલે લગભગ સાડા ચાર વર્ષ સુધી આ શોમાં કામ કર્યું હતું. ત્યારબાદ અભ્યાસને કારણે તેણે આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો.

આ શોએ તેને પૈસા અને પ્રસિદ્ધિ અપાવી હતી. જોકે, તે એક્ટિંગને બદલે અભ્યાસ પર ધ્યાન આપવા માગતી હતી. આથી જ 14 વર્ષની ઉંમરે તેણે આ શો છોડવાનું નક્કી કર્યું હતું.

દિશા વાકાણી આ શોમાં દયાભાભીનું પાત્ર ભજવે છે. જોકે, 2017માં દિશા વાકાણીએ મેટરનિટિ લીવ લીધી હતી પરંતુ તે હજી સુધી શોમાં પરત આવી નથી. ચર્ચા છે કે મેકર્સ હવે નવા દયાભાભી લાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here