લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
શિલ્પા શેટ્ટી બોલિવૂડ ની ફિટનેસ આઈકોન પણ કેહવાય છે શિલ્પા એ જેરીતે પોતાની ફિગર મેન્ટેઇન કરી છે તે જોઈ ભલભલા હેરાન છે માતા બન્યા બાદ તો મોટાભાગે દરેક હિરોઈનો ની ફિગરમાં મોટો ફેરફાર થાય છે.પરંતુ શિલ્પા એતો પેહલી ડિલેવરી બાદ તરતજ પોતાની ફિગર મેન્ટઈન કર્યું હતું.મિત્રો તમને જણાવી દઈએ કે ફરી એકવાર શિલ્પા માં બની છે ત્યારે તેણે પોતાની દીકરી ની તસવીરો સેર કરી છે.
મિત્રો સમગ્ર સોશિયલ મીડિયામાં એવું કહેવાય છેકે શિલ્પા એ જે તસવીરો સેર કરી તે તરત જ વાઈરલ થઈ ગઈ હતી.શિલ્પાએ તેની બેબી ગર્લના આગમનની વાત સોશિયલ મીડિયામાં કરી હતી.એટલું જ નહીં શિલ્પાએ તેની પુત્રીની પહેલી તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી અને તેનું નામ પણ કહ્યું.તમને જણાવી દઈએ કે શિલ્પાએ પોતાની પુત્રીનું નામ સમિશા રાખ્યું છે.
મિત્રો વિગતે વાત કરીએ તો શિલ્પા અને રાજે મળીને પોતાની પુત્રીનું નામ રાખ્યું છે. તેમની પુત્રીનાં નામનો અર્થ જાણીએ તો.સંસ્કૃતમાં ‘સા’ નો અર્થ પ્રાપ્ત કરવાનો છે અને ‘મિશા’ એ રશિયન શબ્દ છે જેનો અર્થ ભગવાન જેવી વ્યક્તિ છે.ઘરમાં નાના દેવદૂતના આગમનથી શિલ્પા અને રાજ બંને ખુશ છે.શિલ્પા ઘણીવાર સોશ્યલ મીડિયા પર પોતાના પુત્ર વિઆન સાથે તસવીરો શેર કરતી હોય છે.
તેથી તે દિવસ દૂર નથી જ્યારે તે પોતાની પુત્રી સાથે પણ ફોટા શેર કરશે, શિલ્પા-રાજ પુત્રીના જન્મ સાથે બીજી વખત માતા-પિતા બન્યા છે.ત્યારે તેઓ ખુબજ ખુશ પણ છે શિલ્પા એ હાલમાં તો પુત્રી નો આખો ફોટો સેર કર્યો નથી પરંતુ હવે લાગી રહ્યું છે કે થોડા દિવસો માં તે તસવીર સેર કરી શકે છે.
દરેક લોકો નાની પરી ને જોવા માટે તત્પર છે જોકે હવે ટૂંક સમયમાં તસવીર સામે આવી જશે.શિલ્પાએ પુત્રી સમિશા સાથે જે તસવીર શેર કરી છે તેમાં તે નાની એન્જલની આંગળી પકડતી જોવા મળી રહી છે.
ફોટો શેર કરતા શિલ્પાએ કેપ્શન આપ્યું હતું.આ કેપ્સન વિશે વાત કરેએ તો તેમાં લખ્યું હતું કે ઓમ શ્રી ગણેશાય નમ આજે અમારી પ્રાર્થનાઓનો ચમત્કારથી જવાબ આપવામાં આવ્યો છે.
અમારા હૃદયમાં કૃતજ્ઞતા ની સાથે અમે અમારા નાના દેવદૂતના આગમનની ઘોષણા કરી રોમાંચિત છીએ.મિત્રો કેપ્સન માં શિલ્પા એ તેની ખુશી વ્યક્ત કરી છે.નાની પરીનો જન્મ 15 ફેબ્રુઆરી ના રોજ થયો હતો.