લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આ સુગર ફ્રી અને સરળ વાનગીઓ ખાવાની તો મજા આવશે જ બનાવવાની પણ એટલી જ મજા આવશે!!
ખજૂર ડ્રાયફૂટ રોલ (સુગર ફ્રી):
સામગ્રી:
- 500ગ્રામ ખજૂર
- 50ગ્રામ-ડ્રાયફ્રુટ
- 1 વાટકી-ઘી
- 50 ગ્રામ દૂધનો માવો
- 10ગ્રામ-ખસખસ(સેકેલી)
રીત:
સૌપ્રથમ ખજૂરના બી કાઢીતેને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ ગેસ પર નોનસ્ટિક પેન મૂકી તેમાં 2ચમચી શુદ્ધ ઘી નાખો. ઘીગરમ થઇ જાય એટલે તેમાં ડ્રાયફૂટ(નાના નાના ટુકડામાં કાપેલું)ઉમેરી દો. 2-3મિનિટ સુધી ડ્રાયફ્રુટને ઘીમાં સાંતળી લો. પછી એનેએક બાઉલમાં કાઢી લો.
ફરી એ જ પેનમાં થોડું ઘી ઉમેરી ઘી ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલો ખજૂર નાખો. ખજૂરને ધીમા તાપેહલાવતા રહો.હવેતેમાં માવો ઉમેરી દો અને સરખી રીતે હલાવી મિક્સ કરી દો. સરસ સુગંધ આવવા લાગશે અને ખજૂર સોફ્ટબની જશે. એમાં થોડી ખસખસ અને શેકેલા ડ્રાયફ્રુટ ઉમેરી દો અને બધુ સરખી રીતે મિક્સ કરી લો.
હવે એક બટર પેપર અથવા પ્લાસ્ટિકની કોથળી ઉપર આ મિશ્રણ પાથરી મિક્સ કરી રોલ વાળી લો. આ રોલને ફ્રિજમાં સેટ કરવામૂકી દો. 2 કલાક માટે સેટ થવા દો. ત્યારબાદ ફ્રિજમાંથી રોલ કાઢી ઘી વાળા હાથે રોલને ફેરવો જેથી એકસરખો થઇ જાય. પછીએને નાના નાના પીસમાં કટ કરી લો. અને ખસખસમા રગદોળી લો. ઉપર થોડું ડ્રાયફ્રુટ છાંટી દો.
તૈયાર છે ટેસ્ટી, હેલ્ધી, સુગર ફ્રીખજૂર ડ્રાયફૂટ રોલ
ખજૂર બિસ્કિટ:
સામગ્રી:
- 500ગ્રામ- ખજૂર,
- 3ચમચી- ઘી ,
- 1વાટકી- ટોપરું,
- 50 ગ્રામ- માવો,
- 1વાટકી- સમારેલું ડ્રાયફ્રુટ,
- 1 પેકેટ મેરી ગોલ્ડ બિસ્કિટ
રીત:
સૌપ્રથમ ગેસ પર નોનસ્ટિક પેન મૂકીતેમાં 3 ચમચી ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ખજૂર નાખો અને બરાબર શેકી લો. ત્યારબાદ તેમાં માવો, ટોપરું અને ડ્રાયફ્રુટ ઉમેરી બરાબર મિક્સ કરો. ખજૂર એકદમ સોફ્ટ બને ત્યાં સુધી ગેસ પર તેને હલાવતારહેવુ. ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારી ઠંડુ પડવા દો.
હવે પારલે મેરી બિસ્કિટ લો. એક બિસ્કિટ પર આ ખજૂર બરાબર પાથરી લો. આખુ બિસ્કિટ કવર થઈ જાય એ રીતે પાથરવું. હવેખજૂરના આ લેયર પર બીજું બિસ્કિટ મૂકો. ફરીથી બીજા મુકેલા બિસ્કિટ પર ખજૂર પાથરો. અને એના પર ત્રીજું બિસ્કિટ મૂકો.
હળવા હાથે આ ત્રણેય બિસ્કિટને દબાવી દો.પછી તેને ચપ્પુ વડે વચ્ચેથી કાપી એના પીસ કરી લો. જો તમે ઈચ્છો તો ઉપરનાબિસ્કિટને ખજૂર વડે કવર કરી શકો છો. તેના પર ડ્રાયફ્રુટ પણ ભભરાવી શકાય.
આ બંને વાનગીઓ બનાવવામાં એકદમ સરળ છે. જો બાળકોને ખજૂર ન ભાવતો હોય તો આ રીતે એમને આપી શકાય.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.