તને ઉપવાસ મા સાબુદાણા નું સેવન તો કરો છો પણ શું તમે જાણો છે કે સાબુદાણા શાકાહારી છે કે માંસાહારી, જાણો અહીં એનો જવાબ….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો સાબુદાણા અત્યારે પ્રખ્યાત થઈ ગયા છે પણ જ્યારે કોઈને ખબર ન હતી એ ફરાળ વિશે ત્યારે કોઈ વાંધો ન હતું ઉઠાવતું પણ કોઈ વાર તહેવાર આવે અને ફરાળ કરવાનું મન થાઈ એટ્લે પહેલી વસ્તુ જે મનમાં આવે એ સાબુદાણા છે.જેની ખીર તો દરેક ગુજરાતી ઘરમાં બનતી જ હોય છે.તદ્દોપરાંત તેની બીજી ઘણી વાનગીઓ પણ બને છે. હાલમાં જ આવા ઘણા ઉપયોગો થઈ રહ્યા છે અને જે સાબુદાણામાંથી ખીચડી,ખીર, પાપડ,વડાં અને ચકરી જેવી ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે અને અમુક લોકો ખાસ કરીને સાબુદાણા જ ખાતા હોય છે.

પણ તમે ક્યારેય એ વાત વિચારી છે કે સાબુદાણા શામાંથી બને છે અને કેવી પ્રક્રિયા કરવામાં આવે છે તેની બનાવટ પાછળ તે પણ જણાવવામાં આવે છે અને આને કારણે જ હાલના એક સોશિયલ મીડિયા ના મેસેજ મુજબ સાબુદાણાના શાકાહારી હોવા પર સંદેહ શા માટે કરવામાં આવી રહ્યો છે તો શું આ બાબતની જાણકારી તમારા પાસે છે કે નહી ચોક્કસ નહિ ખબર હોય તમને તો ચાલો જાણીએ સાબુદાણા વિશેનો ખુલાસો.

સાબુદાણા આ રીતે ઝાડના મૂળમાથી બને છે.

સાબુદાના ને ટેપિયોકા(Tapioca) નામક વૃક્ષના મૂળમાંથી બનાવવામાં આવે છે અને તેનો હાલમાં ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે અને જેને મૂળ દક્ષિણ અમેરીકામાંથી ભારતમાં લાવવામાં આવેલ છે પણ ૧૯મી સદીમાં સાબુદાણાનું સૌપ્રથમ ઉત્પાદન તમિલનાડુના સેલમ ખાતે કરવામાં આવ્યુ હતું અને જેને માંસાહારી માનવામાં નથી આવતું પણ અજાણ લોકોને આવા વિચારો ઉભા કર્યા છે.આજે સેલમ જ ભારતનું મુખ્ય સાબુદાણા ઉત્પાદક મથક છે.જ્યાં ૭૦૦ જેટલી ફેક્ટરીઓ આ વિસ્તારમાં આવેલ છે. આઝાદી મળ્યાંના ત્રણ ચાર વર્ષ પહેલાં જ ભારતમાં પ્રથમ વખત સાબુદાણા બનાવવામાં આવ્યા હતા અને આ સાબુદાણાનું ઉત્પાદન એ પછી મોટાભાગે ગૃહઉદ્યોગ પર જ કરવામાં આવતું હતું.

તમને આ વાતની જાણ ન હોય પણ ખરેખર આ બધું જાણવાની ખાસ જરૂર છે પણ જો આપણે સાબુદાણાની બનાવટની વાત કરવામાં આવે તો આ માટે સૌપ્રથમ ટેપિયોકા વૃક્ષના મૂળને કાઢીને એમને સારી રીતે સાફ કરવામાં આવે છે અને પછી તેને પાણીથી સાફ કરવામાં આવે છે અને પછી તેને કાઢવામાં આવે છે અને આ મૂળ ને કસાવા નામથી પણ ઓળખવામાં આવે છે અને ત્યાર બાદ એક મશીન દ્વારા કસાવા મૂળની ઉપરની છાલને કાઢવામાં આવે છે અને આ છાલને કાઢ્યાં પછી પણ અંદર મૂળનો ઘટ્ટ ગર કે માવો બચે છે અને ત્યારબાદ જરૂરી પાણીની માત્રા ઉમેરી પીસવામાં આવે છે જેને હવે આ ગર ને એક વિશાળ પાત્રમાં ઠાલવવામાં વામાં આવે છે તેનો ઉપયોગ સાબુદાણામાં બનાવવામાં આવે છૅ અને બાદમાં આ સાબુદાણાને સુકવવામાં આવે છે.એમાં રહેલ વધારાના પાણીને કાઢવામાં આવે છે અને તે પછી હવે બાકી રહેલ મૂળના સુકાયેલા માવાની મશીનની મદદથી નાની નાની ગોળીઓ બનાવવામાં આવે છે અને એ ગોળીઓ એટલે કે સાબુદાણા કહેવામાં આવે છે.

પણ આ બધાનો સવાલ છે કેશુ સાબુદાણા માંસાહારી છે કે પછી શાકાહારી.

આ પ્રશ્નનો થોડો ઘણો જવાબ તો તમને ઉપરના ફકરા માથિ મળી જ ચુક્યો હશે પણ જો તમને હજુ પણ ખબર ના પડી હોય તો જણાવીએ કે હાલ ના આ એક સોશિયલ મીડિયાના મેસેજ માં એવું કહેવામા આવેલ છે કે આ સાબુદાણા બનાવવા માટે ટેપિઓકાના કસાવાને જમીનમાં ખાડો ખોદીને નાખવામાં આવે છે માટે સાબુદાણાને શાકાહારી માનવામાં આવે છે અને તેને સડવા દેવા માટે એમાં જીવડાં પડે છે અને ઇયળ પડે છે.

અળસિયાં પડે છે આવા વગેરે જતુઓનો તેની અંદર સમાવેશ થાય છે અને મૂળના ગર સમેત એ બધાંનો છૂંદો કરીને પછી સાબુદાણા બનાવવામાં આવે છે અને વધારામાં કહેવાય છે કે એની કંપનીઓની આસપાસ પણ ખરાબ ગંધ આવતી હોય છે અને જેના કારણે લોકો તેને માંસાહારી માનતા હોય છે પણ આ ખરેખર સોશિયલ મીડિયાના લેખો પર આધારિત આવા વિકૃત અને બોગસ છાપાંઓ પર વિશ્વાસ ન રાખતા કારણ કે સાબુદાણા પૂર્ણ પણે શાકાહારી છે.

Previous articleજો તમે પણ ગર્ભનિરોધક ગોળી કે નો કૉન્ડમ ઉપયોગ કરતા હોય તો ના કરો આ વસ્તુ નો ઉપાય કરવાથી થઈ જશે અનિચ્છનિય ગર્ભ બંધ,જાણો અહીં…
Next articleજાણો કઈ દિશા માં પગ રાખીને સૂવું જોઈએ, જો તમે બીજી દિશા માં પગ રાખી ને સુવો છો તો લક્ષ્મી માં છોડી દેશે તમારું ઘર,જાણો બીજી પણ ટિપ્સ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here