લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આ રીતે ઘરે જ બનાવો ટેસ્ટી સમોસા
સમોસા બધાને ભાવે છે. તેને ખાવાની મજા ત્યારે આવે છે જ્યારે સમગ્ર પરિવાર એક સાથે બેસીને ચાની ચુસ્કી સાથે ગરમા ગરમ સમોસાનો આનંદ ઉઠાવે. આજે અમે તમને ઘરે સમોસા બનાવવાની વિધિ બતાવવા જઈ રહ્યા છીએ. તેને બનાવવાની રીત ખૂબ સરળ છે.
સામગ્રી
- 250 ગ્રામ મેંદો
- 60 ગ્રામ તેલ
- મીઠુ સ્વાદ મુજબ.
ભરાવણ માટે
- 400 ગ્રામ બાફેલા બટાકા
- અડધો કપ લીલા વટાણા
- અડધો કપ પનીર
- 2-3 કાપેલા લીલા મરચા
- અડધી ચમચી આદુ
- એક ટેબલ સ્પૂન લીલા ધાણા
- 2 નાની ચમચી ધાણાજીરુ
- થોડો ગરમ મસાલો
- 1 નાની ચમચી આમચૂર પાવડર
- સ્વાદમુજબ મીઠુ.
- તળવા માટે તેલ.
બનાવવાની રીત – સૌ પહેલા મેંદામાં તેલ અને મીઠુ નાખીને તેને ગૂંથી લો. ધ્યાન રાખો કે લોટ થોડો કઠણ હોય. ત્યારબાદ બાફેલા બટાકાને કાપી લો કે પછી હાથ વડે મોટા મોટા તોડી લો. હવે તેમા વટાણા, મીઠુ, લીલા ધાણા, આદુ, ધાણા જીરું, ગરમ મસાલો, આમચૂર પાવડર અને પનીર નાખીને સારી રીતે મિક્સ કરી લો.
હવે લોટના લૂવા બનાવી લો અને સંપૂર્ણ રીતે વણી લો. આ વણેલી પૂરીને વચ્ચેથી બે ભાગમાં કાપી લો અને એક ભાગને ત્રિકોણ આકારમાં વાળીને સમોસાના આકારમાં વાળીને પાણી લગાવો. ત્યારબાદ તેમા આલૂનુ મિશ્રણ ભરીને સારી રીતે બંધ કરો જેથી મસાલો બહાર ન નીકળે.
કઢાઈમાં તેલ નાખીને ગરમ કરો અને તેમા સમોસા નાખીને બ્રાઉન થતા સુધી તળો. કઢાઈમાંથી સમોસા કાઢીને પેપર નેપકિન લાગેલ પ્લેટમાં મુકી દો. ગરમા ગરમ સમોસા તૈયાર છે. હવે તેને ચટની સાથે પીરસો
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.