શુ ખરેખર માં વિલુપ્ત થઈ જવાનું છે બદ્રીનાથ ધામ? કથાઓ માં કહેવામાં આવ્યું છે કે આવનાર સમય માં બદ્રીનાથ ધામ નહીં રહે,જાણો કેમ….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.બદ્રીનાથ ભારત દેશની ઉત્તર દિશામાં આવેલા હીમાલય પર્વતમાળામાં આવેલા ઉત્તરાંચલ રાજ્યમાં આવેલું હિંદૂ ધર્મમાં લોકોનું મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામનો ભારતના ચારધામ અને ઉત્તરાંચલના ચારધામ એમ બંનેમાં સમાવેશ થાય છે. અલકનંદા નદીના કિનારે વસેલા આ તીર્થધામ ખાતે આવેલું મંદિર ભગવાન વિષ્ણુના એક રુપ બદ્રીનારાયણને સમર્પિત છે. આ મંદિરની સ્થાપના ૯મી સદીમાં આદિ શંકરાચાર્યજીએ કરી હતી. બદ્રીનાથ ઋષિકેશ થી આશરે ૨૯૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

અલકનંદાનો બ્રિજપસાર કરીએ એટલે બહુજ સરસ અને અને વિશાલ બદ્રીનાથનું મંદિર આવે. એટલે જ આ મંદિરને બદરી વિશાલ કહેવામાં આવે છે. ઠંડી હિમગાર અલકનંદા પાસે જ ગરમ પાણીના કુંડો છે. એમાં નાહ્યા પછી જ મંદિર માણવાની બહુજ મજા આવે. બદ્રીનાથથી આગળ પહાડી નંદાદેવી નેશનલ પાર્ક આવે અને પછી ચીનની સરહદ. ઉત્તરાપથનું યાત્રાધામ અનેક પર્વતીયરસ્તાઓ અને નયનરમ્ય પહાડોની મજા માણતા બહુ જ આસનીથી ત્યાં પહોંચી શકાય છે. જે જોવાનું છે એ તો મુસાફરીમાં બહાર દેખાતી હિમાલયની પ્રકૃતિ, બાકી દર્શન બહુ દુર્લભ નથી જ. આ બદ્રીનાથ એ ભારતનાં ચાર ધામો માનું પણ એક છે અને ચાર મઠોમાનું પણ એક છે. આ બદરી વિશાલનું મંદિર છે બહુ જ સરસ.

સમગ્ર દેશ અને વિદેશથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિરે દર્શનાર્થે આવે છે. ઉત્તરાખંડ સ્થિત ચારધામની યાત્રા આ વખતે થઈ ચુકી છે અને બદ્રીનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખુલી ચુક્યા છે.પરંતુ કોરોના કાળ હોવાથી ત્યાં ના જ લોકો ને દર્શન કરવા માટે જવા દઈ છે, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આવનારા સમયમાં બદ્રીનાથ ધામના દર્શન આ ધામમાં શક્ય નહી થઈ શકે. આ વાતની જાણકારી બદ્રીનાથની કથાઓમાં મળે છે.બીજા ક્યા ક્યા છે બદ્રી,ભગવાન બદ્રી પાચ કેદારની જેમ પાચ બદ્રી છે. આ પાચ બદ્રીનો સંબંધ અલગ અલગ કાળસાથે છે. આજે આપણે જ્યાં ભગવાન બદ્રીનાથનું પૂજન કરીએ છીએ, આ ધામની સ્થાપના આદિ ગુરૂ શંકરાચાર્યએ આઠમી શતાબ્દીમાં કરી હતી. આ સિવાય ધ્યાન બદ્રી, વૃદ્ધ બદ્રી, યોગધ્યાન બદ્રી અને ભવિષ્ય બદ્રીનું મહત્વ છે.

વૃદ્ધ બદ્રી

જોશીમઠ માર્ગ પર સ્થિત વૃદ્ધ બદ્રીના મંદિરમાં પ્રતિદિન પૂજન-અર્ચન થાય છે. ધાર્મિક કથા છે કે એકવાર જ્યારે નારદ મુની મૃત્યુલોકમાં ભ્રમણ કરી રહ્યા હતા તો તેમના મનમાં ભગવાન બદ્રીનાથના દર્શનનો વિચાર આવ્યો. જ્યારે તેઓ ચાલતા ચાલતા થાકી ગયા. ત્યાંજ બેસીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યુ અને તેમને દર્શન આપશે. ભગવાન વિષ્ણુએ એક વૃદ્ધના રૂપે નારદજીને દર્શન આપ્યા.

