લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મોટાભાગે દરેક લોકોને શરદી એકવાર તો થઇ જ હોય છે. ઘણી વખત એવી શરદી થઈ જાય છે કે માથાને નીચી કરતાની સાથે જ નાકમાંથી પાણી નીચે પડે છે. ઘણીવાર તો આ એલર્જી જેવું થઇ જાત છે. જો વાતાવરણ અનુકૂળ ન આવતું હોય કે કોઈ ધૂળ માટી ની એલર્જી હોય તો આ પ્રકારનું શરદી થાય છે.
ઠંડીમાં શરદી થઇ હોય કે ગરમીમાં શરદી થાય તો નાકમાંથી પાણી આવવાનું શરૂ થઈ જાય છે અને નાકમાંથી એકધારું પાણી પડવાને કારણે આપણે કોઈપણ કામ સારી રીતે કરી શકતા નથી. ઘણી વખત ઉનાળામાં ફુલ પંખો રાખવાની કે એસીમાં સૂવાનું ટેવ હોય છે. ફુલ પંખો રાખીને સૂવાની ટેવ હોય તો માથામાં એક પ્રકારનું પાણી ભરાઈ જાય છે અને નાક વાટે તે બહાર નીકળે છે.
શરદી થાય ત્યારે ખૂબ જ તકલીફ થાય છે સરખી ઊંઘ પણ આવતી નથી. અને શાંતિથી કોઈ કામ પણ કરી શકતા નથી, ઘણા લોકોને આવી શરદી બે-ત્રણ દિવસ થાય છે અને મટી જાય છે પાછી અને થોડા દિવસ થતાની સાથે જ ફરીથી શરદી થાય છે તો તે લોકો માટે કાયમી ઘરેલુ ઈલાજ આજે અમે તમને બતાવી રહ્યા છીએ.
ચીની કબાબ. ચીની કબાબ એ દેખાવમાં મરીના દાણા જેવા જ હોય છે, તે આસીની થી ઓસડીયા વાળાની દુકાને મળી જાય છે. ચીની કબાબને દૂરથી જોઈએ તો મરી જ દેખાય છે અને જ્યારે આપણે મોઢામાં નાખે છે ત્યારે ખબર પડે કે આ મરી નથી. પરંતુ ચીની કબાબ પાણી જેવી શરદી થઈ ગયો હોય તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ હૃદય રોગ અને પથરીમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
નાકમાંથી પાણી પડતું હોય તો રોજ સાંજે થોડા ચીની કબાબ ના દાણાને પાણીમાં પલાળવા અને સવારે ઊઠતાની સાથે જ તેને બરાબર ચોળીને પી જવા. 15 દિવસ કરવાથી કાયમ માટે શરદી જડમૂળમાંથી મટી જાય છે.
આ ઉપરાંત જે લોકોને બંધ નાક ની તકલીફ હોય તે લોકો માટે શુદ્ધ દેશી ગાયનું ઘી ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે તે માટે દેશી ઘી ને હુંફાળું ગરમ કરીને નાકમાં બે-બે ટીપાં નાખવા માત્ર જ બે મિનિટમાં નાક ખુલી જાય છે. આ ઉપરાંત ગરમ દૂધમાં આદુ અને હળદર નાખીને પણ સેવન કરવાથી બંધ નાક ખૂલી જાય છે.