લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કેટલો હોય છે આઈએએસ-આઈપીએસનો પગાર, જાણો આ બન્નેમાંથી કોણ છે વધારે પાવરફુલ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) ની પરીક્ષા એક સૌથી મુશ્કેલ પરીક્ષા માનવામાં આવે છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષા આપે છે અને સપનું જુએ છે કે આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. પદ મેળવે. આવામાં અમે તમને જણાવીશું કે આઈએએસ અને આઈપીએસમાં કઇ પોસ્ટ વધુ શક્તિશાળી હોય છે અને કેમ? ચાલો જાણીએ પુરી માહિતી.
આઈએએસ એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, જેના દ્વારા તમે બ્રિરોક્રેસીમાં એન્ટ્રી કરો છો. આઇ.એ.એસ. માં પસંદ થયેલ ઉમેદવારો વિવિધ મંત્રાલયો-વિભાગ અથવા જિલ્લાના વડા હોય છે. આઈએએસ અધિકારીઓ ભારતીય નોકરશાહીના સૌથી મોટા પદ કેબિનેટ સેક્રેટરી સુધી પણ જઈ શકે છે.
તે જ આઈપીએસ એટલે કે ઇન્ડિયન પોલીસ સર્વિસ દ્વારા, તમે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓમાંનો સમાવેશ થાય છે. આમાં, ટ્રેની આઈપીએસ, ડીજીપી અથવા ઇન્ટેલીજન્ટ બ્યુરોથી સીબીઆઈ ચીફ સુધી જઈ શકાય છે. યુપીએસસી પરીક્ષા 3 માધ્યમ દ્વારા લેવામાં આવે છે. જેમાં 3 લેવલ હોય છે. 1.પ્રિલીમ્સ, 2. મેસ પરીક્ષા, 2. ઇન્ટરવ્યુ.
જાણો આઈએએસ અને આઈપીએસ વચ્ચેનો તફાવત.આઈ.એ.એસ. પાસે કોઈ ડ્રેસ કોડ નથી હોતો. તે હંમેશાં ફોર્મલ ડ્રેસમાં હોય છે, પણ એક આઈપીએસ હંમેશાં ડ્યુટી વખતે તે જ યુનિફ્રોમ પહેરે છે. તો આઈએએસ સાથે હંમેશા બે બોડીગાર્ડ હોય છે. તો આઈપીએસ સાથે પુરી પોલિસ ફ્રોર્સ હોય છે.જ્યારે આઈએએસ બને છે, ત્યારે મેડલ આપવામાં આવે છે. તેનાથી ઊંધું, જ્યારે આઈપીએસ બને છે, ત્યારે તેને સ્વોર્ડ ઓફ ઓનર એવોર્ડ આપવામાં આવે છે.
શું છે આઈએએસ અને આઈપીએસનું કાર્ય.એક આઈએએસ અધિકારી જાહેર વહીવટ અને નીતિ નિર્માણ અને અમલીકરણ માટે જવાબદાર હોય છે. એટલે કે, સરકાર જે નીતિઓ બનાવે છે તે નીતિઓને લાગુ કરવા માટેનું કામ આઈએએસ અધિકારીનું હોય છે. તો બીજી બાજુ, એક આઇપીએસ અધિકારી કાયદો અને વ્યવસ્થા જાળવવા અને તેના વિસ્તારમાં ગુનાઓને રોકવા માટે જવાબદારી લે છે.
ટ્રેનિંગ કેવી રીતે થાય છે.આઈએએસ અને આઈપીએસની પ્રથમ 3 મહિનાની તાલીમ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમીમાં (એલબીએસએનએ) માં લેવામાં આવે છે. જેને ફાઉન્ડેશન કોર્સ પણ કહેવામાં આવે છે. તે પછી આઇપીએસ તાલીમાર્થીઓને સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમી (એસવીપીએનપીએ) હૈદરાબાદ મોકલવામાં આવે છે જ્યાં તેમને પોલીસની ટ્રેનિંગ આપવામાં આવે છે. અમે પહેલા જ જણાવી દઈએ છે જે ઉમેદવાર આઈએએસ ટ્રેનિંગમાં પ્રથમ આવે છે તેને મેડલ અને આઈપીએસ ટ્રેનિગમાં પહેલા આવનારા ઉમેદવારને મેડલ અને sword of honour આપવામાં આવે છે. સરખામણીના દ્વારા જોવામાં આવે તો આઈપીએસની ટ્રેનિંગ વધારે મુશ્કેલ હોય છે. આમાં ઘોડેસવારી, પરેડ, હથિયાર ચલાવવું શામેલ હોય છે.
