હનુમાન જયંતીના દિવસે સારંગપુરના હનુમાનજીનો ઈતિહાસ જાણો ,કમેન્ટમાં જય કષ્ટભંજન જરુર લખો દરેક દુખ દુર થશે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

વિશ્વ પ્રસિદ્ધ સારંગપુરનું નામ સંભાળતા જ દરેક લોકોને હનુમાનજી યાદ આવી જાય છે, સારંગપુરના હનુમાનજીએ માત્ર ગુજરાતમાં કે ભારતમાં જ નહીં પરંતુ એ જગવિખ્યાત છે, કષ્ટભંજન દેવના પરચા અપાર છે, આજે અમે તમને તે હનુમાનજી ના જન્મ જયંતી નિમિત્તે સારંગપુરની ઈતિહાસીક ગાથા બતાવવાના છીએ. કાલે હનુમાન જયંતી છે અને આજે આપણે સારંગપુરમાં હનુમાનજી મહારાજ કેવી રીતે પ્રગટ થયા તેનો મહિમા વિષે જાણવાના છીએ.

એક વખત ગોપાળાનંદ સ્વામી બોટાદમાં હતા ત્યારે સારંગપુરના વાઘા ખાચર ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા માટે બોટાદ પધાર્યા, ગોપાળાનંદ સ્વામીએ વાઘા ખાચર ને આવતા જોઇને પૂછ્યું કે કેમ તમે સુખી તો છો ને? ત્યારે વાઘા ખાચર કીધું, મારે તો બે પ્રકારના કાળ છે, એક તો તમે બોટાદના હરિભક્તોને સુખી કરો છો જ્યારે કરીયાણીમાં વસતા ખાચર અને હરિભક્તોને સાધુઓ ખુશ કરે છે અને સારંગપુરમાં નથી અને બીજું કારણ છે કે છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ પણ થયો નથી આ બે વાત મારે દુષ્કાળ પડયો છે.

સારંગપુર શ્રીજી મહારાજનું પ્રસાદીનું સ્થળ છે, એટલે ત્યાં દરેક હરિભક્તો દર્શન કરવા માટે આવે છે, પરંતુ અમે આર્થિક રીતે સક્ષમ ન હોવાને કારણે તેની સેવા ભક્તિ ન કરી શકતા નથી. એટલે કોઈ પણ સંતો ત્યાં રોકાઈ શકતા નથી અને અમે તેને રોકાવા માટે આગ્રહ પણ કરી શકતા નથી એટલે અમે સત્સંગથી અને સેવાથી એમ બન્ને વાતે વંચિત છીએ.

આ વાત સાંભળીને ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે સારંગપુર પોતે તો મને પણ ખૂબ જ આકર્ષણ છે અને એ વાઘા ખાચરની ભક્તિ જોઈને સ્વામી બોલ્યા કે હું તમને એક ભાઈ આપું, જેનાથી તમારી બધી જ ફરિયાદો દૂર થઈ જશે. આ સાંભળીને વાઘા ખાચર કાંઈ સમજાતું નહીં પરંતુ તેની વાત સાંભળી રહ્યા હતા.

ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે દરેકને ભીડ ભાંગે તેવા હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા હું સારંગપુર ગામમાં કરી આપું, જેથી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય એમ કહીને કાનજી મિસ્ત્રીને હનુમાનજીની એક સુંદર પ્રતિમા બનાવવા માટે કહ્યું, ત્યારે નાનજી મિસ્ત્રી જો કોઈ ચિત્ર આપવામાં આવે તો હું તે પ્રતિમાને તરત જ બનાવી આપું, પરંતુ ચિત્ર વગર તો મને પ્રતિમા બનાવતા નહીં ફાવે.

આ સાંભળીને ગોપાલાનંદ સ્વામીએ કીધું લાવ હું જ હનુમાનજીની એક ચિત્ર બનાવી આપું અને હનુમાનજી નું ચિત્ર બનાવી આપ્યું, ત્યાર બાદ કાનજી મિસ્ત્રીએ તે મૂર્તિ બનાવી આપી. ૧૯૦૫ના આસો વદ પાંચમના દિવસે ગોપાળાનંદ સ્વામીએ પોતાના હાથે જ હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરી.

ગોપાળાનંદ સ્વામી એ થાંભલો પકડીને  જયારે મૂર્તિ પ્રતિષ્ઠા કરે તો હનુમાનજીની મૂર્તિ થર ધ્રૂજવા લાગ્યા, આ જોઇને મુક્તાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે, જો હનુમાનજીનું એશ્વર્ય આટલું બધું પ્રગટ થશે તો ધોલેરાના મદન મોહન મહારાજ અને ગઢડાના ગોપીનાથજી મહારાજના દર્શન કરવા કોઈ નહિ જાય અને બધા જ સારંગપુર ના દર્શન કરવા આવશે, એટલે થોડી દૃષ્ટિ પાછી ખેંચી લીધી.

ગોપાળાનંદ સ્વામી એ કહ્યું કે મારી ઈચ્છા તો હનુમાનજી પ્રત્યક્ષ વાત કરે એવી હતી પરંતુ હનુમાનજીને દર્શન કરતાં માનતા કે બાધા રાખતા કોઈ પણ માણસ આવશે તો તેના દરેક કષ્ટ દૂર થઈ જશે એટલે તેનું નામ કષ્ટભંજન રાખવામાં આવ્યું છે.

કોઈપણ જ્ઞાતિ કોમના લોકો કોઈપણ બાધા કે માનતા રાખવામાં આવે તો સારંગપુરના હનુમાનજી અવશ્ય પૂરી કરે છે,
ભૂત, પ્રેત મલિન હોય તો તે તરત જ નીકળી જાય છે, અને જે લાકડીનો ટેકો દઈને ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી સામે દૃષ્ટિ કરી હતી તે લાકડી પણ ત્યાં જ રાખવામાં આવી છે, તે લાકડી ને પાણીમાં બોળી આવે તો તરત જ દૂર થઈ જાય છે.

સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજને દર્શન કરવા આજે હજારો ભક્તો આવે છે અને એ લોકો પોતાની બાધા-માનતા પૂરી કરે છે, જે લોકોને ભૂત-પ્રેતનો છાયો હોય તે લોકો પણ સારંગપુરના હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે પહોંચી જાય છે.

કાલે હનુમાન જયંતી હોવાથી ત્યાં ખૂબ જ મોટો મહાયજ્ઞ થવાનો છે, અને ખૂબ જ ધામધૂમથી હનુમાન જયંતિ ઉજવવાની છે તો ત્યાં જઈ શકે તેમ હોય તે લોકો હનુમાનજી મહારાજના દર્શન અવશ્ય કરે, દરેક લોકોના કષ્ટ દૂર કરનારા સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મહારાજની કૃપા અપરંપાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here