લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આ વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે.અત્યાર સુધીમાં 89 હજાર લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યો છે જ્યારે 15 લાખ કરતા પણ વધારે લોકોને સંક્રમણ પહોંચાડી ચુક્યો છે.કેટલાક દેશમાં તો કોરોનાનું સંક્રમણ મહિલાની સરખામણીમાં સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે.જેથી એક સવાલ એ છે કે, શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે કે પછી પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે.મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે..ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે.બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે કોરના વાયરસ કે જે સૌથી પહીલા માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે.
તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ ધુપ્રમાનના કારણે કોરોનાથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે.કોવિડ ૧૯ના કિસ્સાઓ વધવા માંડયા એ સાથે જ ઇન્સેન્ટિવ કેર નેશનલ ઓડિટ એન્ડ રિસર્ચ સેન્ટરે એવું તારણ કાઢયું કે ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરવામાં આવતા અતિગંભીર ૨૦૦૦થી વધુ દર્દીઓમાંથી ૭૩ ટકા પુરુષો હોય છે.જો કે ૫૨થી ૭૦ વર્ષની વયના આ દર્દીઓમાંથી હજુ કેટલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તે જાણવા મળ્યું નથી.પરંતુ એટલું ચોક્કસ કે આ ફ્ક્ત બ્રિટનની જ ઘટના નથી.ગ્લોબલ હેલ્થ ૫૦/૫૦ દ્વારા કોરોના વાઇરસના કેસોમાં પુરુષો અને મહિલાઓની માહિતી એકત્ર કરે છે.
અત્યાર સુધીમાં ૧૮ દેશોમાંથી વિશ્વસનીય આંકડા મેળવાયા છે.આ તમામ આંકડાઓમાં સામાન્ય રીતે કોવિડ ૧૯ના સંક્રમણનું પ્રમાણ પુરુષો અને મહિલાઓમાં લગભગ સરખું જોવા મળ્યું છે.પરંતુ જ્યારે વાત કોરોનાને કારણે થતા મૃત્યુની હોય ત્યારે આ ગુણોત્તર બદલાઇ જતો હોય છે અને મહિલાઓની સરખામણીએ પુરુષોનો મૃત્યુદર વધી જતો હોય છે.કોરોના વાઈરસથી મૃત્યુ પામનારા પુરુષોનું પ્રમાણ ક્યાં કેટલું.ગ્રીસ અને પેરુમાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામનારાઓમાં ૭૨ ટકા પુરુષો હતા.
જ્યારે ઇટાલીમાં એ આંકડો ૬૮ ટકાનો હતો જ્યારે ચીન, ડેન્માર્ક અને જર્મનીમાં કુલ મૃત્યુ પામનારા દર્દીઓમાંથી ૬૪ ટકા દર્દીઓ પુરુષો હતા.હજુ બ્રિટનનો ડેટા અપડેટ થયો નથી પરંતુ માર્ચના અંત સુધીમાં બ્રિટનમાં પણ એ જ ચિત્ર ઉપસે છે.માર્ચના અંત સુધીમાં બ્રિટનમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓ ૬૦૦૦ લોકોમાં ૬૧ ટકા પુરુષો હતા.મહિલાઓની સરખામણીએ પુરુષોના મૃત્યુ કોરોના વાઇરસથી વધુ કેમ જો કે આ ચિત્ર જોયા પછી એક જ પ્રશ્ન થાય કે મહિલાઓ કરતાં પુરુષોનાં। મોત કોરોના વાઇરસની બીમારીમાં કેમ વધુ થાય છે.આ ભેદભાવ પહેલાં ચીનમાં નોંધવામાં આવ્યો હતો.ચીનમાંથી જ કોરોનાની બીમારી પહેલી ઉદભવી હતી.