કેડર નિયંત્રણ સત્તા તે જાણવું જરૂરી છે કે આઇ.એ.એસ અને આઇપીએસમાં નિયત્રણકર્તા કોણ છે.તો આઈએસના નિયત્રણમાં કર્મચારી અને શિક્ષણ વિભાગ, કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન વિભાગ હોય છે. તો આઈપીએસનું નિયત્રણ ગૃહ મંત્રાલય હોય છે.ડીપાર્ટમેન્ટ અને પગાર એક આઈએએસ અધિકારીને સરકારી વિભાગ અને ઘણા મંત્રાલયોની કામ આપી શકાય છે. તે જ, આઈપીએસ અધિકારી પોલીસ વિભાગમાં કામ કરે છે. જો તમે પગારની વાત કરો, તો આઈએએસના પગાર કરતા આઈપીએસનો વધારે હોય છે. સાતમા પગારપંચ પછી વાત કરવામાં આવે તો એક આઈ.એ.એસ. નો પગાર દર મહિને 56,1૦૦ થી 2.5લાખ રૂપિયા હોય શકે છે. આ સાથે અનેક સુવિધાઓ પણ પુરી પાડવામાં આવે છે. તો, આઈપીએસનો પગાર દર મહિને, 56,૧૦૦ રૂપિયાથી લઇને દર મહિને 2,25,000 રૂપિયા થઈ શકે છે. તમને જણાવી દઇએ કે, એક ક્ષેત્રમાં ફક્ત એક આઈ.એ.એસ. હોય છે, જ્યારે આઈપીએસ એક કરતા વધારે હોઈ શકે છે.
રેન્કની વાત કરીએ તો, આઈએએસ ઉચ્ચતમ રેન્ક છે. તમને જણાવી દઈએ કે, એક આઈએએસ જિલ્લાનો ડીએમ બને છે.તો,એક એસપી એક આઈપીએસ બને છે.જાણો કોણ વધુ શક્તિશાળી છે.આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. બન્ને જોબ પ્રોફાઇલમાં ઉત્તમ હોય છે અને બંને ખુબ શક્તિશાળી પદ છે. પરંતુ આઇ.એ.એસ. એક ડીએમ તરીકે વધુ શક્તિશાળી હોય છે. તો, આઇપીએસની પાસે ફક્ત તેના વિભાગની જવાબદારી હોય છે. ડીએમના રૂપમાં, એક આઈએએસ અધિકારી પોલીસ વિભાગની સાથે સાથે અન્ય વિભાગોના વડા હોય છે.
કેટલાક કારણોથી આઇ.એ.એસ આઇપીએસ કરતા વધારે શક્તિશાળી માનવામાં આવે છે. પ્રથમ કારણ એ છે કે ડિરેકટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) એ રાજ્યના શક્તિશાળી પોલીસ અધિકારી છે.પણ તેમણે ગૃહ સચિવને જાણ કરવાની હોય છે.મુખ્ય પદના જે અધિકારી હોય છે તે એક આઈએએસ અધિકારી હોય છે. આવા માં આઇપીએસ પોતાનો રિપોર્ટ આઈએએસને આપે છે. તે જ સમયે, ઘણીવાર જોવા મળે છે કે સીબીઆઈ, સીઆરપીએફ, બીએસએફ જેવા કેન્દ્રીય પોલીસ દળના તમામ વડાઓ આઈએએસ સચિવોને રિપોર્ટ આપે છે. આવા માં આઇપીએસએ આઈએએસ નીચે કામ કરવું પડે છે. તમને જણાવી દઇએ કે, ડીજીપીને ગૃહ સચિવને રિપોર્ટ કરવો જરૂરી બને છે અને ગૃહ સચિવ ડીજીપીનો બોસ નથી. તેઓ સાથે સમન્વયમાં કામ કરે છે.