ટિકટોક એપ પર હાઇકોર્ટનો આદેશ થઈ શકે છે બંધ, વાંચો શુ છે સમગ્ર મામલો..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઈન્ટરનેટ પર છવાયેલા લોકો માં આજે આ ટિકટોક નો ક્રેઝ વધારે ઉજ્વળ બન્યો છે. ભારતમાં ખૂબ જ ઓછા સમયમાં યુવાવર્ગમાં ઘેલછા લગાડનારી અને રાતોરાત ફેમસ થઇ ગયેલી વીડિયો એપ ટિક – ટોકના ચાહકોને મદ્રાસ હાઇકોર્ટના આદેશ બાદ મોટો ઝટકો લાગી શકે છે.

હાઇકોર્ટે સરકારને આ એપ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે. કોર્ટ અનુસાર આ ચાઇનીઝ વીડિયો એપ ટિક – ટોક વાંધાજનક સામગ્રીને પ્રસારિત કરીને તેનો ફેલાવો કરે છે. મદ્રાસ હાઇકોર્ટે એપ વિરુદ્ધ કરાયેલી અરજીની સુનાવણીમાં દર્શાવ્યું હતું કે જે બાળકો ટિકટોક એપનો ઉપયોગ કરે છે તેવો યૌન શોષણ કરતા લોકોના સંપર્કમાં જલ્દી આવી જાય છે.

આ પ્રકારની વાંધાજનક એપનો ઉપયોગ કરવાથી મોટો ખતરો રહેલો છે. બીજિંગ કંપની દ્વારા બનાવાયેલી આ એપ ટિકટોક પર યૂઝર્સ પોતાની ટેલેન્ટને રજૂ કરતા ઓછી સેકસના વીડિયો બનાવવાની સાથોસાથ તેને શેર પણ કરી શકે છે. ભારતમાં આ એપ રાતોરાત ફેમસ થઇ ચૂકી છે.

એપ દ્વારા મોટા ભાગે ચૂર્ઝર્સ બોલિવૂડના ડાયલોગ, જોક્સ રજૂ કરીને પોતાના કૌશલ્યને દર્શાવતા હોય છે. જણાવી દઇએ કે ફેબ્રુઆરી મહિનામાં મીડિયા સાથેની વાતચીતમાં તામિલનાડુના આઇટી મંત્રીએ એપ પરની કેટલીક સામગ્રી ખૂબજ અસહ્ય હોવાનું કહ્યું હતું.

બીજેપીના એક નિકટના પક્ષ હિન્દુ રાષ્ટ્રવાદી સમૂહ પણ એપ પર પ્રતિબંધ લાવવાની રજૂઆત કરી હતી. જો કે ફેબ્રુઆરીમાં જ બીજેપીના આઇટી સેલના ચીફ અમિત માલવીએ કહ્યું હતું કે ટિકટોકના કેટલાક વીડિયો ખૂબજ ક્રિએટીવ હતા.

Previous articleસેક્સ માટે સ્ત્રીઓના આ પાર્ટસ હોય છે સેન્સિટિવ, તેને ટચ કરવાથી વાંચો ક્લીક કરીને..
Next articleગુરુદ્વારા સાહિબમાં MRI અને CT Scan સુવિધા ઉપલબ્ધ, 7000 નો ટેસ્ટ માત્ર ને માત્ર 50 રૂપિયામાં વાંચો ક્લિક કરીને..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here