લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કોરોના વાયરસનો કહેર વાયુવેગે આખા દેશમાં ફેલાઈ રહ્યો છે. જેના લીધે લોકો પણ તેનાથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ગુજરાત રાજ્યમાં તો વાયરસ રોકાવાનું નામ લઈ રહ્યો નથી. જોકે થોડાક સમય પહેલા હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યમાં 3થી4 દિવસ લોકડાઉન કરવાનો નિર્દેશ કર્યો હતો પંરતુ ગુજરાત સરકાર દ્વારા થોડાક ફેરફાર કરવામાં આવ્યા હતા અને લોકડાઉન આપવામાં આવ્યું નથી.
આ દરમિયાન કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. હા, સરકાર દ્વારા CBSEની પરીક્ષા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 10ની CBSE પરીક્ષા રદ કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12ની CBSE પરીક્ષા હાલ પૂરતી મોફૂક રાખવામાં આવી છે.
CBSEની પરીક્ષા એકદમ નજીક આવી રહી હતી. આવામાં કોરોના વાયરસ ને લીધે સરકાર દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એક મોટો નિણર્ય લેવામાં આવ્યો હતો. આ નિણર્ય અનુસાર ધોરણ 10ની CBSE પરીક્ષા લેવામાં આવશે નહીં.
દેશમાં યોજવનાર કેન્દ્ર સરકારની પરીક્ષા CBSE ધોરણ 10 માટે કેન્સલ કરવામાં આવી છે. જ્યારે તમામ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોટ કરી દેવામાં આવે તેવો નિર્ણય લીધો છે.
તાજેતરમાં ધોરણ 12ની CBSE પરીક્ષા મોફુક રાખવામાં આવશે. બીજી તરફ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ સરકારે રાજ્ય બોર્ડની એક્ઝામ બાદ ઠેલવાનો નિર્ણય કરી લીધો છે.