સાવ નવી જ રીતે બનાવો બટેટા-ટમેટાનું શાક, ભાવશે એવું કે બધા આંગળા ચાટી જશે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

સાવ નવી જ રીતે બનાવો બટેટા-ટમેટાનું શાક, ભાવશે એવું કે બધા આંગળા ચાટી જશે

ટમેટા-બટેટાનું આ શાક તો નહીં જ ખાધું હોય

બટેટાનું શાક તો બધાને ભાવતું જ હોય છે. મોટાભાગના લોકોના ઘરમાં બટેટાનું શાક બનતું તો હોય જ છે પણ આજે અહીં એક નવી જ સ્ટાઇલમાં બટાકાનું શાક બનાવવાની રેસિપિ અમે તમને જણાવીશું.

જે ખાધા બાદ ગમે ત્યારે ઘરમાં બટેટાનું શાક બનાવવાનું આવશે કે બધા કહેશે તમારી નવી રીતનું બનાવો.

સામગ્રી:

  • નાની સાઇઝનાં 500 ગ્રામ બટેટા
  • એક મોટી ડુંગળી, ઝીણી સમારેલી
  • 5-7 લસણની કળી, ઝીણી સમારેલી
  • 2 લીલાં મરચાં, સમારેલાં
  • 1 મેશ કરેલું બાફેલું બટાકું
  • 2 પાકાં ટામેટાં, ઝીણાં સમારેલાં
  • 2 ચમચી ફેશ મલાઇ
  • 2 ટેબલસ્પૂન તેલ

બનાવવાની રીત:

કૂકરને તેજ આંચ પર મુક્યા બાદ તેમાં તેલ નાખો અને તે ગરમ થઈ જાત એટલે લસણને સાંતળી લો. ત્યારબાદ જીરાનો વઘાર કરો પછી સ્વાદ મુજબ હળદર, હિંગ, લીલું મરચું, થોડી લાલ મરચાની ભૂકી નાખીને સાંતળો.

બધુ સંતાળાઈ જાય એટલે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી. હવે તેમાં ટામેટાં નાખી બરાબર મિક્સ કરો.

આ શાકને ધીમે ધીમે હલાવતા જાઓ અને ચઢવતા જાઓ. અંદર બે ચમચી પાણી નાખો, જેથી મસાલા દાઝી ન જાય. મસાલા ચઢી જાય એટલે અંદર મલાઈ નાખો. મલાઇથી શાકનો એક અલગ જ ટેસ્ટ આવશે. ત્યારબાદ 3-4 મિનિટ ચઢવવું.

બનાવવાની રીત

હવે અંદર મેશ કરેલું બટેટું નાખો અને બરાબર મિક્સ કરી લો. જેનાથી ગ્રેવી ટેસ્ટી લાગશે. એક-બે નિમિટ ચઢવી અંદર સ્વાદ અનુસાર મીઠું નાખો અને બરાબર મિક્સ કરી દો. તેલ છૂટુ પડવ લાગે એટલે અંદર બટાકાં નાખો અને મસાલા સાથે બરાબર મિક્સ થવા દો.

ત્યારબાદ અંદર એક ગ્લાસ પાણી નાખી કુકર ઢાંકી દ્યો અને સીટી વાગે ત્યાં સુધી ચઢવા દ્યો. પછી પ્રેશર નીકળી જાય એટલે કૂકર ખોલી ગરમાગરમ રોટલી કે પરાઠ સાથે પીરશો.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ રેસીપી કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ રેસીપી ગમી હશે.

Copyrights for this article are held by the author and no content should be copied. without the written permission of the author or this site.

Previous articleઆ સીઝનમાં બનાવો આમળાની ગટાગટ, એક ગોળી અને પેટની કોઈ બીમારી નહીં
Next articleઘરે જ બનાવો મુંબઈની ફેમસ લાલ સૂકી ચટણી, કોઇપણ ડિશનો સ્વાદ થઈ જશે બમણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here