લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ટેકનોલોજીનું નામ આવતાની સાથે જ ચીન તમારા મગજમાં જરૂર આવતું હશે.ટેક્નોલોજીની વાત કરીએ તો ચીન ઘણા દેશો કરતા ખૂબ આગળ છે.પરંતુ આટલી ટેક્નોલોજી હોવા છતાં, ચીન ક્રિકેટ રમતું નથી, જોકે તે એવું નથી કે ચીનને રમતમાં રસ નથી.ચીનને વૈશ્વિક રમતોમાં ખૂબ રસ છે. ચીનના લોકો ક્રિકેટ રમવાનું તો દૂર જોવાનું પણ પસંદ નથી કરતા.ચાલો આજે અમે તમને ચીનનું ક્રિકેટ ન રમવાનું કારણ જણાવીએ છીએ.ચીનના ક્રિકેટ ન રમવાનું કારણ એક જ છે ઓલિમ્પિક્સ.ખરેખર, ચાઇના ઓલિમ્પિક રમતો માટે સખત મહેનત કરે છે. એટલા માટે જ ઓલિમ્પિક્સમાં ચીની ખેલાડીઓ હંમેશાં સૌથી વધુ મેડલ જીતે છે, તેનું મોટુ કારણ એ છે કે ક્રિકેટ ઓલિમ્પિકનો ભાગ નથી, તેથી ચીન ક્રિકેટને વિશેષ મહત્વ આપતું નથી.
ચીનના ક્રિકેટ રમવાના પાછળનું કારણ છે કે અંગ્રેજો દ્વારા ચીનનો ઉપનિવેશ ક્યારેય કરવામાં આવ્યું નથી.જે દેશો ક્રિકેટ રમે છે એ દેશો ક્યારેક ને ક્યારેક અંગ્રેજોના ઉપનિવેશ રહ્યા છે.અહીંયા ભલે ક્રિકેટ ન રમાતી હોઈ પણ ચીનના લોકોને બેડમિન્ટન,,ટેબલ ટેનિસ,જેવી રમતોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ રમતો ઓલિમ્પિકનો ભાગ છે.
તમને જણાવી દઈએ કે ક્રિકેટ વૈશ્વિક રમત નથી.ક્રિકેટ દુનિયાના અમુક જ દેશોમાં રમાય છે.જ્યારે ચીન રમત માધ્યમથી જ દુનિયાભરમાં પોતાની છાપ છોડે છે.આ પણ એક કારણ છે કે ચીનના લોકોને ક્રિકેટ ખાસ પસંદ નથી.
જોકે હવે આઇસીસી ક્રિકેટનો ઉત્સાહ વધારવામાં પણ ચીન હવે પ્રચાર કરી રહી છે.આ વર્ષ જાન્યુઆરી મહિનામાં ટી -20 ટૂર્નામેન્ટ કરવામાં આવી હતી.