લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આપણા શાસ્ત્રોમાં સૂર્ય ને રોજ તાંબાના લોટામાં પાણી લઈને ચડાવવાનો ખૂબજ મહત્વ આપવામાં આવ્યું છે. પાણી ચઢાવતી વખતે આ એક મંત્ર ખૂબ જ જરૂરી હોય છે અને આ મંત્રનો જાપ કરવાથી ક્યારેય પણ કોઈ કષ્ટ પીડા હોતી નથી. ઓમ સૂર્યાય નમઃ ઓમ આદિત્ય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ.
રોજ સવારે સૂર્યોદય થાય ત્યારે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે, દરેક લોકોએ સૂર્યોદય પહેલાં ઊઠી સ્નાન કરી અને તાંબાના લોટામાં જળ લઈને સૂર્યદેવને અર્પણ કરવું જોઇએ. જ્યારે સૂર્ય દેવને જળ અર્પણ કરતા હોય ત્યારે આંખો બંધ કરી બે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ. સૂર્યને પ્રાર્થના કરવા માટે રવિવારે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે રવિવારના દિવસે સૂર્યને ગોળનું પાણી ચઢાવવાથી કોઈપણ પ્રકારની જીવનમાં મુસીબત આવતી નથી. સૂર્યદેવને જળ ચડાવતા હોઈએ છીએ અને તેમને નમસ્કાર કરતા હોઈએ છીએ ત્યારે આ પ્રાર્થના કરવી જોઈએ.
ભલે ઉગ્યા ભાણ ભાણ તિહરા લહુ ભમણા
જીવન મરણ લણ માણ અમારી રાખશે કશ્યપ રાવતા.
સૂર્યદેવને સવારમાં પ્રાર્થના કરવી જોઈએ કે એ સૂર્યનારાયણ દેવ અમારે કોઇ ધન સંબંધી જોઈતી નથી પરંતુ જ્યાં સુધી અમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી અમારી આબરૂ ને સાચવી રાખજો. સૂર્યને જળ અર્પણ કરવાનું એક બીજું પણ ખૂબ જ મહત્વનું કારણ છે રોજ સવારે સૂર્યને દર્શન કરવાથી તાજી હવા અને સૂર્યના કિરણો આપણા શરીરને શરીરમાં જાય છે જેના કારણે આપણા શરીરમાં રોગો આવતા અટકી જાય છે સૂર્ય કિરણોમાં અલગ અલગ રંગ હોય છે જે આપણા શરીરના રોગ શરીરનાં અંગોને બેલેન્સ કરે છે.
સૂર્યને જળ ચઢાવવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે અને આ ઉપરાંત આંખોમાં તેજ આંખોનું તેજ પણ વધે છે ચામડીમાં પણ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આ ઉપરાંત સૂર્યદેવને પર લાલ અને પીળા રંગનું કપડું ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સૂર્યદેવને જ્યારે પણ જળ અર્પણ કરતા હોઈએ છીએ ત્યારે એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવું જોઇએ જ્યારે પણ આપણે જળ ચડાવતા હોઈએ છીએ ત્યારે તે જળ આપણા પગને ના આવવું જોઈએ. નહિતો સૂર્યદેવ નારાજ થઈ જાય છે અન જે વ્યક્તિની કુંડળીમાં વાત કે દોષ હોય તે લોકો સૂર્યદેવને રોજ જળ અર્પણ કરવાથી તે દૂર થઈ જાય છે.મનોવાંછિત ફળ મેળવવા માટે પ્રાર્થના કરવી જોઈએ.
ૐ હ્રીં હ્રીં સુર્યાય સહસ્રકિરણરાય મનોવાંછિત ફલમ દેહી દેહી સ્વાહા.