લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
દિવસેને દિવસે લીંબુના ભાવમાં વધારો થતો જાય છે જેના કારણે ઘણી બધી આશ્ચર્ય પમાડે તેવી ઘટનાઓ સામે આવી છે. એ થોડા દિવસ પહેલા લીંબુની ચોરીની ઘટના સામે આવી હતી. ત્યારબાદ આ આજે એક લીંબુ ઝાડ પરથી તોડવાથી સાસુ અને નણંદએ મળીને વહુની હત્યા કરી નાખી હતી .તેવી ઘટના સામે આવી છે આ ઘટના સાંભળતા જ દરેક લોકોના રૂવાંટા ઉભા થઇ જાય છે.
લીંબુના ભાવમાં વધારો થતાં ક્યારેય ન સાંભળી હોય તેવી ઘટના રોજબરોજ બનતી જાય છે. ઘણા લોકો તો લીંબુ કોઈ ચોરી ન કરે તે માટે સીસીટીવી કેમેરા પર લગાવે છે. અને આ લીંબુની સંગ્રહખોરી થવાના કારણે લીંબુના ભાવમાં વધારે ને વધારે મોંઘા થતા જાય છે.
પરંતુ આપણે વિચાર્યું પણ નહીં હોય તેવી ઘટના સામે આવી છે. બિહારના ચંપારણ ચીનપુર ગામમાં લીંબુ તોડવાના વિવાદમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. પણ જ્યારે પુત્રવધુ લીંબુ ઝાડ પરથી તોડતી હતી ત્યારે સાસુ અને વહુ વચ્ચે ખુબજ મોટો ઝઘડો થયો હતો. અને ત્યારબાદ વહુ ને સાસુ, નણંદ અને જેઠ-જેઠાણી મળીને ખૂબ માર માર્યો.
ત્યારબાદ તેને દોરડાથી મારીને હત્યાનો કિસ્સો સામે આવ્યો છે આ માહિતી સાંભળતા જ આખા પંથકમાં ખૂબ જ દોડધામ મચી ગઇ હતી. હત્યા બાદ સાસુ અને નણંદ બંને ફરાર છે. જ્યારે આ પૂરી ઘટનાની જાણ પોલીસને થઈ ત્યારે તે ઘટના સ્થળે આવે અને બોડીને પોસ્ટ મોર્ટમ કરવા માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મૃતકનું નામ કાજલ દેવી છે. તેનો પતિ અને સસરા કામ બાબતે રાજ્યમાં હતા. એક સાવ સામાન્ય લીંબુના કારણે એક માસૂમને પોતાનું જીવન ગુમાવવું પડ્યું હતું.