આ સીક્રેટ મસાલો નાખો, કોઈપણ શાક બની જશે ટેસ્ટી

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આ સીક્રેટ મસાલો નાખો, કોઈપણ શાક બની જશે ટેસ્ટી

જો જો બધા આંગળા ચાટી ચાટીને ખાશે:

શાક તો આપણા બધાંના ઘરમાં બનતું જ હોય છે, પરંતુ કેટલાક લોકોના ઘરનું શાક ખરેખર એટલું ટેસ્ટી હોય છે કે, બધાં આંગળાં ચાટતાં રહી જાય. આવા શાકમાં તેઓ જે મસાલો નાખે તેની જ તો કમાલ હોય છે. કદાચ એ તમને મસાલાનું સીક્રેટ ન કહે પણ અમે તમને જણાવી રહ્યા છે આવા મસાલાની રેસિપિ, જેને શાકમાં નાખવાથી કોઇપણ શાક બની જશે જબરજસ્ત ટેસ્ટી. તો ટ્રાય કરો તમે પણ.

જોઈતી સામગ્રી:

 • 250 ગ્રામ મરચાં
 • 150 સમારેલી ડુંગળી
 • એક ઝૂડી કોથમીર (સાફ કરી સમારી લેવી)
 • 20 ગ્રામ મખાણા
 • 15-20 લસણની કળીઓ
 • 2 ઈંચ આદુનો ટૂકડો (ઝીણું સમારી લેવું)
 • 2 ટુકડા તજ
 • 2 બાદિયાનનાં ફૂલ
 • સ્વાદ અનુસાર મીઠું
 • જીરું
 • 2 ટેબલસ્પૂન હળદર

બનાવવાની રીત:

સૌપ્રથમ મખાણાને બરાબર શેકી લો. 5 મિનિટમાં મખાણા શેકાઈ જશે. ત્યારબાદ તજ, જીરું અને બાદિયાનને પણ શેકી લો. હવે મિક્સરના જારમાં જીરું, તજ, બાદિયાન અને મખાણા કરકરા ક્રશ કરી લો.

એક મોટા બાઉલમાં લીલું મરચું, ડુંગળી, આદું, લસણ અને કોથમીર લઈ તેમાં અંદર હળદર અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં તૈયાર કરેલો મખાણાનો મસાલો એડ કરી મિક્સ કરી લો. હવે આ મસાલાને ચીલી કટરમાં ક્રશ કરો. ધ્યાનમાં રાખવાની બાબત છે કે મસાલાને ક્રશ કરવા માટે મિક્સરમાં નાખવો નહીં. ચીલી કટરમાં જ ક્રશ કરવું. થોડો-થોડો મસાલો લેવો અને ક્રશ કરતા જવું. પાણી જરા પણ ન લેવું.

હવે આ મસાલાને કોઇપણ શાકમાં એડ કરી શકાય છે. કોઇપણ ચોખ્ખી અને કોરી બરણીમાં ભરીને ફ્રિજમાં મૂકી દો. 10-15 દિવસ સુધી બગડશે નહીં. જો તમને ઇચ્છા હોય તો તમે આ મસાલાને કટરમાં ક્રશ કરવાની જગ્યાએ ખાંડી પણ શકો છો.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

Previous articleઘરે જ ટ્રાય કરો દિલ્હીની ફેમસ સમોસા ચાટ, સ્વાદ એવો કે ફરી ફરી બનાવવાનું કહેશે
Next articleશિયાળમાં સ્ટોર કરી લો લીલા વટાણા, આખું વર્ષ ખાવા મળશે ફ્રેશ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here