દાંતના દુઃખાવામાં અકસીર છે ઘરેલુ ઉપચાર, જાણીલો ક્યારેક કામ આવે આવું જાણેલું..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે થોડીવાર આપણે ગરમ ખાતા હોઈ તો જોડે ઠંડુ કોલ્ડડ્રિન્કની આદત થઈ ગઈ છે, જેમાં આપણા ને તો એ ટાઈમેં આ સરસ લાગે પરંતુ સમય જતાં આજ મજા આપણા દાંત માં સજા થાય છે, ત્યારે આવો જાણીએ દાંત ના દુખાવામાં ઘરેલુ ઉપચાર.

દાંતના દુઃખાવામાં ફાયદોઃ

દાંતના દુઃખાવાની પીડા તો જેને દુઃખાવો થયો હોય એ જ સમજી શકે. દાંતમાં સણકા મારે ત્યારે આખા લમણા અને કાનમાં પણ અતિશય દુઃખાવો થવા માંડે છે. આપણને દાંતનો દુઃખાવો થાય ત્યારેઆપણે તરત જ પેઈન કિલર લઈ લઈએ છીએ અથવા તો દાંતના ડૉક્ટર પાસે દોડી જઈએ છીએ. જો કે એક આયુર્વેદિક ઉપચાર એવો પણ છે જે પેઈન કિલર કરતા પણ ઝડપથી તમને દાંતના દુઃખાવામાં રાહત આપી શકે છે અને નિયમિત કરવામાં આવે આવે તો દાંતને લગતી કોઈ સમસ્યા પણ ક્યારેય થતી નથી.

ત્યારથી જ શરૂ કરી દોઃ

દાંતનો દુઃખાવો ભાગ્યે જ એકાએક ચાલુ થાય છે. થોડા દિવસ પહેલાથી દુઃખાવાના લક્ષણ મળવા જ માંડે છે. જેવો દાંતમાં થોડો પણ દુઃખાવો શરૂ થાય, આ આયુર્વેદિક ઉપચાર શરૂ કરી દેવો જોઈએ. તેનામાં દાંતનો સડો દૂર કરવાની ક્ષમતા રહેલી હોવાથી સમયસર ઉપચાર કરશો તો દાંતના ડોક્ટરને પણ બતાવવાની જરૂર નહિ પડે.

બસ આટલું કરોઃ

આ ઉપચાર માટેની સામગ્રી તમને તમારા રસોડામાંથી જ મળી જશે. 1 મોટી ચમચી ભરીને તલનું તેલ લો. તેમાં કપૂરની અડધી ગોટીનો ભૂકો કરી નાંખો. હવે તેમાં ચપટી સિંધવ લૂણ ઉમેરો. હવે આ પ્રવાહીને મોંમાં રાખી દુઃખાવો થતો હોય એ જગ્યાએ ભરી રાખો. ત્રણથી પાંચ મિનિટ પછી થૂંકી નાંખો, તરત કોગળા ન કરશો. આ એવો અકસીર ઉપચાર છે જેનાથી તમને થોડી જ વારમાં દાંતના દુઃખાવામાં રાહત મળશે. ઘણા લોકોને તો ચાર-પાંચ વાર આ પ્રયોગ કરવાથી ડોક્ટર પાસે પણ જવાની જરૂર નથી પડતી. આયુર્વેદમાં કોગળા કરવાની પદ્ધતિને દાંતના  સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.

આ રીતે થાય છે ફાયદોઃ

તલના તેલમાં પેઢામાંથી લોહી નીકળતુ હોય, દાંતમાં સડો હોય, મોંમાંથી વાસ આવતી હોય, હોઠ ફાટી ગયા હોય કે ગળુ સૂકાતુ હોય તો તેને દૂર કરવાની શક્તિ રહેલી છે. આ ઉપરાંત તે દાંત, પેઢા અને જડબાને મજબૂત બનાવે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ તેનાથી દાંત સફેદ થાય છે, પાચન શક્તિ સુધરે છે અને શરીર ધીરે ધીરે વધુ તંદુરસ્ત બને છે.

આયુર્વેદિક માઉથવૉશના ફાયદાઃ

તમે આને આયુર્વેદિક કે હર્બલ માઉથ વૉશ પણ કહી શકો છો. તમારા પાચનતંત્રની જેમ તમારા મોંમાં પણ ખરાબ બેક્ટેરિયાને મ્હાત આપવા સારા બેક્ટેરિયાની જરૂર પડે છે. તમે બજારમાં મળતા જે એન્ટિબેક્ટેરિયલ માઉથ વૉશ વાપરો છો. તેનાથી તમારા સારા બેક્ટેરિયા પણ મળી જાય છે. આયુર્વેદિક માઉથવૉશ સારા સારા બેક્ટેરિયાને મોંમાં રહેવા દે છે જેને કારણે આપણા દાંતનું અને શરીરનું આરોગ્ય ધીમે ધીમે સુધરવા માંડે છે.

Previous articleમન્નત પુરી થતા 2.25 કરોડનું સોનુ તિરુપતિ બાલાજીને અપર્ણ કર્યું
Next articleવારાણસીના વિશ્વપ્રસિદ્ધ મંદિર બાબા વિશ્વનાથનો મહિમા, જાણો પ્રધાનમંત્રી પણ દર વર્ષે આવે છે દર્શને

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here