શું તમેતો નથી કરતાં ને નારિયેળ વધેરતાં પહેલાં આ ભૂલ આજે જ જાણીલો નહીં તો આવી શકે છે ગંભીર પરિણામ.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો નાળિયેર આમ તો દરેક જગ્યાએ વપરાય છે.જેમ કે મંદિર હોય કે પૂજા પાઠ હોય કે પછી નવા ઘરમાં ગૃહપ્રવેશ, નવી ગાડી હોય કે પછી નવો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યા હોય અથવા તો કોઈ પણ અન્ય શુભ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા હોઈએ.ત્યારે આવા બધા જ શુભ કાર્યનો શુભારંભ આપણે ત્યાં હિંદુ સમાજમાં નાળીયેર ફોડીને જ કરવામાં આવે છે. નાળીયેરને ભારતીય સંસ્કૃતિમાં ખુબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે.તેથી જ પૂજાપાઠ અને અન્ય કાર્યોમાં નાળીયેરનો ઉપયોગ કરવામાં આવે છે.

હિંદુ પરંપરામાં નાળીયેર સુભાગ્ય અને સમૃદ્ધિની નિશાની ગણાય છે.નાળીયેર પૃથ્વી પર સૌથી પવિત્ર ફળમાંનું એક ફળ છે.અને તનું હિન્દૂ પરંપરામાં ખુબજ મહત્વ પણ છે.તેથી જ લોકો તેને ભગવાનને નાળીયેર અર્પણ કરે છે અને પછી તેને પ્રસાદ સ્વરૂપે લોકોમાં વહેંચી દેવામાં આવે છે. પરંતુ મિત્રો ક્યારેય તમને મનમાં એવો પ્રશ્ન થયો છે ખરો કે આખરે આ બધા શુભ કાર્યોમાં અને ભગવાનને આખરે નાળીયેર શા માટે વધેરવામાં આવે છે.

તો ચાલો જાણીએ કે શ્રીફળ જ શા માટે સૌથી પહેલા વધેરવામાં આવે છે.તો મિત્રો આજે અમે આ લેખમાં તમને જણાવીશું કે શા માટે દરેક શુભ કાર્ય પહેલા શ્રીફળ વધેરવામાં આવે છે.જો તમે પણ તેની પાછળનું રોચક કારણ જાણવા માંગતા હોય તો આ લેખ અવશ્ય વાંચો અને તેને તમારા મિત્રો જોડે શેર કરો,કહેવાય છે કે વિશ્વામિત્રને નાળીયેરના નિર્માતા માનવામાં આવે છે.

મિત્રો નાળીયેર પણ આપણને ઘણું બધું શીખવે છે.તેથી કોઈ પણ કાર્યની શરૂઆતમાં નાળીયેર વધેરવામાં આવે છે.જેમ કે અમે નીચે માહિતી આપીએ છે તે પ્રમાણે જીવનમાં પણ આવું જ છે. તમે જોયું હશે કે નાળીયેરની સૌથી ઉપરની પરત ખુબ જ જટિલ હોય છે. તેને ઉતારવા માટે આપણે ખુબ જ મહેનત કરવી પડતી હોય છે. જે જણાવે છે કે કોઈ પણ કાર્યને શરૂ કરીએ ત્યારે તેમાં ખુબ જ મહેનત કરવાની જરૂર પડતી હોય છે.નાળીયેરની ઉપરની પરત એટલે કે તેની ઉપરની છાલ કે છોતરા એવું દર્શાવે છે કે કોઈ પણ કાર્યની શરૂઆતમાં ખુબ જ મહેનત કરવી પડે છે.