૧૧ મી ફેબ્રુઆરી સુધી ચીનમાં મહામારીના ૪૪,૬૭૨ કેસોનું વિશ્લેષણ કરતાં જણાયું હતું કે આ બીમારીથી મૃત્યુદર પુરુષોમાં ૨.૮ ટકા છે જ્યારે મહિલાઓમાં મૃત્યુદર ૧.૭ ટકા છે.બ્રિટનમાં કોરોના વાઈરસનું લિંગભેદનું ચિત્ર હજુ અસ્પષ્ટ હજુ કોરોનાનો પ્રકોપ આગળ વધી રહ્યો છે ત્યારે ડેટા હજુ અપૂર્ણ છે.કેર હોમ્સમાં કોરોના પોઝિટિવ કેસો અને શંકાસ્પદ કોરોના કેસોમાં કેટલાના મૃત્યુ થયા તેના આંકડા હજુ ઉમેરાય પછી ખરું ચિત્ર બ્રિટનનું મળશે.ઇન્ડસ્ટ્રી બોડી કેર ઈંગ્લેન્ડે જણાવ્યું હતું કે કેર હોમમાં મૃત્યુનો આંકડો ૧૦૦૦ ની નજીક હશે અને તેમાં મોટા ભાગની વૃદ્ધ મહિલાઓ હશે.એ કારણથી બ્રિટનમાં મહિલાઓના કોરોનાથી થતા મૃત્યુનો આંકડો દેશમાં અત્યારે છે તે ઓછો હશે.
જો કે ગ્લોબલ હેલ્થ ૫૦-૫૦ નું તારણ એવું છે કે કોરોના વાઇરસને કારણે થતા મૃત્યુમાં મહિલાઓ કરતાં પુરુષોના મૃત્યુ ૫૦ થી ૮૦ ટકા વધુ હશે.કોરોના વાઈરસમાં પુરુષોના ઊંચા મૃત્યુદર – સંક્રમણ પાછળ જીવનશૈલી કારણભૂત.કેટલાક નિષ્ણાતો કોરોના વાઇરસથી પુરુષોના ઊંચા મૃત્યુદર માટે જીવનશૈલીને કારણભૂત માને છે. જો કે તેમનું એ તારણ ચીનને આધારે છે, તેથી કેટલાકને આૃર્યમાં મૂકે છે.ચીનમાં ૫૦ ટકા પુરુષો ધૂમ્રપાન કરે છે, જ્યારે મહિલાઓમાં ફ્ક્ત ૪ ટકા મહિલાઓ જ ધૂમ્રપાન કરે છે.એમ પણ ધૂમ્રપાન ફેફ્સાં અને હૃદયરોગનું જોખમ વધારે છે.ઉપરાંત ધૂમ્રપાનને કારણે હાઇ બ્લડપ્રેશર અને કેન્સરનું જોખમ વધુ રહે છે જે કોવિડ ૧૯ને કારણે વધુ ગંભીર બને છે.
યુરોપમાં ધૂમ્રપાન ઓછું, તો પણ કોરોના વાઈરસનો ભોગ બન્યા પુરુષો વધુ જો કે ચીનમાં થયેલા અભ્યાસમાં ધૂમ્રપાનને જવાબદાર ઠેરવવામાં આવે છે, પરંતુ એ તારણ પશ્ચિમના દેશોમાં બંધબેસતું નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના મતે યુરોપમાં ધૂમ્રપાનનો દર સરેરાશ ૨૯ ટકા જેટલો નીચો છે. પુરુષો સિગારેટ વધુ પસંદ કરે છે, મહિલાઓમાં પણ અહીં ધૂમ્રપાનનો દર ઊંચો છે.કોરોના કુળના સાર્સ રોગમાં પણ પુરુષોને જ વધુ સંક્રમણ .જો કે કોરોના વાઇરસમાં પુરુષોના ઊંચા મૃત્યુદર અંગે બીજું જ કોઇ પરિબળ ભાગ ભજવતું હોવું જોઇએ. ખરેખર તો વાઇરસની વાત કરવામાં આવે ત્યારે પુરુષ નબળી જાતિ ગણાય છે.સાર્સની બીમારીમાં પણ એ જ ચિત્ર છે.
