રોજ સવારે ખાલી પેટ કરો એલોવેરા જ્યુસ નું સેવન,અને પછી શરીર ને જે ફાયદા મળશે એ જાણીને વિશ્વાસ નહીં થાય….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.એલોવેરાના અઢળક સ્વાસ્થ્ય લાભ છે. તેમાં ઘણાં પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. એવું કહેવાય છે કે રોજ સવારે ખાલી પેટ એલોવેરા જ્યૂસ પીવાથી અનેક બીમારીઓ દૂર થઈ જાય છે.સામાન્ય રીતે લોકો એલોવેરા નો પ્રયોગ સુંદર ત્વચા મેળવવા માટે કરે છે અને એલોવેરા જેલ પોતાના ચહેરા પર લગાવ્યા કરે છે.હા એલોવેરા નો પ્રયોગ કરીને તમે સુંદર ત્વચા ની સાથે સાથે તંદુરસ્ત શરીર પણ મેળવી શકો છો. એલોવેરા જેલ અથવા એલોવેરા જ્યુસ પીવાથી શરીર ને બેશકીમતી લાભ પહોંચે છે અને આ જ્યુસ ને પીવાથી શરીર માં પ્રોટીન અને વિટામીન ની કમી નથી થતી.

એલોવેરા એક ઔષધિ છોડ છે, અને ભારતમાં પ્રાચીનકાળથી અને કુવારપાઠુ ના નામથી ઓળખવામાં આવે છે. એલોવેરાના ઘણા ઔષધીય ગુણો છે જે આપણે ઘણી બીમારીઓમાં કામ આવી શકે છે. ત્યાં સુધી કે ઔષધિની દુનિયામાં એલોવેરા ને સંજીવની પણ કહે છે. અને આને ચમત્કારિક ઔષધિઓ પણ કહેવામાં આવે છે.શરીરમાં જો પોષક તત્વોની કમી હોય તો એલોવેરાના જ્યૂસનું સેવન કરવાથી આ ખામી દૂર કરી શકાય છે. એલોવેરામાં ઘણા ઔષધીય ગુણો મળી આવે છે, ચેહરા માટે ઔષધી નો ભંડાર માનવામાં આવે છે એલોવેરાને.

એલોવેરા જ્યુસ પીવાથી શરીર ને મળે છે આ લાભ-

કબજિયાત થાય દુર,એલોવેરા જ્યુસ પીવાથી કબજિયાત ની સમસ્યા થી છુટકારો મળી જાય છે. તેથી કબજિયાત ની સમસ્યા થી પરેશાન લોકો એલોવેરા જ્યુસ પીવો. એલોવેરા જ્યુસ પીવાથી પેટ ને ઉચ્ચ માત્રા માં ફાઈબર મળે છે અને એવું થવાથી પેટ એકદમ સાફ થઇ જાય છે. જે લોકો ને પણ કબજિયાત ની ફરિયાદ છે તે લોકો રોજ સવારે ઉઠીને આ જ્યુસ ને જરૂર પીવો.

શરીર ને કરો ડીટોક્સીફાઈ

એલોવેરા જ્યુસ પીવાથી શરીર ડીટોક્સીફાઈ પણ થઇ જાય છે અને શરીર માં હાજર ઝેરીલા તત્વ શરીર થી બહાર નીકળી આવે છે. જે લોકો વધારે તળેલ ખાવાનું ખાય છે તે લોકો ના શરીર માં ઝેરીલા તત્વ વધારે મળે છે. તેથી જો તમે વધારે તળેલ ખાવાનું ખાઓ છો તો તમે આ જ્યુસ નું સેવન જરૂર કરો.

ભૂખ વધે

Red Blood Cells Flowing Through Vein

એલોવેરા જ્યુસ પીવાથી ભૂખ ના લાગવાની પરેશાની પણ બરાબર થઇ જાય છે. તેથી જે લોકો ને ઓછી ભૂખ લાગે છે તે લોકો રોજ એક કપ એલોવેરા જ્યુસ પીવાનું શરુ કરી દો. તેને પીવાથી પાચન તંત્ર પણ બરાબર થઇ જાય છે અને પેટ હમેશા દુરસ્ત રહે છે.

