100% ગેરેંટી, ઢીંચણનો ગમે તેવો દુખાવો ઉભી પુંછડીએ ભાગી જશે, જીવો ત્યાં સુધી ટીકડી નહિ લેવી પડે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મોટાભાગે બેઠાડુ જીવન અને અનિયમિત ખોરાકને કારણે આજકાલ નાની ઉંમરમાં પણ ઢીંચણ નો દુખાવો જોવા મળે છે, ઘણી વખત દુખાવા ની દવા લેવા છતાં પણ દુખાવામાં રાહત થતી નથી ઓપરેશન કરાવવાની જરૂર પડે છે. ઘણા લોકોને તો ઓપરેશન કરાવ્યા પછી થોડા સમય સારું રે છે પણ થોડા વર્ષમાં જ દુખાવો પાછો શરુ થઇ જાય છે.

શરીરમાં ઢીંચણ એ બારી બારણાના મીજાગરા જેવું કામ કરે છે. ઢીંચણથી જ આપણે ઊભા રહી શકીએ અને ચાલી શકે તે માટે ઢીંચણને ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. જ્યારે શરીર બેસે, ઊઠે કે કામ કામ કરે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો ગોઠણમાં જ દુખાવો થશે તો આપણે ઘણા બધા કામ કરી શકશે નહીં. જે લોકોને ઘુટણ દુખવાની તકલીફ હોય તે લોકો ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે.

ઘણીવાર વધારે વજન સાયકલિંગ કે એકધારી પલાંઠી વાળીને બેસી રહેવામાં આવે અથવા તો કોઈ એક પગ ના ઢીંચણ પર લાંબા સમય સુધી વજન આપવામાં આવે અથવા પથરાળ જમીન પર ચાલવામાં આવે તો ઢીંચણના દુખાવો થવાના શરૂ થઈ જાય છે.

ઘુટણ ના દુખાવા મેથી ખૂબ જ કારગર ઉપાય માનવામાં આવે છે. કારણ કે મેથી એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. રોજ રાત્રે સૂતા પહેલા દસથી બાર મેથીના દાણા ગળી જવાથી અથવા તો સાંજે મેથી પલાળી સવારે મેથી ને ગળી જવાથી ઢીંચણના દુખાવામાં ખૂબ જ રાહત થઈ છે.

લસણ સાંધાના દુખાવા દૂર કરવા માટે ખુબજ ઉપયોગી છે રોજ સાંજે સૂતી વખતે એક ગ્લાસ ગરમ દૂધમાં લસણ નાખીને પીવાથી કમરનાં દુખાવામાં અને ઢીંચણના સોજામાં ફાયદાકારક સાબિત થાય છે. 1 ચમચી મેથી એક ચમચી સુંઠ અને એક ચમચી અજમાને શેકો ત્યારબાદ તેમાં સરસવનું તેલ નાખવું. આ તેલથી માલિશ કરવાથી દુખાવામાં ખૂબ જ રાહત પ્રાપ્ત થાય છે.

ઘણી વખત ઢીંચણનો દુખાવો યુરિક એસિડ વધી જવાને કારણે અથવા તો વિટામીન બીટવેલ ની ખામી ને કારણે પણ થઈ શકે છે. એટલે પહેલા તે જાણવું જરૂરી છે કે શરીરમાં યુરિક એસિડ વધી ગયું નથી કે બીટવેલ ની ખામી નથી અને જો હોય તો તેનો ઇલાજ કરવાથી પણ ઢીંચણનો દુખાવો મટી જાય છે, આ ઉપરાંત ખાંડ મીઠું અને મેંદો તેમજ આથાવાળી ચીજો ખાવાની બંધ કરવી જોઈએ.

બે ચમચી અશ્વગંધા પાવડર, એક ચમચી સુંઠ પાવડર અને બે ચમચી દળેલી ખાંડ લેવી ત્યારબાદ ત્રણેય ને સારી રીતે મિક્સ કરી રોજ સાંજે સૂતી વખતે દૂધમાં આ મિશ્રણ નાખીને પીવાથી કોઈ પણ સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત થાય છે.

આંકડાના પાન ઢીચણ ના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. સવળી બાજુ આંકડા ના પાન પર દિવેલ લગાવી તેને ધીમા તાપે શેકી તેની ઉપર લગાવી કોટનનું કપડું બાંધી દેવો. રોજ સાંજે આવું કરવાથી ૧૫ દિવસમાં જ ઢીંચણનો દુખાવો માટે બંધ થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here