સપના મા સાપ જોવાનો શું અર્થ છે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હિન્દુ ધર્મ માં સાપ ને પૂજનીય માનવામાં આવ્યો છે .સાપના કિસ્સાઓ આપણા ધર્મગ્રંથોમાં દરેક જગ્યાએ મળે છે. રામાયણ, મહાભારત અને પુરાણોમાં સાપનો લેખ દરેક જગ્યાએ મળે છે. ઘણી જગ્યાએ સાપ દેવતાનું પ્રતીક છે અને ઘણી જગ્યાએ તે મૃત્યુનો પર્યાય છે. સાપ આપણા જીવન સાથે જોડાયેલો છે. તેથી કોઈ પણ મનુષ્યને કોઈક વખત સાપ સપનામાં જુઓ તે સ્વભાવિક છે.

જો રાત્રે સાપનું સપનું આવી જાય છે તો નિશ્ચિત રીતે આપણે ખૂબ જ ડરી જઈએ છીએ. મનમાં તે જાણવા ની ઈચ્છા હોય છે કે શું આ કોઈ અમંગળ ની નિશાની તો નથી ને. સપનામાં સાપ જોવાના અલગ-અલગ અર્થ હોય છે કેટલીક વખત શુભ હોય છે અને કેટલીક વખત અશુભ. તો આવો જાણીએ કે સાપને સપનામાં જોવાનો અર્થ શુ હોય છે :

સાપને સપનામાં પકડવો : જો સપનામાં સાપ ને પકડતા તમે જોઈ લ્યો તો તે ખૂબ જ સારું છે. તેને જોવાથી તમને જીવનમાં ઘણી બધી ધન-સંપત્તિ મળે છે અને જીવનમાં ઘણી બધી પરેશાનીઓ ઓછી થઈ જાય છે.

સપનામાં સાપને મારવો : જો તમે સપનામાં સાપ ને મારતા જોયો છે તો તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં તમારી મૃત્યુ થવાની છે તે ટળી જશે અને તેનું બીજો અર્થ એ છે કે તમે તમારા દુશ્મનને ભવિષ્યમાં માત દઈ શકશો.

સપનામાં સાપ અને નોળિયાને ઝગડતા જોવા : આ સપના જોવાનો અર્થ એ છે કે તમને થોડાક જ સમયમાં સરકારી નોકરી માટે ની નોટીસ આવી શકે છે. તમારે કોઈ કોર્ટ કે કચેરીમાં કેસ  લડવાની શક્યતા છે.

સપનામાં સાપના દાંતને જોવા : આનો અર્થ એ છે કે તમારા જીવનમાં કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ તમને દગો દેવાનું છે.

સપનામાં સાપ નું ડંખ : જો તમે સપનામાં પોતાની જાતને શાપથી ડંખ મારતા જુઓ છો તો તે ભવિષ્યમાં આવનારા સંકટની સંકેત આપે છે. તેથી તમારે  સતર્ક થઈ જવું જોઈએ. તે સંકટ તબિયત વિશે પણ હોઈ શકે છે અને વેપારમાં પણ હોઈ શકે છે.

સપના મા સાપ ના બચ્ચાઓને જોવા : તેનો અર્થ પણ એ જ છે કે ભવિષ્યમાં તમારે માથે કોઇ સંકટ આવવાનું છે અને તમારે તેના માટે  સતર્ક થઈ જવું જોઈએ .

સાપને પોતાની ઉપર હુમલો કરતા જોવો : તેનો અર્થ એ છે કે આવનારો સમય તમારા માટે ખૂબ જ કઠિન છે .તમારે તમારા જીવનમાં દુઃખદર્દ  પડશે.

સપનામાં સાપ ને ઘાસની અંદર જાતા જોવો : તેનો અર્થ એ છે કે થોડાક જ સમયમાં તમને જીવનમાં ધન-સંપત્તિ મળશે. તમને એવી જગ્યાએ થી ધનની પ્રાપ્તિ થશે જેના વિશે તમને કોઈ સંભાવના નથી. તેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય

સાપને પોતાની બાજુએ આવતા જોવો : તેનો અર્થ એ છે કે થોડાક જ સમયમાં તમારી મૃત્યુ થવાની છે.

પોતાની જાતને સાપ સાથે ઝગડતા જોવું : તેનો અર્થ એ છે કે તમે જીવનની કઠીન પરિસ્થિતિઓમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી જશો. ખરાબ પરિસ્થિતિઓમાંથી તમે જલદી બહાર નીકળી શકશો.

સપનામાં શિવલિંગ પર સાપ ને જોવો : તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારી કોઈ મનોકામના પૂર્ણ થવાની છે.

Previous articleબસ એક વખત આ લગાવી લ્યો ચહેરો એટલો બધો રૂપાળો થઈ જશે કે દુનિયા તમને જ જોયા રાખશે
Next articleઆવા ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતાં નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here