લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજે અમે તમને કેટલીક એવી ખાસ બાબતો જણાવવાના છે કે જેનાથી તમે પરિવાર સાથે વધારે સારી રીતે અને બહેતરીન જીવન પસાર કરી શકો.જો કોઈના પરિવારમાં તાલમેલની ખામી છે તો એ ઘરમાં બધા સભ્યો વધુ લાંબા સમય માટે એક સાથે ખુશ રહી શકે નહિ.જો આપણે ઇચ્છીએ છે કે આપણા પરિવારમાં એકતા જળવાઈ રહે તો એના આ ત્રણ ખાસ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.કેટલાક મોટા પરિવારો અથવા તો એવું ઘર કે જેમાં એક સાથે બેથી વધુ પેઢી રહેતી હોય તો એમની વચ્ચે વૈચારિક મતભેદ હોય એ સ્વાભાવિક છે.તેમના અલગ-અલગ કાર્યક્ષેત્ર વિવિધ મિત્ર મંડળ અને વ્યવહારમાં વિભિન્નતા એ પેઢીઓના સંબંધોમાં પણ ધીમે ધીમે વિપરીત અસર કરતી હોય છે.મિત્રો સમગ્ર વિશ્વમા આજે સાંસારીક ઝઘડાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે.ભાઈ-ભાઈ સાથે ઝઘડી રહ્યો છે માતા-પિતા અને પુત્ર વચ્ચે પણ સારા સંબંધ નથી રહેતા અને આવી પરિસ્થિતિમા તમે ક્યારેય એવી અપેક્ષા ના રાખી શકો કે સાસુ-વહુના સંબંધ પણ સારા હોય.કારણ કે સાસુ-વહુના સંબંધો તો સદીઓ થી જેમ ચાલતા આવ્યા તેવા જ છે.તે બંને વચ્ચે હમેંશા વૈચારિક મતભેદ અને અંતર રહે છે.
પરંતુ ક્યારેક એવા કિસ્સા બનતા હોય છે કે પ્રભુ લોકો ને વિશાળ હૃદય આપી દેતો હોય છે અને આવા લોકો પોતાના સંબંધ સારી રીતે નિભાવી જાણે છે.આજે આપણે વાત કરીશુ ગોંડલના મોવિયા ગામના સાસુ-વહુના મીઠા સંબંધની.અરે ફક્ત સાસુ વહુ ના જ નહીં પરંતુ સમગ્ર ઘરના સદસ્યો વચ્ચે જે પ્રેમ જોવા મળી રહ્યો છે તેવુ ભાગ્યે જ તમને ક્યાંય જોવા મળે.વાત એવી બની હતી કે આ ગામમા રહેતા પટેલ પરિવાર નો નાનો પુત્ર અવસાન પામ્યો હતો અને પુત્રવધુ વિધવા થઈ ગઈ.પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આખુ જીવન એકલુ વિતાવવું તે કાઈ સરળ કાર્ય નથી અને આ વિચારધારા સાથે પુત્રવધુના સાસુ-સસરાએ તેણીના માતા-પિતા બનીને તેના બીજા લગ્ન કરાવવાનુ વિચાર્યુ.
ફક્ત લગ્ન કરવાનુ વિચાર્યુ જ નહીં પરંતુ, પુત્રવધુને પુત્રી ની જેમ વિદાય આપે તેવી જ રીતે ધામધૂમ થી લગ્ન કરાવીને વિદાય આપી હતી. પુત્રવધુ ની સાથોસાથ તેણીના બે સંતાનો તેમજ કરિયાવર આપીને તેણીને વિદાઈ આપી હતી. વિદાઈ વખતે નુ દ્રશ્ય જોઈને ઘરના તમામ લોકો ની આંખોમા અશ્રુ આવી ગયા હતા પરંતુ આ અશ્રુ ખુશીના અને ગર્વના હતા.હાલના સ્વાર્થી યુગમા પણ આવા દીલદાર લોકો હોઈ શકે.મોવિયા ગામના ચંદુભાઈ કાલરિયા ખેડૂત છે.તેમણે પુત્રવધુ ના લગ્ન કરાવીને સમાજમા એક શ્રેષ્ઠ અને પ્રેરણાદાયી ઉદાહરણ પુરુ પાડ્યુ છે.તેમનો નાનો પુત્ર ૨૯ વર્ષ નો અમિત કે જે ગામમા જ મોબાઈલ રીપેરીંગ નું કાર્ય કરતો હતો.
