લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આજે આપણે બધા એક ખતરનાખ બીમારીની વચ્ચે ફસાયેલા છીએ જેથી ઘણા લોકોમાં ખૂબ ભય વ્યાપી ગયો છે.આ વિશ્વવ્યાપી corona વાયરસના કારણે વિનાશ સર્જાયો છે.આમ આ વાયરસને કારણે હજારો લોકોનાં મોત નીપજ્યાં છે.અને લાખો લોકો વાયરસના ચેપથી સંઘર્ષ કરી રહ્યા છે.આજે સમગ્ર દેશ માં લોકો કોરોના થી ખૂબ હેરાન થઈ ગયા છે.અને આપના દેશ માં તો 21 દિવસ લોક ડાઉન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.અને આ વાયરસ નો અંત ક્યારે આવશે એ કોઈ નથી જાણતું પણ એના માટે આપણે પણ સાવચેતી રાખવી જરૂરી છે.કોરોના વાયરસથી બચવાનો એકમાત્ર રસ્તો આરોગ્ય માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ.એના માટે તમારા સરીર માં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોવી ખૂબ જરૂરી છે.આ ખતરનાક કોરોના વાયરસના સંક્રમણને ઓછો કરવા માટે આખો દેશ એકજૂથ થઇ ગયો છે.હાલ આ વાયરસથી બચવા માટે માત્ર સોશિયલ ડિસ્ટેંસ્ટિંગ એક માત્ર ઉપાય છે. તેની સાથે જ જો માનવ શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તો તે કોઇપણ બીમારીથી લડી શકે છે અને પોતાની રક્ષા કરી શકે છે.એવામાં આજે અમે તમને કેટલીક ખાસ વસ્તુઓ અંગે જણાવવા જઇ રહ્યા છીએ.જેના સેવનથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે.
વિટામિન D યુક્ત વસ્તુ.વિટામિન D શરીરમાં હાડકાં બનાવવામાં અને એને જાળવવામાં મદદ કરે છે.આ સિવાય વિટામિન ડી આંતરડાં અને હૃદય ઉપર પણ અસર કરે છે.એ શરીરમાં જુદાં જુદાં સ્વરૂપે કામગીરી બજાવે છે.બધા જ પ્રકારના વિટામિનની સરખામણીએ ભારતના લોકોમાં વિટામિન ડીનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે ઘટી રહ્યું છે.રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે વિટામીન ડી યુક્ત વસ્તુઓનું પણ સેવન કરી શકો છો.તેનો મુખ્ય સ્ત્રોત તડકાને માનવામાં આવે છે.પરંતુ તમારા ડાયેટમાં દૂધને સામેલ કરવાથી વિટામીન ડી મળે છે.
વિટામિન C.વિટામિન C આ દાંત, હાડકા અને ત્વચા માટે ઉપયોગી છે.આ પાંદડાવાળા શાકભાજી અને ખાસ કરીને આમળાની અંદર વધારે પ્રમાણમાં મળી આવે છે.વિટામિન C એસ્કોર્બિક એસિડ તરીકે પણ ઓળખાય છે.ગાજર, કોબિજ, ફલાવર, ટામેટાં, બટાકા. લીંબુ, પાલક, કેપ્સિકમ, લાલ મરચાંમાં વિટામિન ‘C’ સારી માત્રામાં હોય છે.વિટામીન સી શરીરમાં ન માત્ર હાડકાઓને મજબૂત કરે છે.પરંતુ રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. તેમા એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે.તમે કેપ્સિકમ, આંબલા, પપૈયું, સંતરા જેવી વસ્તુઓનું સેવન કરી વિટામીન સી પ્રાપ્ત કરી શકો છો.
તુલસી.તુલસી વિશે હિન્દુ માન્યતાઓમાં બતાવવામાં આવ્યું છે કે દરેક ઘરની બહાર તુલસીનો છોડ હોવો અનિવાર્ય છે.એટલું જ નહીં જો વ્યક્તિ પ્રતિદિન તુલસીનું સેવન કરે છે તો તેનું શરીર અનેક ચંદ્રાયણ વ્રતના ફળ સમાન પવિત્રતા પ્રાપ્ત કરી લે છે.રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં તુલસી પણ અસરકારક છે.રોજ સવારે તુલસીનો રસનો એક ચમચી સેવન શરીરમાં રોગ પ્રતિકારક શક્તિને વધારે છે.તુલસીનો રસમાં તમે એક ચમચી મધ અને 3-4 કાળામરી મિક્સ કરી લો.
લસણ.લસણ હૃદય રોગની સામે રક્ષણ આપે છે.તે તમારી નળીઓને સાંકડી થતા અથવો તો કડક થતા અટકાવે છે.નળીઓમાં સંકડાશને કરાણે જ બ્લડ ક્લોટ અને હાર્ટ એટેક થાય છે આથી નિયમિત રીતે જો લસણ ખાવામાં આવે તો આ મુશ્કેલીનો ઉકેલ આવી જાય છે.એન્ટી ઓક્સીડેન્ટના ગુણોથી ભરપૂર લસણ શરીરમાં વાયરસ ઇન્ફેક્શન કે બેક્ટેરિયાને રોકવામાં મદદ કરે છે.તેને નિયમિત સેવનથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
આદું.આદુને જો કે આદુ એક ઔષધિ પણ છે.તેનું પાણી નિયમિત તૌર પર પીવાથી ઘણી એવી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે.તેમાં ઉપસ્થિત એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી બોડીને હેલ્દી રાખવામાં મદદ કરે છે.ચિકિત્સકોનું કહેવું છે કે ઉધરસ ગળાની ખરાશ અને કફ જમા થઇ જવા પર આદું ખુબ જ ફાયદો કરાવે છે.આદુમાં અનેક એન્ટી વાયરલ તત્વ રહેલા હોય છે.સારા પરિણામ માટે તમે તેને વરિયાળી અને મધની સાથે સેવન કરી શકો છો.તેનું રોજ સેવનથી તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.કોરોના વાયરસને લઈને ભારતમાં ખૂબ જ મોટી તૈયારીઓ ચાલી રહી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારત લોકડાઉન કર્યું છે.પણ તમારે પણ તમારા સરીર ની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે.