સૌરાષ્ટ્રના એવા સંત છે જે નસીબદાર હોય તેને જ દર્શન થાય, પહેરે છે કંતાનના કપડા અને રહે છે વર્ષોથી છે મૌન

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

સોરઠની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ. આપને સૌ જાણીએ છીએ કે સૌરાષ્ટ્રમાં અનેક સાધુઓ થઈ ગયા. અનેક સંતો પોતાની કૃપાથી લોકોને જેટલી મદદ થાય એટલે મદદ કરે છે, આપણે જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર નું નામ પડે એટલે સંતો નું નામ સાથે જ હોય. આજે આપણે એક એવા જ સંત વિશે વાત કરવાના છીએ જે સૌરાષ્ટ્રમાં વસે છે  તે છે હડમતીયાના કાળુંબાપુ.

સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતીયા ગામ માં સંત શ્રી કાળુ બાપુ રહે છે. અને ત્યાં તેનો સુંદર આશ્રમ આવેલો છે આશ્રમ ખૂબ જ વિશાળ છે. અને ત્યાં રોજ અનેક શ્રદ્ધાળુઓ બાપુ ના દર્શન કરવા માટે આવે છે. અને આશ્રમમાં જ અન્નક્ષેત્ર ચાલે છે. જે કોઈ વ્યક્તિ આ આશ્રમની મુલાકાત લે છે, તે ક્યારેય ભૂખ્યા પેટે આશ્રમમાંથી બહાર જતું નથી. કાળું બાપુ દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરે છે અને કાળુબાપુ પોતે સાવ સાદું જીવન જીવે છે.

કાળુબાપુ કંતાનના વસ્ત્રો રોજ પહેરે છે અને તેઓ વર્ષોથી મૌન ધારણ કરેલું છે. પોતાની ઝૂંપડીમાં આખો દિવસ ધ્યાનમાં રહે છે, દિવસમાં એકાદ વાર જ તે ઝૂંપડીની બહાર આવે અને લોકોને દર્શન આપે છે. અત્યારના જમાનામાં કાળુબાપુ જેવા ઘણા બધા સંતો છે. પરંતુ તે મોંઘી ગાડીઓ અને મોબાઈલ જેવાં સાધનો નો ઉપયોગ કરે છે. અને સાદું જીવન જીવતા નથી. પરંતુ આ કાળુબાપુ છે તે ખૂબ જ સાધુ અને સરળ જીવન જીવે છે.

તે ઘણા બધા ગામ માં સમૂહ લગ્ન કરાવ્યા છે અને એવું કહેવાય છે કે કાળુબાપુ વર્ષોથી એક પણ અન્નનો દાણો પણ ખાધો નથી. તે ખાલી દૂધ પીવે છે કાળુબાપુ જે વ્યક્તિ નસીબદાર હોય તે લોકોને જ તેનાં દર્શન થાય એવું કહેવાય છે ખરેખર કાળુબાપુ ખૂબ જ ધન્ય છે. અને ધન્ય છે આ સોરઠની ધરા જેમાં આવા મહાન સંતો  મહંતો છે. અને જે વ્યક્તિને કાળુ બાપુ ના દર્શન થયા હોય તે વ્યક્તિ પણ ખૂબ જ ધન્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here