લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આઠવડિયાનો દરેક દિવસ કોઈ નકોઈ દેવી દેવતાઓને સમર્પિત છે,તેજ રીતે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુજીની પૂજા અર્ચના કરવા વિશેષ દિવસ માનવામાં આવે છે.આ દિવસે ભગવાન વિષ્ણુજી ની કૃપા પ્રાપ્ત કરવા માટે લોકો તેમની વિધિ વિધાનથી પૂજા કરે છે.એવું કહેવામાં આવે છેકે જો કોઈ વ્યક્તિની પૂજાથી ભગવાન વિષ્ણુજી પ્રસન્ન થાય તો તે વ્યક્તિના જીવનની સમસ્યા દૂર થાય છે અને તેને સુખની પ્રાપ્તિ થાય છે.
ભગવાન વિષ્ણુજી ને જગતના પાલનહાર કહેવામાં આવે છે.તેમની કૃપાથી કોઈ પણ વ્યક્તિ ની કિસ્મત બદલાઈ જાય છે.બૃહસ્પતિ ને દેવતાઓના ગુરુ કહેવામાં આવે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ ખરાબ હોય તો તે વ્યક્તિને પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.બૃહસ્પતિને ધન લગ્ન જીવન અને સંતાનના પરિબળ માનવામાં આવે છે.તે માટે તેની સ્થિતિ કુંડળી માં શુભ હોવી જરૂરી છે.
આજે અમે તમને કેટલાક એવા ઉપાય બતાવાં ના છેજેને કરી તમે તમારી કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહને શુભ બનાવી શકો છો અને આ ઉપયના સહયોગથી તમે ભગવાન વિષ્ણુજી ની પણ કૃપા પ્રાપ્ત કરી શકો છો.ગુરુવારે આ ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે.
આવો જાણીએ છીએ કે ગુરુવારે સૌભાગ્ય પ્રાપ્તિ માટે કયો ઉપાય કરવો જો તમે બૃહસ્પતિ નો આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો તો તે માટે ગુરુવારના દિવસે ધાર્મિક પુસ્તકોનું દાન કરો.
તેનાથી શિક્ષાના માર્ગમાં આવતી બધા દૂર થશે.જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહની સ્થિતિ ખરાબ હોય તો એવામાં તે વ્યક્તિને ગુરુવારના દિવસે કોઈ મંદિરમાં જઈ કેસર અને ચણાની દાળનું દાન કરવું જોઈએ.તેનાથી તમને તમારા જીવનમાં સારા પરિણામ મળે છે.તેની સાથે સાથે જો તે પોતાના માથા પર તિલક લગાવે છે તો તેનાથી તમને ફાયદો મળે છે.
જો તમે ગુરુવારના દિવસે કેળાંની પૂજા અને તેના પર જળ અર્પણ કરો તો તેનાથી લગ્ન માં આવનારો અવરોધ દૂર થાય છે.તે સિવાય લગ્ન જીવનમાં પણ કોઈ પ્રકારની સમસ્યા ઓ ઉત્પન્ન થતી નથી.જો તમે આર્થિક અછતથી બચવા માંગો છો તો તે માટે ગુરુવારના દિવસે પૈસાની ઉધાર લેવડ દેવડ ના કરશો.કારણ કે તમારી કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ ખરાબ થવાની સંભાવના રહે છે.
જેના કારણે આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે.ગુરુવારના દિવસે વ્યક્તિને વ્રત જરૂર કરવું જોઈએ અને આ દિવસે સત્યનારાયણની વ્રત કથા સાંભળવી અને વાંચવી જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુજી ની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર હંમેશા રહેશે.જેનાથી તમારા કેટલાક દુઃખોનો સમાધાન થશે.
જો તમે ગુરુવારના દિવસે કોઈ વૃદ્ધ બ્રાહ્મણને ભોજન કરાવો અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરો તો તેનાથી બૃહસ્પતિ દેવનો પણ આશીર્વાદ મળે છે.જો તમે તમારી કિસ્મત ચમકાવ વા માંગો છો તો તે માટે ગુરુવારના દિવસે પીળાં રંગના વસ્ત્રો ધારણ કરવા.તેને જ્યોતિષ શાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે.આ ઉપાય સારી કિસ્મત મેળવવા માટે ખુબજ અસરકારક માનવામાં આવે છે.