કોઈ કહે ચીઝ એટલે ચહેરા પર સ્મિત આવે, બનાવો આ વાનગી એટલે મોં માંથી પાણી આવે!!

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

કોઈ કહે ચીઝ એટલે ચહેરા પર સ્મિત આવે, બનાવો આ વાનગી એટલે મોં માંથી પાણી આવે!!

ક્યારેય વિચાર આવ્યો કે ફોટો પાડતી વખતે ‘ચીઝ’ શબ્દ કેમ બોલાય છે? ફક્ત ‘ચીઝ’ જ એવી વસ્તુ છે જે દરેકના ચહેરા પર તુરંતસ્મિત લઈ આવે છે! ખરું ને? આજે હું એ જ આપણા એવરગ્રીન ફેવરીટ ચીઝમાંથી બનતી એક સ્વાદિષ્ટ ડીશ ‘ચીઝ બોલ’નીરેસિપી જણાવવા જઈ રહી છું…

ચાલો ફટાફટ નોંધી લો આ યુનિક રેસિપી…

આ ડિશ બનાવતા સમય લાગશેમાત્ર ૨૦ થી ૨૫ મિનીટ

સામગ્રી:

  • 1 કપ પ્રોસેસ્ડ ચીઝ,
  • 2 નંગ બાફેલા બટેટા,
  • ઝીણીસમારેલી ડુંગળી,
  • 1 કપ બ્રેડ ક્રમપ્સ,
  • 4-5 નંગ ઝીણા સમારેલા લીલા મરચા,
  • મીઠું- સ્વાદ મુજબ,
  • અડધી ચમચી મરી પાઉડર,
  • તેલ- તળવા માટે

પદ્ધતિ:

સૌપ્રથમ નોન સ્ટીક પેનમાં તેલ મૂકી, ડુંગળી અને લીલા મરચાંને સાંતળી લો. હવે એક બાઉલમાં બાફેલા બટેટા, બ્રેડ ક્રમપ્સ, મીઠું, મરી પાઉડર, સાંતળેલા ડુંગળી અને મરચાં તમામ સામગ્રી લઈ બરાબરમિક્સ કરી લો.

તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના સરખા બોલ્સ બનાવી લો, બોલ્સને શેપ આપતી વખતે તેમાં ચીઝ ભરી લો. હવે કડાઈમાં તેલ લઈ, તેમાં બોલ્સ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.

તૈયાર છે સ્વાદિષ્ટ ‘ચીઝ બોલ્સ’. આજે જ બનાવો આ મનભાવન ચિઝી બોલ્સ…

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

Previous articleઉત્તરાયણ નજીક આવતા જ સૌને જેની યાદ આવે એવી શિયાળામાં ખાવાલાયક હેલ્ધી અને આર્યનથી ભરપૂર તલ ની ચીક્કી ની સરળ રેસિપી
Next articleજાણો ગુજરાતના વિવિધ શહેરોની પ્રખ્યાત ખાણીપીણીની વાનગીઓ વિશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here