લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલના સમયમાં મિત્રો આપણા દેશમા દિન પ્રતિદિન કોરોના વાઇરસના પોઝીટીવ કેસ ની સંખ્યા વધવા લાગી છે અને તેમજ મુત્યુનો આંકડો પણ વધવા લાગ્યો છે અને તેવામાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે અને લોકડાઉનને પણ વધારવામાં આવી શકે છે અને તેમજ આપણા દેશના પ્રખ્યાત ઉધોગપતિ તથા ટાટા ટ્રસ્ટ અને એમેરીટસ ટાટા સન્સના ચેરમેન એવા રતન ટાટાએ પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વીપમેન્ટ,રેસ્પીરેટરી સીસ્ટમ,ટેસ્ટીંગ કીટ્સ અને કોરોના સામેની લડતમા અન્ય આવશ્યક ઉપકરણો માટેના ઉત્પાદન માટે અને કોરોના સામે લડવા માટે 500 કરોડ રૂપિયાની રકમ આપી છે.
ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે આ ટાટા ગ્રુપ ઓફ કંપની અંતર્ગત ટાટા સન્સ પેઢીએ ત્યારબાદ તુરંત જ આ કોવીડ-19 તથા તેની સાથે સંકળાયેલ અન્ય પ્રવૃત્તિઓ માટે વધારાના હજાર કરોડ રૂપિયાની સહાયતા ની જાહેરાત કરી છે અને તેઓ આવા સંકટ સમયે કામ આવ્યા છે અને આ ઉપરાંત તેમણે પોતાના સુવર્ણ હૃદયના દ્વાર ખોલીને વધારે સહાય નો હાથ લંબાવતા દાક્તર માટે પોતાની લક્ઝરી હોટેલ તાજ હોટેલ કોલાબા, તાજ લેન્ડ્સ એન્ડ બાન્દ્રા અને હોટેલ પ્રેસીડેન્ટ ઇન કફ પરેડના દ્વાર બી.એમ.સી. ના દાક્તરો કે જેઓ કોવીડ-૧૯ માટે કાર્ય કરી રહ્યા છે તેમણે આરામ કરવા માટે અને ત્યાં જ રહેવા માટે તેમને ખુલ્લા મુક્યા છે અને બીજીવાર આવી રીતે કોરોના સામે લડવામાં સહાય આપી છે કે જેનાથી બધા ડોક્ટરો,નર્સો બધા ત્યાં ત્યાં રહી શકે.
તેની સાથે સાથે આ સમાચાર બિગબોસના જૂના સ્પર્ધક વિન્દુ દારાસિંહે ટ્વીટ કરીને શેર કર્યુ હતુ અને જેમાં કહેવાય છે કે સૌ કોઈને જણાવ્યુ હતુ અને જેમાં વિન્દુ દારા સિંહે ટ્વીટ કરીને રતન ટાટાને આ કાર્ય માટે બીરદાવ્યા હતા.તેમને ઘણા લોકો માટે સારા કામ કરી નાખ્યા છે અને રતન ટાટાનું આ ડોનેશન ભારતમા સૌથી વિશાળ ડોનેશન છે અને જ્યાં 82 વર્ષની વય ધરાવતા રતન ટાટાએ પોતાની સહાય જાહેર કરતી વખતે એવું પણ જણાવ્યુ હતુ કે હાલમાં જે સમગ્ર વિશ્વ જે પરિસ્થિતિ મા ઝઝૂમી રહ્યુ છે તેના માટે હું આ દાન કરી રહ્યો છું અને તે જોઈને પગલા તુરંત લેવામા આવે તે અત્યંત આવશ્યક છે તેવું જણાવ્યું હતું.
ત્યારબાદ કહેવાય છે કે આ રતન ટાટાની આ દરિયાદીલીને ભારતીય ક્રીકેટ ટીમ ના કપ્તાન વીરાટ કોહલી અને આર.પી.જીના ગૃપના માલિક હર્ષ ગોએન્કાએ બિરદાવી છે અને તેમને સન્માન પણ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમને એ પણ જણાવી દઈએ કે હાલમાં આપણા દેશમા કોવીડ-19 ના કેસો વધતાના થોડા જ સમયમા ટાટા ગૃપે સમગ્ર દેશમા આવેલી તેમની ઓફીસો તેમજ ફેક્ટરીઓમા કાર્ય કરતા પોતાના કામચલાઉ કર્મચારીઓ તથા રોજીંદુ કાર્ય કરીને કમાતા કર્મચારીઓને માર્ચ અને એપ્રિલ બંને માસ પગાર એડવાન્સ આપી દિધો છે કે જેના કારણે કોઈ બહાર નીકળે નહીં અને પોતાના ઘરમાં જ સેફ રહે.
ત્યારબાદ તેની સાથે સાથે એવું પણ કહ્યું હતું કે તેમણે પણ એવી જાહેરાત કરી હતી કે જેમાં આ સાવચેતીના ધોરણોને ધ્યાનમા રાખીને જો તેમના કર્મચારીઓ કાર્ય નહી કરી શકે અને તો પણ તેઓ તેમને પગાર આપશે અને ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે હાલમાં પણ જેઓ સમગ્ર વિશ્વમા કોવીડ-19 ના પોઝીટીવના કેસનો આંકડો 10 લાખને પણ વટાવી ચુક્યો છે અને તેમન જણાવ્યું છે કે હાલમાં જેનો હજારો લોકોના મૃત્યુ નીપજ્યા છે.
અને આવા સમયમાં આપણા દેશના આંકડાની વાત કરીએ તો અંદાજે 2902 કેસ પોઝીટીવ નોંધાયા છે અને હાલમાં પણ જેની સંખ્યા વધવા લાગી છે અને 184 દર્દીઓને સારવાર બાદ રજા પણ આપવામાં આવી છે અને આવામાવ મૃત્યુઆંક 68 પર પહોંચી ગયો છે અને હજુ પણ આ વાઇરસ કેવો હાહાકાર મચાવશે તેની કોઈ કલ્પના જ કરી શકે તેમ નથી કારણ કે દિવસે દિવસે કેસ પોઝીટીવ આવતા જાય છે.