લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ફેમસ પંજાબી શાક ‘સરસોં દા સાગ’ આ રીતે બનાવશો તો ઢાબા જેવું જ ટેસ્ટી બનશે
સરસોં દા સાગ અને મક્કે દી રોટી
પંજાબી ડિશ ખાવાના શોખીનો સીઝન આવે એટલે એકવાર જરુર સરસોં દા સાગ ખાવા માટે પોતાના શહેરના ફેમસ પંજાબી ઢાબા કે હોટેલ પર જતા હોય છે. ગરમા ગરમ શાક અને ગરમ મકાઇની રોટલી શિયાળાની ઠંડીને ઉડાડી દે છે. આમ પણ સરસવ આરોગ્યની દ્રષ્ટીએ પણ ખૂબ જ હેલ્ધી છે. તો જાણી લો રીત અને ઘરે જ બનાવો ઢાબા જેવું ટેસ્ટી સરસોં દા સાગ કરો.
જોઈતી સામગ્રી
- 250 ગ્રામ સરસોં(સરસવ)ની ભાજી
- 150 ગ્રામ પાલક
- 50 ગ્રામ ગાજર
- 1/2 કપ મકાઈ દાણા
- 100 ગ્રામ ટામેટા
- 3 ટી સ્પૂન મકાઈનો લોટ
- 3 ટેબલ સ્પૂન ઘી
- 1 ટેબલ સ્પૂન જીરું,
- ચપટી હિંગ
- 5 કળી જીણું સમારેલું લસણ
- 100 ગ્રામ ઝીણી સમારેલી ડુંગળી
- 4 લીલા મરચા
- 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર
- 1 ટી સ્પૂન ખાંડ
- 2 ટેબલ સ્પૂન બટર
- મીઠું પ્રમાણસર
બનાવવાની રીત
સરસોંને ગુજરાતીમાં સરસવની ભાજી કહેવાય છે. આ સરસવ અને પાલકની ભાજી ઝીણી સમારી પાણીમાં 2 મિનિટ ઉકાળો. ત્યારબાદ તેને ઠંડી કરી મિક્સરમાં પીસો લો. હવે ગાજરને છીણી લો. મકાઈના દાણા બાફીને અધકચરા વાટી રાખવા, ટામેટા નાના સમારવા, મકાઈનો લોટ પાણીમાં ઘોળીને પીસેલી ભાજીમાં મિક્સ કરો.
બનાવવાની રીત.
આટલી પૂર્વ તૈયારી થઈ ગયા બાદ એક વાસણમાં ઘી મૂકી જીરું, હિંગ નાખીલસણ, ડુંગળી અને ગાજરનો વઘાર કરો. આ મિશ્રણને લસણ સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં મકાઈના દાણા, લીલા મરચા, કોથમીર, ટામેટાના ટુકડા, મીઠું, ખાંડ, નાખી 5 મિનિટ સુધી મિશ્રણને હલાવતા રહો પછી બાફેલી અને ક્રશ કેરેલી ભાજીને તેમાં મિક્સ કરો. બસ હવે આ મિશ્રણને ફક્ત 5 મિનિટ સુધી ઉકાળવું અને બરોબર મિક્સ કરી લેવુ. ગેસની આંચ બંધ કરતા પહેલા પ્રમાણસર બટર નાખી. શાકને ગરમ ગરમ પીરસો.
તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ રેસીપી કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ રેસીપી ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…