લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
પ્રખ્યાત કોમેડી ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરેક લોકોને ખૂબ જ પસંદ આવે છે. નાના બાળકોથી લઈને દરેક લોકોને આ કોમેડી શો જોવાની ખૂબ જ મજા આવે છે અને આ શોમાંથી કંઈકને કંઈક જીવનમાં ઉતારવા મળે તેવી સ્ટોરી પણ આવે છે તે છેલ્લા ઘણા વર્ષોથી ટીવીમાં ખૂબ જ આગળ પડતો ટીઆરપી રેટ આપતો શો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દરેક કલાકારોને લોકો ખૂબ જ પસંદ કરે છે, અને દરેક અભિનેતાઓએ પોતાનો ખાસ અભિનય કરીને દરેકના લોકોમાં દિલમાં જ સારી એવી જગ્યા બનાવી રાખી છે. તારક મહેતા કોમેડી શો જોઈને લોકો ટેન્શન મુક્ત બની જે છે.
થોડા સમય પહેલા દયા બહેન એટલે કે દિશા વાકાણીએ શો છોડી દીધો હતો, ત્યારબાદ ભવ્ય ગાંધી એટલે કે ટપુ એ પણ તો છોડ્યો હતો, દયા ભાભી ની જગ્યા બીજું કોઈ નથી લઈ શક્યું જ્યારે ટપુની જગ્યાએ બીજો ટાપુ આવી ગયો છે. એવું કહેવામાં આવે છે કે, દિલીપ જોષી એટલે કે જેઠાલાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડવા જઈ રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે આ વાતમાં કેટલી સત્યતા છે. તો ચાલો આપણે આજે જાણીએ કે દિલીપ જોષી શું નિવેદન આપ્યું છે શો છોડવા વિશેનું.
દિલીપ જોષી જણાવે છે કે આ શો નું પાત્ર ભજવીને મને ખૂબ જ આનંદ થાય છે, આ ઉપરાંત ઇન્ડિયન એક્સપ્રેસ ઇન્ટરવ્યૂમાં દિલીપ જોષીએ જણાવ્યું હતું કે, તે આ શો નથી છોડી રહ્યો પરંતુ તે આ શોમાં અગાઉની જેમ જ કામ કરવા માંગે છે.
આ ઉપરાંત જેઠાલાલ જણાવે છે કે મને ઘણી બધી જગ્યાએથી ઓફર આવી રહી છે. પરંતુ આ શોમાં જેઠાલાલ પાત્રનો અભિનય કરવો મને ખૂબ જ પસંદ આવે છે. અને બિનજરૂરી હું શા માટે શો છોડી દઉં. આ ઉપરાંત દિલીપ જોષીએ જણાવ્યું હતું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલના પાત્રમાં પોતે જોવા મળશે.
આ ઉપરાંત તેણે જણાવ્યું કે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોમેડી શો છે, અને તેનો ભાગ ભજવવા માટે ખૂબ જ આનંદ આવે છે. આ ઉપરાંત આ શો સારો ચાલી રહ્યો હોય તો હું આ કામ છોડીને બીજા અન્ય કામમાં શા માટે જતો રહું. હું ખૂબ જ ખુશ છું એટલે તારક મહેતા શોમાં ભવિષ્યમાં પણ જેઠાલાલના પાત્રમાં જોવા મળશે.