ચહેરા પર આવે નીખાર

ત્વચા માં નિખાર મેળવવા માટે તમે એલોવેરા જ્યુસ પીવો. એલોવેરા જ્યુસ પીવાથી ચહેરા પર એકદમ ગ્લો આવી જાય છે. એટલું જ નહિ એલોવેરા જેલ ચહેરા પર લગાવવાથી ચહેરા ની રંગત સાફ થઇ જાય છે અને ડાઘા થી પણ છુટકારો મળી જાય છે.

વાળ ને ચમકાવે

વાળ ને મુલાયમ કરવા માટે તમે તેમના પર એલોવેરા જેલ લગાવી દો. એલોવેરા જેલ લગાવવાથી વાળ એકદમ મુલાયમ થઇ જશે અને તેમનો ગ્રોથ પણ સારી રીતે થવા લાગશે. તમે બસ એલોવેરા જેલ પોતાના વાળ પર સારી રીતે લગાવી લો અને અડધા કલાક સુધી તેને પોતાના વાળ પર લાગેલ રહેવા દો. અડધા કલાક પછી તમે પાણી ની મદદ થી પોતાના વાળ ને ધોઈ લો. અઠવાડિયા માં માત્ર બે વખત એલોવેરા જેલ વાળ પર લગાવવાથી તમને સરસ અને મુલાયમ વાળ મળી જશે.લોહી ની કમી થાય પૂરી,એલોવેરા જ્યુસ પીવાથી શરીર માં લોહી ની કમી નથી થતી. આ જ્યુસ નું સેવન કરવાથી શરીર માં લોહી બનવા લાગી જાય છે. તેથી જે લોકો ને લોહી ની કમી છે તે લોકો એક કપ એલોવેરા જ્યુસ જરૂર પીવો. તેને પીવાથી તમારા શરીર માં રેડ બ્લડ સેલ્સ ની સંખ્યા વધવા લાગી જશે.

આ રીતે કરો સેવન

એલોવેરા જ્યુસ ને તમે પોતાના ઘર માં પણ નીકાળી શકો છો અથવા પછી દુકાન થી પણ ખરીદી શકો છો. ઘર માં એલોવેરા જ્યુસ નીકાળવા માટે તમે એલોવેરા ને છોલી લો. પછી તેના અંદર ની જેલ નીકાળીને તેને મિક્સર માં પીસી લો. એલોવેરા જ્યુસ બનીને તૈયાર છે. તમે આ જ્યુસ ને રોજ સવારે ખાલી પેટ પીવો,એલોવેરા જ્યૂસમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. જે શરીરની મોટાભાગની બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે અને શરીરની ઈમ્યૂનિટી પણ વધારે છે. આ સિવાય સ્કિન માટે પણ એલોવેરા બહુ જ લાભકારી છે. રોજ 200-300 મિલી. એલોવેરા જ્યૂસ પીવું. તો ચાલો આજે અમે તમને જણાવીશું રોજ સવારે ખાલી પેટ એલોવેરા જ્યૂસ પીવાના ફાયદા.એલોવેરા જ્યુસનું સેવનથી તો વજન પણ ઓછુ કરી શકાય છે, કારણ કે આના કારણે  લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને પાચનક્રિયા પણ સ્વસ્થ રહે છે. એલોવેરા જ્યુસ ઘણા પોષક તત્વ હોય છે જે શરીરને કમજોર પડવા દેતા નથી.

બોડિ ડિટોક્સીફિકેશન માટે પણ એલોવેરા જ્યૂસ બહુ ગુણકારી છે. તેને પીવાથી શરીરમાં રહેલાં હાનિકારક તત્વો દૂર થઈ જાય છે. બોડી ટોક્સિન્સ આપણાં શરીર પર ખરાબ અસર કરે છે જેથી તેને દૂર કરવા જરૂરી છે.એલોવેરાનું જ્યુસ માટે પણ ફાયદાકારક છે, કારણકે આમા રહેલા તત્વો દાંતને સાફ અને મુક્ત રાખવામાં મદદગાર સાબિત થઇ શકે છે.

