જો તમને પણ તંદુરી રોટી પસંદ છે, તો ખાતા પહેલા એકવાર જરૂર વાંચો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ભારતમાં દરેક લોકો ખાવા પીવાના શોખીન હોય છે. ખાસ કરીને ગુજરાતીઓ તો ખાવાના ખુબ જ શોખીન છે. દરેક લોકોને બહારનું ખાવાનું ખુબ જ પસંદ હોય છે. ભારત દેશમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ થાળી પ્રખ્યાત છે. અને દરેક વિસ્તાર પ્રમાણે દરેક લોકો પોતાનો ખોરાક લેતા હોય છે. તેમાં એક વસ્તુ છે જે લગભગ દરેક ભારતીય પોતાના રોજના આહારમાં શામેલ કરતા હોય છે. તે છે રોટલી કે પૂરી.

આપણે કોઈપણ શાક બનાવીએ છીએ, ત્યારે તેની સાથે રોટલી કે પૂરી ચોક્કસપણે બનાવવામાં આવે છે. રોજના આહારમાં આપણે ખાસ કરીને ઘઉંની તવા રોટલી ખાતા હોઈએ છીએ. આ સિવાય બીજી પણ ઘણા બધા પ્રકારની રોટલી આવતી હોય છે. જેમકે, બાજરી રોટલી, મિસ્સી રોટી, જુવાર રોટી, મકાઈ રોટી, પૂરી, ભાખરી, નાન અને તંદુરી રોટી વગેરે.

ચાલો આજે આપણે તંદુરી રોટી ખાવાથી થતા નુકશાન વિશે જાણીએ એકવાર તમે નુકશાન વિશે જાણી લેશો તો પછી ક્આયારેય તમે તંદુરી રોટી નહિ ખાવ. તંદુરી રોટી તંદૂરના રોટલા મેંદામાંથી બનાવવામાં આવે છે. જો આપણે મેંદાનું સેવન કરીએ તો આપણને ઘણા બધા રોગ થવાની શક્યતા વધી જાય છે. તંદૂરી રોટલીમાં 110થી 150 કેલરી હોય છે. તેથી, તેને શક્ય તેટલું ઓછું ખાવું જોઈએ.

તંદૂરી રોટલી ખાવાથી સ્વાસ્થ્યને ઘણું બધું નુકસાન થવાની શક્યતા વધી જાય છે. તેને લાંબા સમય સુધી ખાવાથી પણ તે તમારા જીવનનો દુશ્મન બની શકે છે. તો ચાલો જાણીએ તંદૂરી રોટલી ખાવાથી થતા નુકશાન વિષે.

ડાયાબિટીસ :

તંદુરી રોટલી બનાવવા માટે મેંદા નો ઉપયોગ થાય છે. મેંદો ખાવાથી શરીરમાં શુગર લેવલ વધી જાય છે. હકીકતમાં, આ મેંદામાં ખૂબ જ વધારે પ્રમાણમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, જેના કારણે ડાયાબિટીસ થવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. એકવાર તમને ડાયાબિટીસ થઈ જાય, પછી બીજા ઘણા બધા રોગો શરીરમાં આવી શકે છે. તેથી, જો તમને ડાયાબિટીસ ના દર્દી છો, તો તંદૂરી રોટલી ખાવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત તંદુરસ્ત લોકોએ પણ તેને શક્ય તેટલું ઓછું ખાવું જોઈએ.

હૃદય રોગ :

મેંદો ખાવાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે. જયારે તંદુરી રોટી મેંદામાંથી બનતી હોવાથી હૃદયરોગનું જોખમ વધવાની શક્યતા વધી જાય છે. વધારે પડતો તંદુરી રોટીનો ઉપયોગ કરવાથી જોખમ વધી જાય છે. તેનો વધુ પડતો વપરાશ તમારા હૃદય માટે હાનિકારક હોઈ શકે છે. હૃદયરોગ સંબંધિત દર્દીઓએ તંદૂરી રોટલી ક્પયારેય પણ ન ખાવી જોઈએ.

જો તમને તંદુરી રોટલી ખુબ જ પસંદ હોય અને તમારે તંદુરી રોટલી ખાવી જ હોય તો તમે ઘઉંમાંથી બનેલી તંદૂરી રોટલી ખાઈ શકો છો. જોકે મોટાભાગની હોટેલોમાં મેંદાનો ઉપયોગ તંદુરી રોટલી બનાવવા માટે થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here