લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આમ એટલે જ પરિવારની એકતા માટે એ ઘણું જ જરૂરી છે કે પોતાનો અંગત સ્વાર્થ ત્યાગવો અને હંમેશા પોતાના પરિવારનું કલ્યાણ કઈ રીતે થાય એના વિશે વિચાર કરવો જોઈએ.સંયુક્ત કુટુંબ હોય એમાં બધા સભ્યો વચ્ચે ભાઈચારો, ત્યાગ અને સમજણ હોવી ઘણી જ જરૂરી હોય છે.પરિવારની એકતા જળવાઈ રહે એ વિચાર કરવો.આજનો સમય એવો છે કે એમાં બધાના જીવનમાં અલગ અલગ સમસ્યાઓ અને ટેન્શન હોય જ છે.અને દરેક વ્યક્તિ બહારની દુનિયા સાથે તાલમેલ જળવાઈ રહે એના માટે ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરતો હોય છે.એવી પરિસ્થિતિમાં જો તમને તમારા પરિવારનો સાથ-સહકાર મળે તો એનાથી તમે ગમે તેવી સમસ્યાઓનો પણ સામનો કરી શકો છો.દરેકે આ વાતનું મહત્વ સમજવું જોઈએ અને બધાએ પરિવારમાં એકબીજા સાથે હળીમળીને રહેવું જોઈએ કેમ કે જીવનમાં આવતી દરેક ચડતી-પડતીમાં એક પરિવાર જ હોય છે કે જે તમારી પડખે ઉભો.તામિલનાડુ ના શહેર સાલેમ મા રહેવાવાળી પ્રેમા ની સામે તેના ત્રણ ભૂખ્યા બાળકો ઉભા હતા અને તેની સામે દેણું ના પર્વત પણ ઉભા હતા જેના લીધે તેના પતિએ સાત મહિના પહેલા આત્મહત્યા કરી લીધી હતી.
પોતાના સંતાનો ના પેટ ભરવા ના છેલ્લા આશ્રય તરીકે પ્રેમાએ પોતાના વાળ (વિધવા સેલ્સ હેર) વેચી ને ૧૫૦ રૂપિયા કમાયા, સંતાનો નુ પેટ ભર્યુ તથા પોતે આત્મહત્યા કરવા નો નિર્ણય કર્યો.પરંતુ તે પછી કંઈક એવું બન્યું જેના થી તેની જિંદગી બદલાઈ ગઈ.ગયા શુક્રવારે વિધવા પ્રેમા પાસે એક પણ રૂપિયો ન હતો.પોતાના પાંચ, ત્રણ અને બે વર્ષ ની વય ધરાવતા બાળકો ને ભૂખ થી ભૂખે મરતા જોઇને પ્રેમાએ તેણી જાણતી દરેક પાસે થી થોડો પૈસા ઉધાર માગ્યા.પરંતુ આસપાસ ના લોકોએ કે સંબંધીઓએ તેને ઉધાર આપ્યા નહી.
શુક્રવારે ધિરાણ આપવું ખરાબ માનવા મા આવે છે.સંતાનો ને જમવા ની વ્યવસ્થા કરી આત્મહત્યા કરવા નુ વિચાર્યુ તે જ સમયે એક વ્યક્તિ ત્યા થી પસાર થયો તેણે પ્રેમાને કહ્યું કે તે વિગ બનાવે છે અને જો પ્રેમા તેના વાળ તેને આપે છે, તો તે તેણીને પૈસા આપી શકે છે.ખચકાટ વિના પ્રેમા તેની ઝૂંપડી મા જાય છે અને માથુ મુંડાવીને તેના વાળ તે માણસ ને ૧૫૦ રૂપિયામા વેચી દીધા.તેણે ૧૦૦ રૂપિયા મા જમવા નુ ખરીદ્યુ તથા બાકી ના ૫૦ રૂપિયા મા તે એક દુકાન માથી ઝેરી જંતુનાશક દવા ખરીદવા ગઈ.