ધ્યાન બદ્રી

ધ્યાન બદ્રી વિષયમાં ધાર્મિક કથા છે કે એક વાર ઋષિ દુર્વાસાના કારણે દેવરાજ ઈંદ્રનો રાજપાઠ જતો રહ્યો. તેઓ ઘર ઘર ભટકવા મજબુર થઈ ગયો. ત્યારે ઈંદ્રદેવ આ સ્થાન પર બેસીને કલ્પવાસ કર્યો ભગવાન બદ્રીનાથનું ધ્યાન પૂજન કર્યુ. ત્યારબાદ તેમને માન સન્માન પ્રાપ્ત થયુ, ત્યારથી આ સ્થાન પર ધ્યાન બદ્રીનું પૂજન અને કલ્પવાસ કરવામાં આવે છે..બદ્રીનાથ નું નામ એટલા માટે બદ્રીનાથ છે અહિયાં પ્રચુત માત્રા માં મેળવવામાં આવતી જંગલી બેરી ને બદ્રી કહે છે. આ કારણે આ ધામ નું નામ બદ્રી પડ્યું. અહિયાં ભગવાન વિષ્ણુ નું વિશાળ મંદિર છે અને આ સંપૂર્ણ વિસ્તાર પ્રાકૃતિ માં સ્થિત છે.એક દંતકથા અનુસાર, એકવાર માતા લક્ષ્‍મી ભગવાન વિષ્ણુ થી નિરાશ થઈ ને પોતાના પિયર માં જતા રહ્યા માં લક્ષ્‍મી ને સમજાવા માટે ભગવાન વિષ્ણુ એ કઠોર તાપશ્યા કરી. ભગવાન વિષ્ણુની આ તાપશ્યા જોઈને, માતા લક્ષ્‍મી માની ગયા અને તે ભગવાન વિષ્ણુને મળવા માટે આ સ્થળ પર પહોંચી ગયા. આ સ્થળે, ભગવાન વિષ્ણુ બદરી નામના વૃક્ષની બાજુમાં બેસીને તપસ્યા કરી રહ્યા હતા અમે ત્યારે આ જગ્યા નું નામ માં લક્ષ્‍મી એ ‘બદ્રીનાથ’ રાખી દીધું.

કેદાર ઘાટી માં બે પહાડ છે.નર અને નારાયણ પર્વત. વિષ્ણુ ના ૨૪ અવતારો માં થી એક નર અને નારાયણ ઋષિ ની આ તપોભૂમિ છે. એના તપ થી પ્રસન્ન થઈને કેદારનાથ માં શિવ પ્રકટ થયા હતા. બીજી બાજુ બદ્રીનાથ ધામ છે જ્યાં ભગવાન વિષ્ણુ વિશ્રામ કરે છે. કહે છે કે સતયુગ માં બદ્રીનાથ ધામ ની સ્થાપના નારાયણ એ કરી હતી.પુરાણો અનુસાર ભૂકંપ, જળપ્રલય અને સુખે પછી ગંગા લુપ્ત થઇ જશે અને આ ગંગા ની કથા ની સાથે જોડાયેલી છે. બદ્રીનાથ અને કેદારનાથ તીર્થસ્થળ ની રોચક કહાની. ભવિષ્ય માં ન થશે બદ્રીનાથ ના દર્શન, કારણ કે માનવામાં આવે છે કે જે દિવસે નર અને નારાયણ પર્વત એક બીજા સાથે મળી જશે ત્યારે બદ્રીનાથ નો રસ્તો પૂરી રીતે બંધ થઇ જશે. ભક્ત બદ્રીનાથ ના દર્શન કરી શક્તિ નહિ. પુરાણો અનુસાર આવનારા અમુક વર્ષો માં વર્તમાન બદ્રીનાથ ધામ અને કેદારેશ્વર ધામ લુપ્ત થઇ જશે અને વર્ષો પછી ભવિષ્ય માં ભવિષ્યબદ્રી નામના નવા તીર્થ નું ઉદગમ થશે.

બદ્રીનાથ મંદિર માં પ્રસાદ ના રૂપે ચના ની કાચી દાળ, ગિરી નો ગોલો અને મીશ્રી ચડાવામાં આવે છે. જો કે વનતુલસી ની માળા ભગવાન ને ચડાવામાં આવે છે. એવું કહેવાય છે કે વેદવ્યાસ એ મહાભારત આજ જગ્યા પર લખી હતી સ્વર્ગમાં જતા પહેલાં, પાંડવ આ જગ્યાએ આવ્યા હતા. અને આ જગ્યા તેમનું છેલ્લું સ્થાન હતું.મંદિર માં બદ્રીનાથ ની જમણી બાજુ કુબેર ની મૂર્તિ પણ છે. એની સામે ઉદ્દવજી છે. તથા ઉત્સવમૂર્તિ છે. ઉત્સવમૂર્તિ શીતકાળ માં બરફ જામવા પર જોશીમઠ માં લઇ જાય છે. ઉદ્દ્વજી ની પાસે જ ચરણપાદુકા છે. જમણી બાજુ નર નારાયણ ની મૂર્તિ છે, એની બાજુ માં જ શ્રી દેવી અને ભૂદેવી છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here