લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ડેંગ્યુમાં આ બરફી છે રામબાણ ઈલાજ
ડેંગ્યુના દર્દીઓ માટે એક ખૂબ રાહતના અહેવાલ છે. આ ખાસ બરફી ડેંગ્યુમાં ઝડપથી ઘટી જતા પ્લેટ્લેટ્સના ઘટાડાને જ અટકાવશે તેવું નહીં પણ પ્લેટ્લેટ્સને ખૂબ ઝડપે વધારશે પણ ખરી. ખાવામાં સ્વાદિષ્ટ આ મીઠાઈ અનેક બિમારીઓમાં રક્ષણ આપે છે.
કડવા પપૈયાના પાનનો રસ કરતા મીઠી બરફી વધુ ટેસ્ટી
હિમાચલ પ્રદેશના ન્યુ આજિવિકા ગ્રામોદ્યોગ દ્વારા ડેંગ્યુને માત આપનારી આ ખાસ મીઠાઈ તૈયાર કરી છે. આ બરફી ડેંગ્યુથી ગ્રસ્ત દર્દીઓના લોહીમાં ઝડપથી ઘટતા પ્લેટ્લેટ્સ વધારવામાં ખૂબ જ અસરદાર છે. પોતાના ઔષધીય ગુણોના કારણે આ કાચા પપૈયામાંથી તૈયાર કરવામાં આવતી બરફી ખૂબ ખાસ છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ હમીરપૂર ઉત્સવ સમયે આ બરફી લોંચ કરી હતી.
કાચા પપૈયામાંથી બને છે આ બરફી
હિમાચલ પ્રદેશના હમીરપુરના ન્યુ આજિવિકા ગ્રુપ દ્વારા જણાવ્યા મુજબ પ્લેટ્લેટ્સ ઘટવાની સમસ્યામાં દવા કરતા પણ વધારે ઝડપથી મદદ કરે છે આ બરફી. ડૉક્ટર્સના જણાવ્યા મુજબ પણ ડેંગ્યુમાં પપૈયું ખુબ જ ઉપયોગી છે. ત્યારે જાણી લો કે કાચા પપૈયામાં એમિનિયા નામનું તત્વ હોય છે. જે ડેંગ્યુ અને પેટને સંબંધીત ઘણી બીમારીઓમાં ખૂબ જ લાભકારી સાબીત થાય છે.
આ રીતે બનાવાય છેે
આ બરફીને તેલ,ઘી કે દૂધના ઉપયોગથી તૈયાર નથી કરવામાં આવતી. તેને બનાવવા માટે કાચા પપૈયામાં ખાંડ, નારીયળનું બુરુ, કેવડા અને એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કાચા પપૈયાને તોડીને રાતભર રહેવા દેવામાં આવે છે. જેથી તેનું દૂધ પપૈયામાં જ રહે છે. જે બાદ તેનો જીણો છુંદો તૈયાર કરી ગેસ પર મુકી ને ખાંડ, નારીયેળનું બુરુ ભેળવી ખાંડનું પણી બળે ત્યાં સુધી પકાવાય છે. બરફી માટે મેંદાનો લોટ પણ ભેળવવામાં આવે છે.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.