લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
દિવસેને દિવસે જાહેર રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યા છે, અને આ રખડતા ઢોર મોટા ભાગે રોડ પર જ બેઠેલા જોવા મળે .છે અને જેના કારણે ઘણી વખત ગંભીર અકસ્માત પણ થાય છે. અને કેટલાકને [પોતાની જાન ગુમાવવાનો વારો પણ આવે છે.
રસ્તા વચ્ચે જો રખડતા ઢોર બેઠા હોય તો ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે, મોટાભાગે આપણે જોઈએ છીએ કે રસ્તા પર રખડતા ઢોર બેઠા હોય છે, અને જેના કારણે ઘણી વખત ગંભીર અકસ્માત સર્જાય છે ઘણી વખત તો મૃત્યુના સમાચાર પણ સામે આવે છે. જો યોગ્ય પગલાં લેવામાં ન આવે તો ઘણા લોકોના મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ છે, દિવસે ને દિવસે વડોદરામાં રસ્તા પર રખડતા ઢોરો નું પ્રમાણ વધતું જાય છે એક એવો જ કિસ્સો સામે આવ્યો છે.
વડોદરા શહેરમાં રહેતા હેનીલ પટેલ જ્યારે ફરસાણ લઈને ઘરે જતો હતો ત્યારે કોઈએ ગાયને પથ્થર મારતાં ગાય દોડાદોડ ભાગવા લાગી અને ગાયનું શીંઘડુ તેની આંખમાં વાગી અને એક આંખ ફૂટી ગઈ હતી. આ ઘટના આખી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
હેનીલના માતા પિતાએ કોર્પોરેશને લાપરવાહીને કારણે આ બનાવ બન્યો હતો તેવું કહ્યું છે. તેણે કોર્પોરેશનને આ મામલે જલદી કાર્યવાહી કરવા માટે કહ્યું છે. જેથી કરીને બીજા કોઈને આવો ગંભીર અકસ્માતનો ભોગ ના બનવું પડે.