સપનામાં દેખાય આ વસ્તુ તો જાણી લ્યો તેનો અર્થ અને તેનાથી મળતા ફળ વિષે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

જેવા પથારીમાં પડીએ એટલે તરત જ ઊંઘ તો આવી જાય પરંતુ ઘણીવાર સ્વપ્ન પણ આવે છે. દરેક વ્યક્તિ ને સારા અને ખરાબ એમ બન્ને પ્રકારના સપના આવતા હોય છે. અને ઘણીવાર તો કઈ અલગ પ્રકારના સપના આવતા હોય છે. સ્વપ્ન શાસ્ત્ર માં બતાવ્યા પ્રમાણે દરેક ને જે સપના આવે તેનો કઈક ને કઈક અર્થ થતો જ હોય છે. ઘણી વાર તો સપના માં શું આવે તે નક્કી જ ના હોય. જગ્યા પણ અલગ હોય માણસો પણ સાવ અલગ જ હોય.

સપના ક્યારેક ભવિષ્યમાં થવાની ઘટનાઓ વિશે ખુલ્લી ચેતવણી આપતા હોય છે. આમાંથી ઘણા સપના શુભ હોય છે અને કેટલાક અશુભ હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તમને જે સપના આવે છે તેનો અર્થ શું થાય છે અને તે કેટલા શુભ છે અને કેટલા અશુભ.

ઘણીવાર આપણને સપના માં હાથી દેખાતો હોય છે. જો તમને સપનામાં હાથી દેખાય તો તે એક શુભ સંકેત છે એવું કહેવાય. આનો અર્થ એવો કાઢીએ કે નજીકના સમય માં તમને ખુબ જ ધન લાભ થવાનો છે. અને આ સપના દરમિયાન તમને પૈસા કમાવવાની તક મળતી હોય તો તેને હાથમાંથી જવા ના દેવી. અને તેમાં પણ જો સપના માં સફેદ હાથી દેખાય તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે કારણ કે સફેદ હાથી સારા નસીબનું પ્રતીક ગણાય છે. આ ઉપરાંત હાથી સપનામાં આવવાથી તમારું ભાગ્ય નજીક ના સમયમાં ખુલવાનું છે અને તમે જે કામ હાથમાં લેશો તે પૂર્ણ થશે અને સમાજ માં ખ્યાતી, આદર અને અઢળક સંપતિ મળશે.

કમળ નું ફૂલ:

ઘણીવાર આપણને સપનામાં કમળનું ફૂલ જોવા મળે છે. તેનો અર્થ એવો થાય છે કે તે એક સારો સંકેત છે. આ ઉપરાંત તમને ક્યારેય પૈસાની કમી નહિ થાય. કારણકે કે કમળનું ફૂલ તે લક્ષ્મી માતાને ખુબ જ પ્રિય છે. એટલે સપના માં જો કમળનું ફૂલ આવે તો તેનો અર્થ કે લક્ષ્મીજી તમને શુભ સંકેત આપે છે અને તમને ક્યારેય ધનની કમી નહિ થવા દે.

પોપટ :

ઘનીવાવ્સર સપના માં પક્પષીઓ દેખાતા હોય છે તેમાં પણ જો પોપટ દેખાય તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. સપનામાં પોપટ આવે તેનો અર્થ એમ થાય છે ટૂંક સમયમાં તમે ધનવાન બનવાના છો. આ ઉપરાંત પોપટ દેખાય તો એવું માનવામાં આવે છે કે તમારા પરિચિત પાસે થી જ પૈસા આવવાના છે. પોપટ સપનામાં જો તમારા ખભા પર બેસે તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે.

ફળનું ઝાડ :

ઘણીવાર આપણને સપનામાં ઘણા બધા અલગ અલગ ઝાડ દેખાતા હોય છે. તેમાં પણ જો તમને સપનામાં ફળ વાળા  વૃક્ષ દેખાય તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. જો તમને ફળવાળા વૃક્ષ સપનામાં દેખાય તો તમારી સમૃદ્ધિની નિશાની છે. આનો મતલબ એવો થાય છે કે તમે  ખુબ જ મહેનત કરતા રહો છો અને ફળોની ચિંતા કરતા નથી. તમારા નસીબ અને મહેનત બંને તમને થોડો મોટો ફાયદો લાવશે.

મધપૂડો :

જો સપનામાં મધમાખીનો મધપૂડો દેખાય તો તેને ખુબ જ શુભ માનવામાં આવે છે. આ એક શુભ સંકેત છે તેનો અર્થ એવો થાય છે કે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થશે. તમારા જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, તે બધી દૂર થઈ જશે. અને અધૂરા અટકેલા બધા જ કામો પણ પૂર્ણ થવા લાગશે.

સ્વપન માં દૂધ પીવું :

ઘણીવાર સ્વપ્નમાં આપણે પોતે જ દૂધ પિતા જ હોય તેવું લાગે છે. અને ઘણીવાર તો એવું લાગે કે આપણે બોવ બધું દૂધ પીએ છીએ તો તે એક ખુબ જ સારો સંકેત છે. આનો અર્થ એ છે કે તમને નાણાકીય લાભો મળવાની શક્યતા હોય છે. તમને આ પૈસા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા મળશે. પૈસા ગમે તે વ્યક્તિ પાસેથી મળી શકે છે. તે તમારા પરિચિત હોય કે અજાણી. જ્યારે પણ તમને પૈસા કમાવવાની તક મળે, તેને તમારા હાથથી જવા ન દો.

Previous articleઅચાનક જ છાતીમાં દુખાવો થાય તો અપનાવો આ ઉપાય
Next articleકોઈ પણ કુંવારી છોકરીને વાયગ્રા આપતા પહેલા આટલું જરૂર જાણી લેજો,નહીં તો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here