જ્યારે દુકાનદાર ને તેના પર શંકા ગઈ ત્યારે તેણે ઝેર વેચવાની ના પાડી દીધી.સોશયલ મીડિયા પર મદદ ની અપીલ કરી ત્યારબાદ તેણે છોડ ના ઝેરી બીજ આરોગવા નો પ્રયાસ કર્યો પણ તેની બહેન દ્વારા તેને રોકી દેવાઈ.જ્યારે ગ્રાફિક ડિઝાઇનરજી બાલા ને પ્રેમા ની મુશ્કેલી વિશે ખબર પડી, ત્યારે તેણે પ્રેમા માટે ભીડ ભંડોળ દ્વારા સોશયલ મીડિયા પર મદદ માંગી.પતિ ધંધા મા છેતરાઈ ગયો પ્રેમા તથા તેનો પતિ સેલ્વમ ઈંટ ના ભઠ્ઠા પર દૈનિક વેતન મજૂરીકામ કરતા હતા.
સેલ્વમ પોતાનો ધંધો કરવા ઈચ્છતો હતો તેથી તેણે અંદાજીત ૨.૫ લાખ રૂપિયા ઉધાર લીધા.પરંતુ તે ધંધા મા છેતરાઈ ગયો તેમજ તેનુ આખું કુટુંબ ગરીબી સાથે સંઘર્ષ કરવા નુ શરૂ કરી દેતાં આ સેલ્વમે આત્મહત્યા કરી લીધી. લેણદારાઓ પ્રેમા ને હેરાન કરવા લાગ્યા તેમજ તેના પતિ ના મૃત્યુ થી તૂટી ગઈ હતી.ગરીબી થી બાળકો ની દુર્દશા જોઈ પ્રેમાએ પણ પોતાનું જીવન સમાપ્ત કરવા ની વિચારણા શરૂ કરી.પ્રેમા બદલાઈ ગઈ વિધવા પેન્શન પણ મળ્યુ પરંતુ આ ઘટના ના એક અઠવાડિયા મા જ પ્રેમા સંપૂર્ણ બદલાઈ ગઈ છે.
જી.બાલા તથા સમાજ ના અન્ય ઉદાર વ્યક્તિઓના કારણે પ્રેમા પાસે આશરે ૧.૪૫ લાખ રૂપિયા થઇ ગયા.ગુરુવારે સાલેમ ના જિલ્લા વહીવટીતંત્ર એ તેના માસિક વિધવા પેન્શન ની શરૂઆત પણ કરી હતી.બાલા ના મિત્ર પ્રભુએ પણ પ્રેમા ને તેના ઈંટ ના ભઠ્ઠા મા કામ સોપ્યુ હતુ.બાળકો ને સારું શિક્ષણ આપવા માંગે છે પ્રેમા ની અંદર એટલો આત્મવિશ્વાસ છે કે તેણે બાલાને તેની મદદ માટે ફેસબુક અપીલ દૂર કરવા કહ્યું.પ્રેમા જણાવે છે હું મદદ કરનાર બધા વ્યક્તિઓ નો આભાર વ્યક્ત કરુ છું.હું ક્યારેય આત્મહત્યા કરવા નો વિચાર કરીશ નહીં.
હું મારા બાળકો ને સારું શિક્ષણ આપવા માંગું છું અને તેમને આ ગરીબી માથી બહાર લાવવા માંગું છું.બાલા ની વાર્તા ને પણ પ્રોત્સાહન મળ્યુ વ્યક્તિ ની સહાયતા એ જ નહીં પણ બાલા ની વાર્તાએ પણ પ્રેમા મા આ પ્રોત્સાહન જગાડયુ છે.બાલા એ કહ્યું કે નાનપણ મા તેની માતાએ પણ ગરીબી ને કારણે આત્મહત્યા કરવાનુ નક્કી કર્યું હતું પણ કુટુંબીજનોએ તેને બચાવી લીધી હતી.બાલાએ કહ્યું મેં પ્રેમા ને કહ્યું, જો તે દિવસે મારી માતા નુ અવસાન થયું હોત, તો તમે આજે તેમના પુત્ર ની ગાડી મા બેસતા નહીં.
મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.