લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે.સૂર્યપુત્ર શનિદેવ માણસના કર્મોના હિસાબ પૃથ્વી પર જ કરે છે.સારું કર્મ કરવાવાળા પર પ્રસન્ન થાય છે અને ખરાબ કર્મ કરવા વાળાને સજા આપે છે તેના પર સાડાસાત સુધી શનિ વિરાજમાન રહે છે.આવા વ્યક્તિને તમામ રીતની મુશ્કિલો ભોગવવી પડે છે.ક્યારેક શારીરિક રૂપથી તો ક્યારેક માનસિક રૂપથી વ્યક્તિ મુશ્કિલો ભોગવવી રહે છે.શનિદેવના પ્રકોપથી કોઈ બચાવી શકતું નથી તો એક હનુમાનજી છે કે શનિદેવ હનુમાનજીથી દુર ભાગે છે અને હનુમાન ભક્તોને પણ છોડી દે છે.
શનિદેવને હનુમાનજીએ સાડાસાતીની વાત કરી.
જ્યારે કળયુગની શરૂઆત થઈ તો કૃષ્ણ ભગવાને તેત્રા યુગ સમાપ્ત કરી દીધું હતું.આ યુગમાં ફક્ત હનુમાનજી હતા જેમણે કળયુગ પર રહેવું હતું.એક સાંજની વાત છે જ્યારે હનુમાનજી શ્રી રામનું ધ્યાન કરી રહ્યા હતા તે જ સમયે શનિદેવ પાસે આવીને બોલ્યા હું તમને અહીં સાવધાન કરવા આવ્યો છું કે ભગવાન શ્રી રામને જે સમયે તેમની લીલાનું સમાપન કર્યું હતું તે સમયથી ધરતી પર કળયુગનું આગમન થઈ ગયું હતું.આ કળયુગમાં કોઈ પણ દેવતા પૃથ્વી પર નહિ રહેતા.
શનિદેવાએ આગળ કહ્યું કે જે પણ આ પૃથ્વી પર રહે છે તેના પર મારી સાડાસાતીની દશા પ્રભાવી થાય છે.આ કારણે હું તમને આ કહેવા આવ્યો છું કે મારી સાડાસાતીની દશા તમારા પર પ્રભાવી થવાની છે.શનિદેવની વાતો સાંભળી હનુમાનજીએ કહ્યું કે જે પણ માણસ કે દેવતા ભગવાન શ્રી રામના ચરણોમાં રહે છે તેના પર કાલ નો પણ પ્રભાવ નહીં રહે.માટે તમે મને કઈ પણ છોડીને જતા રહો કારણકે મારા શરીર પર પ્રભુ શ્રી રામના સિવાય અને કોઈ પણ પ્રભાવ નહિ પડી શકે.
હનુમાનજીએ માથાં પર પર્વત મૂકી દીધો.
હનુમાનજીની વાતો સાંભળીને શનિદેવ એ કહ્યું હું સૃષ્ટીકર્તના વિધાનથી વિવશ છું.તમે પણ આ પૃથ્વી પર રહો છો.માટે મારા પ્રભુત્વ થી બચી નહિ શકો.તેના ઉપર મારી સાડાસાતી અત્યારથી પ્રભાવી થઈ રહી છે.તેના કારણે હું આજ અને અત્યારે તમારા શરીર પર આવી રહ્યો છું.આને કોઈ રોકી નહિ શકતું.આટલું બોલીને શનિદેવ હનુમાનજીના માંથા પર બેસી ગયા.હનુમાનજીને માંથા પર ખંજવાળ આવા લાગી.
હનુમાનજીએ ખંજવાળ મટાડવા માટે એક મોટો પર્વત ઉઠાવીને તેમના માથા પર મૂકી દીધો.આનાથી શનિદેવ દબવા લાગ્યા અને હનુમાનજીને કહ્યું આ તમે શું કરો છો.ત્યારે હનુમાનજીએ કહ્યું કે જે રીતે સૃષ્ટિ કરતાંના વિધાનથી વિવશ છો તે જ પ્રકાર હું પણ મારા સ્વભાવથી વિવશ છું.હું મારા માથાની ખંજવાળ આવી રીતે મટાડુ છું.તમે તમારું કામ કરો,હું મારું કામ કરું છું.
માટે હનુમાન ભક્તિથી શનિ દૂર રહે છે.
ત્યાર પછી હનુમાનજી એ એક બીજી મોટો પર્વત તેમના માંથા પર મૂકી દીધો.હવે શનિદેવ વધારે દબાઈ ગયા.તેમણે પીડા થી કહ્યું કે આ પર્વતોને નીચે ઉતારો હું તમને કોઈ પણ પ્રકારની સંધિ કરવા માટે તૈયાર છું.હનુમાજીએ એક બીજો પર્વત તેમના માથા પર મૂકી દીધો.હવે શનિદેવ વધારે તડપવા લાગ્યા.શનિદેવ એ ખૂબ આગ્રહ કર્યો ત્યારે જઈને હનુમાનજીએ શનિદેવને છોડ્યા.
શનિદેવ એ કહ્યું કે આજથી હું તમારા નજીક નહિ આવું અને સાથે જ જે વ્યક્તિ તમારી ભક્તિ કરશે તેને પણ હું કઈ પણ પ્રકારનો કષ્ટ નહિ આપું.આના પછી હનુમાનજીને તેલ લગાવીને તેમનું દર્દ દૂર કર્યું.શનિદેવ એ કહ્યું કે જે પણ મનુષ્ય મને શનિવારે સાચી શ્રદ્ધા થી તેલ અર્પણ કરાશે તેને પણ કષ્ટો થી મુક્તિ મળશે.તેના પછી કહેવાય છે કે જો મનુષ્ય ભક્તિ ભાવથી હનુમાનજીની પૂજા કરે છે તે જ શનિદેવના પ્રકોપ થી બચી શકે છે.