સૌથી મોટા સમાચાર :- કોરોના કાળમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો મોટો નિણર્ય…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

તાજેતરમાં કોરોના વાયરસની બીજી લહેર શરુ થઇ ગઇ છે. જે કોરોના ના પહેલા તરંગ કરતા વધુ જોખમી માનવામાં આવી રહી છે. આ દરમિયાન લોકો વધુને વધુ સંક્રમિત થઇ રહ્યા છે. આ સિવાય કોરોના વાયરસના લક્ષણો પણ પહેલા તરંગ કરતા સાવ જુદા દેખાઈ રહ્યા છે. હવે શહેરોની સાથે સાથે ગામડાના લોકો પણ સંક્રમિત થઇ રહ્યા છે.

આ બધાની વચ્ચે લોકો વધુને વધુ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. જેના લીધે ઓક્સિજનની અછત ના થાય એટલા માટે સરકાર દ્વારા મોટો નિણર્ય લેવામાં આવ્યો છે. હા, કેન્દ્ર સરકારે ગુરુવારના દિવસે મેડિકલ વિભાગને ધ્યાનમાં લઈને લીધો છે.

 

દેશમાં વધી રહેલા કોરોના ને અટકાવવા માટે સરકાર દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોઈને હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જેના અર્થે કેન્દ્ર સરકાર દ્વારા નવા 100 ઑક્સિજન પ્લાન્ટ લાગુ કરવામાં આવ્યા છે.

 

સરકાર દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટ કહ્યું છે કે કોરોનાની ગંભીર સ્થિતિને જોતા 100 હોસ્પિટલ માં ઑક્સિજન લાગુ કરવામાં આવશે. જેના પછી 50 હજાર મેટ્રિક ટન ઓક્સિજનની આયાત કરવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરેલા નિવેદનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે આ સંબંધમાં તેઓ આદેશ જારી કરી રહ્યા છે અને તેને ગૃહ મંત્રાલય દ્વારા અધિસૂચિત કરવામાં આવશે. તેઓએ કહ્યું કે આવશ્યકતા ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

મંત્રાલયે કહ્યું કે હાલમાં જરૂરિયાત અનુસાર ઓકિસજન સ્ટોક હાજર કરવામાં આવ્યો છે. જેના લીધે હાલમાં ઑક્સિજન સ્ટોક થઇ ગયો છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ હાલમાં પોતાનો હાહાકાર આખા દેશમાં ફેલાઈ રહ્યો છે. જેનાથી સમગ્ર દેશમાં ભયનો માહોલ છે.

Previous article2021થી લઈને 2030 સુધી આ રાશિઓ રાજાની જીવ વિતાવશે જીવન, ભોલેનાથ કરી દેશે માલામાલ…
Next articleમાનવતાના નામે કલંક :- વોર્ડ બોયે કોરોનાથી ચેપગ્રસ્ત વ્યક્તિનું કાઢી લીધું ઑક્સિજન માસ્ક, બાળકનું તડપી તડપીને થયું મોત…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here