ખાંસીમાં કુવારપાઠું નો રસ દવાનું કામ કરે છે. તેના પાંદડાને પણ વાટીને રસ કાઢી લો અને અડધી ચમચી જ્યુસ એક કપ ગરમ પાણી સાથે લેવાથી ખાંસીમાં ફાયદો થાય છે, દાઝી જવું કે કોઈ વાગવાના ઘા ઉપર કુવારપાઠા ના જેલ કે કુવારપાઠુંને છોલીને લગાવવાથી આરામ મળે છે, દાઝેલી જગ્યા ઉપર એલોવેરા નું જેલ લગાવવાથી છાલા પણ નીકળતા નથી અને ત્રણ ચાર વાર લગાવવાથી બળતરા પણ દુર થઇ જાય છે. કુવારપાઠુંનો રસ વાળમાં લગાવવાથી વાળ કાળા, ઘાંટા અને મુલાયમ રહે છે. કુવારપાઠુંનો રસ બબાસીર, ડાયાબીટીસ અને પેટની તકલીફમાંથી છુટકારો અપાવવામાં મદદ કરે છે, કુવારપાઠુંથી ફોડકા, સુકી ત્વચા, ઝુરીયા, ચહેરાના ડાઘ અને ધબ્બા અને આંખોના કાળા ઘેરાઓ ને દુર કરી શકાય છે.

કુવારપાઠું ટાલીયાપણા માં પણ ફાયદો કરવાની ક્ષમતા ધરાવે છે. કુવારપાઠુંનું જ્યુસ પીવાથી કબજીયાતની એસીડીટી ની બીમારી દુર થાય છે. કુવારપાઠુંનું જ્યુસથી શરીરમાં લોહીની ઉણપ દુર કરી શકાય છે. ફાટેલી એડી ઉપર કુવારપાઠું લગાવવાથી ખુબ જલ્દી ઠીક થઇ જાય છે. કુવારપાઠુંનું જ્યુસ લોહીમાં હોમોગ્લોબીન ની ઉણપને પૂરી પડે છે. કુવારપાઠુંનો રસ મહેંદીમાં ભેળવીને માથામાં ધોતા પહેલા લગાવવાથી વાળમાં ચમક આવે છે, કુવારપાઠુંનું જ્યુસ ત્વચાની નમી ને જાળવી રાખે છે જેથી ત્વચા સ્વસ્થ દેખાય છે.

કુવારપાઠુંને સરસિયાના તેલમાં ગરમ કરીને લગાવવાથી સાંધાના દુઃખાવો ઓછો કરી શકાય છે. વધુ તડકામાં નીકળતા પહેલા કુવારપાઠુંનો રસ ચહેરા ઉપર સારી રીતે લગાવવાથી ચહેરા ઉપર સૂર્યના તાપની અસર ઓછી પડે છે, કુવારપાઠુંને સોંદર્ય નિખાર માટે હર્બલ કોસ્મેટીક બનાવટ જેવી કુવારપાઠું જેલ, બોડી લોશન, હેયર તેલ, સ્ક્રીન જેલ, શેમ્પુ, સાબુ માં પણ ઉપયોગ કરવામાં આવે છે.

કુવારપાઠુંનું જ્યુસ રોજ પીવાથી શરીરના સાંધાના દુઃખાવાને ઓછો કરી શકાય છે. કુવારપાઠુંને સોંદર્ય નિખાર માટે હર્બલ કોસ્મેટીક બનાવટ જેવી કુવારપાઠું જેલ, બોડી લોશન, હેયર તેલ, સ્ક્રીન જેલ, શેમ્પુ, સાબુ, ફેશિયલ ફોમ વગેરેમાં ઉપયોગ કરી શકાય છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here