લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ઉનાળો આવતા જ લોકો અમુક ફળો ની રાહ જોતા હોય છે, જેમકે કેરી, તરબૂચ, દ્રાક્ષ, શક્કર ટેટી જેવા ફળો જોવા મળે છે. અને શરીરમાં પાણી જળવાઈ રહે તે માટે લોકો આ ફળ ખાતા હોય છે. મોટાભાગે દરેક લોકોને શક્કર ટેટી ભાવતી જશે અને જે લોકોને ન ભાવતી હોય તે લોકો આજે ના ફાયદા જાણશે એટલે તે પણ કાલથી જ ખાવાનું શરૂ કરી દેશે.
ગરમીની સીઝનમાં આપણા શરીરમાં પાણીની ઉણપ ન થાય તે માટે વધારે પાણી પીવું જોઈએ આ ઉપરાંત વધારે પાણીવાળા ફળોનું સેવન કરવું જોઈએ. શક્કરટેટી વિટામીન એ, વિટામીન સી, આયર્ન, પોટેશિયમ, કોપર, ફાઇબર, વિટામિન કે જેવા અનેક તત્વો ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે. શકરટેટી ફેફસાના કેન્સરની સંભાવનાને દુર કરી રક્ત કોશિકાઓમાં ને જાડી થતા અટકાવે છે એટલે હાર્ટ અટેકની બિમારીઓ દૂર રહે છે.
જે લોકોને પાચન સંબંધી સમસ્યા હોય તે લોકોએ શક્કર ટેટી જરૂર ખાવી જોઈએ, તેનાથી પાચન સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપરાંત પાચનસંબંધી સમસ્યા પણ દૂર રાખે છે. જો તમે મોટાપણાથી પીડાતા હોય તો ટેટીનું સેવન કરવું જોઈએ. શક્કર ટેટીના બીજમાં ભરપૂર પ્રમાણમાં કેલરી હોય છે માટે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. જે વ્યક્તિને ટાઈપ ટૂ ડાયાબિટીસ હોય તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
શક્કરટેટી માં રહેલા પોટેશિયમ ને કારણે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે, આ ઉપરાંત જે વ્યક્તિને ડાયાબીટીસ હોય તે લોકો માટે સક્કરટેટી ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. બીજને મેવાની જેમ પણ ખાઈ શકાય છે. ઘણી વખત આપણે મીઠાઈમાં તેના બીજનો ઉપયોગ અથવા સલાડમાં નાખીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
શક્કર ટેટીમાં 95 ટકા જેટલું પાણી રહેલું છે શક્કર ટેટી ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો છે. ઝાડા થઈ ગયા હોય તો શક્કરટેટીમાં કાળા મરી અને સેંધા નમક નાખીને ખાવું તેનાથી પાચન શક્તિ સારી થઇ જાય છે.