તમે કોઈના તેરમાંમાં ભોજન કરો છો? જાણીલો નહિ તો આવશે મોટી આફત,ભગવાન શ્રી કૃષ્ણ એ કહી આ વાત

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આપણે સૌ જાણીએ છીએ કે હિંદુ પરંપરામાં મુખ્ય સોળ સંસ્કાર આવેલા છે. તેમાં પહેલો સંસ્કાર ગર્ભ સંસ્કાર અને સોળ સંસ્કાર એટલે અંતિમ સંસ્કાર. દરેક સંસ્કારને આપણે માનીએ છીએ અને રિવાજ મુજબ આપણે તેનું પાલન પણ કરીએ છીએ અને ખુબ જ ઉત્સાહથી આ સંસ્કાર કરીએ છીએ.

આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ કોઈના કુટુંબમાં કોઈપણ સભ્યનું મૃત્યુ થયું હોય તો તેના તેરમાંના કે દાડાના  દિવસે દરેક લોકોને ઘરે બોલાવીને ભોજન કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં આવો એક રિવાજ બની ગયો છે અને વર્ષોથી આ રીવાજ ચાલતો આવે છે. જયારે કોઈ વ્યક્તિના બારમાના દિવસે ભોજન કરવામાં આવે છે ત્યારે તે ભોજનને મૃત્યુભોજન તરીકે ઓળખવામાં આવે છે.

આ રિવાજથી આર્થિક રીતે જે લોકોને પરિસ્થિતિ નબળી હોય તે લોકો પર વધારે અસર પડે છે, કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તે ખુબ જ દુઃખમાં હોય છે અને બારમાના દિવસે વિધિ કરાવવામાં આવે છે, પહેલાના સમયમાં જ્યારે કોઈપણ સભ્યોનો મૃત્યુ થયાં તેના ઘરે ભોજન બનતું ન હતું. અને સમાજના લોકો ભોજનની વ્યવસ્થા કરતા અને પોતાના ઘરેથી ભોજન લઈને આવતા અને સૌ સાથે મળીને ભોજન કરતા જેના કારણે મૃત વ્યક્તિની યાદ ઓછી આવે.

ત્યારબાદ તેરમાના દિવસે દરેક લોકોને જમાડવાનો રીવાજ બની ગયો. આ તેરમાંનું ભોજન ક્યારેય કરવું જોઇએ નહીં.આ કથા મહાભારત માં ભગવાન શ્રીકૃષ્ણે કહી છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું અને ભગવાન શ્રીકૃષ્ણ દુર્યોધન ને મનાવવા ગયા કે યુદ્ધ ન કરવું અને સંધિ કરી લઈએ. ત્યારે દુર્યોધન કૃષ્ણની વાતને માન્યા નહીં અને જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ દુઃખી થઈ ગયા અને તે દુર્યોધન મહેલમાંથી નીકળવા ગયા ત્યાંરે દુર્યોધને ભગવાન શ્રીકૃષ્ણને ભોજન કરવાનો આગ્રહ કર્યો.

ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે ‘સંપદા ભોજ્યાની આપદા ભોજયની વા પુને’. એટલે કે જ્યારે ખવડાવવાનું મન ખુશ ના હોય  અને ખાવા વાળા પણ ખુશ ના હોય ત્યારે તે ભોજન ક્યારેય કરવું જોઇએ નહીં. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યારે તેનો પરિવાર ખૂબ જ દુઃખ માં હોય છે, અને દુઃખમાં જ રડતા રડતા ભોજન બનાવે છે. અને ભોજન રડતા રડતા પીરસવામાં આવે છે અને તે અંદરથી ખૂબ જ દુઃખી હોય છે. એટલે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે જે વ્યક્તિ દુઃખી હોય તેનું ક્યારેય ભોજન કરવું નહિ.

આ ઉપરાંત જો મૃત્યુ ભોજન કરવામાં આવે તો ઊર્જાનો નાશ થાય છે, આ વાત તો આપને જાનવર પાસેથી શીખવી જોઈએ કારણ કે, જ્યારે કોઈ પણ જાનવર નું મૃત્યુ થયું હોય તો ત્યારે દરેક ત્યાં બેસી રહે છે. અને તે થોડા દિવસ સુધી કાંઇ ખાતા પણ નથી. બસ તેના દુઃખનો ભાગીદાર બને છે બસ આપણે તેને દુઃખમાં સહભાગી થવું જોઈએ પરંતુ ક્યારેય ભોજન કરવું જોઇએ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here