સલમાન ખાને કર્યો ખુલાસો, તેણે લગ્ન કરી લીધા છે, તેની બેગમ અને 17 વર્ષની પુત્રી દુબઈમાં રહે છે,

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન નો ટોપ શો પર તે મહેમાન તરીકે સેલીબ્રીટી ને બોલાવતો હોય છે. અરબાઝ ખાને તેના ભાઈ સલમાન ખાનને પણ ટોપ શોમાં બોલાવ્યા હતા. આ અગાઉ અરબાઝ ખાન સિઝન એકમાં પણ સલમાન ખાનને બોલાવ્યો હતો પરંતુ ત્યારે સલમાન ખાને  આવવાની ના કહી હતી. જ્યારે સલમાન ખાન સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે એક વાત બહુ વાયરલ થઈ ગઈ હતી.

અરબાઝ ખાને ટોક શોનું ફોર્મેટ રાખેલું છે અને તે જે લોકો અતિથિ તરીકે આવે છે તેના ટ્વીટ વાંચે છે અને તેને ટ્વિટ પર સેલિબ્રિટી પ્રતિક્રિયા આપે છે એક આવી જ ટ્વીટ વિશે આપણે આજે વાત કરવાના છીએ.

અરબાઝ ખાને કહ્યું હતું કે બોલિવૂડની ઘણી બધી ટ્વીટ હોય છે જે સકારાત્મક અને નકારાત્મક હોય છે આ એક ટ્વિટર વાંચી હતી અને તેમાં લખ્યું હતું કે, ક્યાં છુપાયેલો છે કાયર,ડરપોક. સલમાન ખાને દુબઈમાં નૂર નામની યુવતી સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. અને સલમાન ખાનને 17 વર્ષની પુત્રી પણ છે. અને તેનો પરિવાર અત્યારે દુબઈમાં રહે છે અને ક્યાં સુધી ભારતના લોકોને આમ જ મૂર્ખ બનાવતો રહીશ.

આ ટીપ્પણી વાંચીને દરેક લોકો ખુબ જ ચોંકી ગયા હતા. ખુદ સલમાન ખાન અને અરબાઝ ખાન પણ ખૂબ જ ચોંકી ગયા હતા. અરબાઝ ખાને સલમાન ખાનને પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે આપણે દરેક લોકો જાણીએ છીએ કે આ એક બક્વાસ વાત છે કોણે લખ્યું મને ખબર નથી પણ હું તેનો જવાબ જરૂર આપીશ.

સલમાન ખાને જણાવ્યું હતું કે હું નવ વર્ષનો હતો ત્યારથી જ ભારત મુંબઈમાં ગેલેક્સી એપાર્ટમેન્ટ માં રહું છું અને આ વાત આખુ ભારત દેશ જાણે છે અને મારા કોઈ લગ્ન થયા નથી, અને મારે કોઈ પત્ની કે પુત્રી પણ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here