પથરીના અસહ્ય દુખાવામાં રાહત આપશે આ ઘરેલુ ઉપાય

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

સામાન્ય જિંદગીમાં લોકો ઘરે ઓછા અને બહાર વધારે દેખાય છે. તો ભૂખને દુર કરવા માટે મોટાભાગના લોકો બહારનું ખાવા પર નિર્ભર રહેતા હોય છે. એવામાં ખરાબ કેટરિંગને કારણે કીડનીમાં સ્ટોન (પથ્થર) ની સમસ્યાઓ વધવા લાગી છે. પરંતુ, થોડા ઘરેલું ઉપાયોને જો તમે પોતાના જીવનમાં અપનાવો તો આરામથી ઠીક થઈ શકે છે.

પથરીનો દુ:ખાવો અસહ્ય હોય છે. આ દર્દથી બચવા માટે નીચે મુજબ દર્શાવેલ ઉપાયોને તમારી રોજિંદા જીંદગીમાં અપનાવો અને રોગ મુક્ત સુખી જીવનનો આનંદ માણો.

મરી

મરીને બેલ પત્રની સાથે ખાવાથી બે અઠવાડિયામાં કિડનીના પત્થરો પેશાબના રસ્તેથી બહાર નીકળવા લાગે છે.

ચોલાય (જાંબુડા રંગનું ફૂલવાળું ઝાડવું)

ચોલાયએ પથરીને ઓગળવાનો રામબાણ નુસખો છે. ચોલાયનું શાક બનાવીને અથવા ચોલાયને ઉકાળીને ધીરે ધીરે ચાવીને ખાવાથી તમને રાહત મળી શકે છે.

વરિયાળી

વરિયાળી, સાકર અને સુકા ધાણાને સમાન માત્રામાં લઈ અડધા લિટર પાણીમાં પલાળીને રાખો. 24 કલાક પછી ઝારાથી પાણી કાઢીને તેનો પેસ્ટ બનાવી લો અને અડધા કપ ઠંડા પાણીમાં એક ચમચી આ પેસ્ટને નાખીને નિયમિતરૂપે પીઓ.

જીરું

જીરું અને ખાંડને એક સમાન માત્રામાં લો, તેનો પાઉડર બનાવો અને તેને દિવસના ત્રણ વખત ઠંડા પાણીની સાથે ખાઓ. આમ કરવાથી કિડનીના પત્થરો પેશાબના મારફતે બહાર નીકળી જશે.

એલચી

એક ચમચી એલચી, તરબૂચના બીજનું કર્નલ અને બે ચમચી સાકરને એક કપ પાણીમાં નાખીને ઉકાળો. આ ઠંડુ થયા બાદ ઝારીથી પાણી કાઢી સવારે અને સાંજે પીવાથી પથરી પેશાબના મારફતે બહાર નીકળી જાય છે.

Previous articleઆદુના ફક્ત ફાયદા જ નથી, આ લોકો માટે સાબિત થઈ શકે છે હાનિકારક
Next articleD નામવાળા લોકો કેવા હોય છે? D નામવાળા વ્યક્તિ જરૂર વાંચો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here