૨૦૦૩માં એ બીમારી આખા વિશ્વને ઘેરી વળી હતી.જો કે વૈશ્વિક સ્તરે એ બીમારીએ ફ્ક્ત ૭૮૦ લોકોને ભરખી ગઇ હતી. જ્યારે કોરોના વાઇરસે અત્યાર સુધીમાં ૯૦ હજારથી વધુ લોકોનાં મોત નોતર્યા છે.જો કે મૃત્યુદરની દૃષ્ટિએ એક જ કુળના હોવા છતાં કોરોના અને સાર્સમાં મોટો ભેદ છે પરંતુ સાર્સ પણ કોરોનાની જેમ પુરુષો માટે વધુ ઘાતક પુરવાર થયો હતો.સાર્સથી સંક્રમિત પુરુષોમાં ૨૧ ટકા પુરુષોના મૃત્યુ થયા હતા જ્યારે મહિલાઓમાં ફ્ક્ત ૧૩ ટકા મોતને ભેટી હતી.શ્વસનતંત્રના વાઇરસના ચેપ જ પુરુષોને વધુ ભોગ બનાવે કોરોના કુળના જ બીજા એક રોગની વાત કરીએ તો મર્સ એટલે કે સ્ઈઇજી પણ પુરુષોને જ વધુ વળગ્યો હતો.મર્સ થયો હતો એવા કુલ દર્દીઓમાંથી ૬૩ ટકા દર્દીઓ પુરુષ હતા. જો કે આ જ પેટર્ન શ્વસનતંત્રના વાઇરસ ચેપમાં જોવા મળે છે.
પુરુષો જ આવા ચેપના વધુ ભોગ બન્યા એમ જોન હોપકિન્સ ખાતે સેક્સ ડિફ્રન્સીસ ઇનવાઇરલ ઇન્ફ્ેક્શન્સ એન્ડ વેક્સિનેશન રિસ્પોન્સીસ ઉપરનો અભ્યાસ કરનારી સાબ્રા ક્લેઇન કહે છે.બાલ્ટિમોર ખાતેની બ્લૂમબર્ગ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થમાં ફ્રજ બજાવતી સાબ્રા કહે છે કે આ વધુ એક વાઇરસ છેજેની સામે મહિલા બહુ સારી રીતે લડી શકી છે.પુરુષો કેમ વધુ સંક્રમિત થાય એ માટેનાં બે કારણો .પુરુષો શરીરની કાળજી ઓછી રાખવા ઉપરાંત વધુ શરાબ પીવાને કારણે સંક્રમણનો વધુ ભોગ બને વોર્વિક મેડિકલ સ્કુલ ખાતેના ક્લિનિકલ લેક્ચરર ડો. જેમ્સ ગિલ કહે છે કે, કોરાના જેવા વાઇરસ સામે પુરુષોના વધુ મૃત્યુ પાછળનું એક કારણ એ પણ હોઇ શકે છે કે તેઓ પોતાના શરીરની ખાસ કાળજી રાખતા નથી. તેઓ સરેરાશ વધુ શરાબ પીએ છે.
અભ્યાસ એમ પણ દર્શાવે છે કે પુરુષો ખાસ આરોગ્યપ્રદ આહાર લેતા નથી ઉપરાંત તેમને જે તબીબી સારવારની જરૂર હોય તે પણ ખાસ લેતા નથી.એ જ કારણસર મહિલાઓ કરતાં પુરુષો હાર્ટ અને ફેફ્સાંના રોગો, કેન્સર, હાઇ બ્લડપ્રેશર અને ટાઇપ ૨ ડાયાબિટીશ જેવી ગંભીર બીમારી વધુ ભોગવતા હોય છે.જાહેર આરોગ્યની સલાહ પુરુષો અવગણતા હોવાને કારણે વધુ ભોગ બને બીજો એક અભ્યાસ એવું સૂચવે છે કે પુરુષો જાહેર આરોગ્ય સલાહ મુજબ હાથ ધોવા કે સાબુનો ઉપયોગ કરવા જેવા સૂચનોનો ખાસ અમલ કરતા નથી.સૈદ્ધાંતિક રીતે એ વાત સામાજિક અંતર રાખવા બાબતે પણ લાગુ પડે છે.જો કે એ વાતના સીધા કોઇ પુરાવા નથી.
ઓક્સફેર્ડ યુનિ.ના ઇમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર ફ્લિીપ ગોલ્ડર કહે છે કે પુરુષો, મહિલાઓ વચ્ચે આ બધો વર્તણૂકોનો તફવત છે જે કોરોના જેવા સંક્રમણ વખતે મહત્ત્વનો ભાગ ભજવી જાય છે.મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.