ત્યાર બાદ નાળીયેરની એક કડક પરત જોવા મળતી હોય છે અને ત્યાર બાદ એક નરમ પરત હોય છે અને ત્યાર બાદ તેની અંદર પાણી હોય છે. જેને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે અને તે પાણીમાં કોઈ પણ પ્રકારની મિલાવટ નથી હોતી. આમ પણ જિંદગીમાં પણ જેમ જેમ તમે મહેનતના પડ ઉકેલતા જશો તેમ તેમ તમે જિંદગીમાં નાળિયેરના અંદર ના પાણીની જેમ તમને મીઠાશ મળતી રહેશે .તમને જણાવી દઈએ કે નાળીયેર ભગવાન ગણેશનું પ્રિય ફળ છે. તેથી જ તો નવું ઘર અને ગાડી લેતા સમયે સૌથી પહેલા નાળીયેર વધેરવામાં આવે છે.

નાળીયેરનું પાણી જ્યારે ચારેય દિશામાં છાંટવામાં આવે છે ત્યારે ચારે બાજુ રહેલી અને આપણી આસપાસ રહેલી દરેક નકારાત્મક ઉર્જા સંપૂર્ણ પણે નષ્ટ પામે છે.એવું કહેવાય છે કે એક સમયે મનુષ્યો અને જાનવરોની બલી ખુબ જ સામાન્ય વાત હતી.ત્યારે આદી ગુરુ શંકરાચાર્યએ આ અમાનનીય પરંપરા તોડી અને મનુષ્ય અને જાનવરોની જગ્યાએ નાળીયેરની વધેરવાની પરંપરા શરૂ કરી. નાળીયેર અમુક હદે મનુષ્ય શરીરની રચના તેની જેમજ કરવામાં આવી છે.અને તેની તુલના મગજ સાથે મેળ ખાય છે.નાળીયેરની જટાની તુલના મનુષ્યના વાળ સાથે અને તેની કઠોર પરતની તુલના મનુષ્યની ખોપરી સાથે અને નાળીયેર પાણીની તુલના રક્ત સાથે કરવામાં આવે છે.

આ સાથે નારીયેળના સફેદ ભાગની તુલના મનુષ્યના મગજ સાથે કરવામાં આવે છે.નાળીયેરને ફોડવું એટલે આપણા અભિમાનને તોડવું. જ્યારે તમે નાળીયેર વધેરો છો તો તેનો મતલબ છે કે તમે પોતાને બ્રહ્માંડમાં સમ્મેલિત કર્યા છે.જેમ તમે નાળિયેર વધેરો છો તેમ તમારા અભિમાનનું પણ વધેરીને તેને દૂર કરો.નાળીયેરમાં રહેલ ત્રણ ચિન્હો ભગવાનની આંખ માનવામાં આવે છે. એટલે જ તો કહેવાય છે કે નાળીયેરને ફોડવાથી ભોળાનાથ આપણી ઈચ્છા પૂર્ણ કરે છે.નાળીયેરને શ્રીફળ પણ કહેવામાં આવે છે.શ્રી નો અર્થ લક્ષ્મી થાય છે.

પૌરાણીક માન્યતાઓ અનુસાર લક્ષ્મી વગર પણ કોઈ પણ શુભ કાર્ય પૂરું નથી થતું. એટલેજ શુભ કાર્યોમાં નાળિયેર ફોડવાની માન્યતા છે.તેથી શુભ કાર્યોમાં નાળીયેરનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે. નારીયેળના વૃક્ષને સંસ્કૃતમાં કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે અને કહેવાય છે કે જેમ કલ્પવૃક્ષ દરેક મનોકામના પૂર્ણ કરે છે.તેમ પૂજા બાદ નારીયેરને ફોડવામાં આવે છે અને પ્રસાદ રૂપે લોકોમાં વહેંચીને ખાવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે.તો મિત્રો હવે તમને સમજાય ગયું હશે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં કે માંગલિક કાર્યોમાં નાળીયેર શા માટે ફોડવામાં આવે છે. તમે કયા દેવી કે દેવને શ્રીફળ વધેરો છો.તે અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.

Previous articleજોવો બોલિવૂડ ની આ અભિનેત્રીઓને,જેમને લૂંટાવી પડી હતી પોતાની ઈજ્જત,વિશ્વાસ ના થતો હોય તો જાણી લો..
Next articleમેથી ખાધા પછી થાય છે સમાગમ કરવાની ઈચ્છા ,જાણો આવું શા માટે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here