તેનુ ત્રણ મહિના પહેલા હૃદય નો હુમલો આવવા થી મૃત્યુ થયુ હતુ.તેની પાછળ તે જુવાન પત્ની અને બે નાનકડા ફુલ જેવા સંતાનો મૂકીને આ દુનિયા છોડી ચાલ્યા ગયા હતા.પુત્ર નુ અકાળે મૃત્યુ થવાના કારણે આખા પરિવાર પર આભ તુટી પડ્યુ હતુ. એક તો આટલુ લાંબુ જીવન એકલા પસાર કરવુ અને ઉપર થી બે બાળકો નો ઉછેર આ બધુ જ તેમની પુત્રવધુ આરતીબેન ના માથે આવી ગયું હતુ.આપણા સામાજીક નિયમો મુજબ પતિના અવસાન બાદ પત્ની સંતાનો સાથે સાસરીયા મા જ એકલવાયું જીવન પસાર કરે છે અથવા તો પોતાના પિયર સંતાનો ને લઈને ચાલી જાય છે.ત્યા કદાચ તેના માતાપિતા તેના બીજા લગ્ન કરાવે છે.
પરંતુ અહી તેમના માતાપિતા ની જવાબાદરી આરતીબેન ના સાસુ-સસરાએ નિભાવી અને તેની માટે યોગ્ય જીવનસાથી ની શોધ કરી.અંતે તેમણે અમરેલી જિલ્લાના સૂર્ય પ્રતાપગઢ ગામ માંથી મૂરતિયો શોધી કાઢ્યો અને મહેશ સોળિયા સાથે તેણીના લગ્ન નક્કી કર્યા અને ત્યારબાદ તેણીને ધામધૂમથી સાસરે વળાવી દીધી.તેઓ એવુ નહોતા ઇચ્છતા કે તેમના પુત્રવધુ આખુ જીવન દુઃખ અને પીડામા વ્યતીત કરે અને એટલા માટે જ તેમણે જરાપણ મોડુ કર્યા વિના તેણીના લગ્ન કરાવી દીધા. માતા-પિતા ની ફરજ ભલે સાસુ-સસરા દ્વારા નિભાવવામા આવી હોય પરંતુ,કન્યાદાન ની ફરજ મોટા ભાઈ-ભાભી એટલે કે આરતીબેન ના જેઠ-જેઠાણીએ નિભાવી.
સાસુ-સસરાએ આરતીબેન ને એક પુત્રી ની જેમ જ વળાવી છે.તેણીને સમાજ ના નીતિ નિયમો મુજબ કરિયાવર મા જે સ્ત્રીધન આપવાનુ હોય તે બધુ જ આપ્યુ છે અને એક માવતરની પેઠે તેણીની વિદાય કરવામાં આવી હતી.આજે ચંદુભાઈ કાલરિયા અને તેમના પત્ની રસિલાબેન સમગ્ર ગામ માટે ગૌરવ નુ કારણ બની ગયા છે.લોકો તેમના વખાણ કરતા થાકતા નથી.સમાજ મા બનતા આવા જ શુભ પ્રસંગો આપણા મા માનવતાની આશા જગાવી રાખે છે અને આપણને ખાતરી કરાવે છે કે માનવતા હજુ મરી નથી.
મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.