લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
એક ફાયરફાઇટર માટે કોઈનું જીવન સૌથી વધુ મહત્વ ધરાવે છે અને વાતને જેરેમીએ સાબિત પણ કરી છે. જેરેમી પોતાના લગ્નના દિવસે તેની પત્નીને છોડી લોકોની મદદ માટે પહોંચી ગયા. જેરેમી અને ક્રિસ્ટાના લગ્નના દિવસ એક ઇમરજન્સી કોલ આવ્યો કે એક ઘરમાં આગ લાગી છે આ પછી જેરેમી બધું છોડીને લોકોની મદદ કરવા નીકળી ગયા. બંનેની આ હકીકતએ ઇન્ટરનેટ પર લોકોનાં દિલ જીતી રહી છે.
ફાયરફાઈટર – ફાયર સ્ટેશનમાં કપલે કર્યા લગ્ન
જેરેમી અને તેમની ગર્લફ્રેન્ડ ક્રિસ્ટાએ પોતાના લગ્ન સેન્ટ પૉલમાં ફાયર સ્ટેશન પર કરવાનો નિર્ણય લીધો, જ્યાં જેરેમી કામ કરે છે. ક્રિસ્ટાને લાગ્યું હતું કે તે દિવસે કોઈ ઇમરજન્સી કૉલ આવી શકે છે અને આવી પરિસ્થિતિમાં તે તેના પતિને મોકલવા માંગતી નથી. ફાયર સ્ટેશન પર લગ્ન કરવાથી ઇમરજન્સીની સ્થિતિમાં જેરેમી તેના સહકાર્યકરોને મોકલી શકે છે. જ્યાં ક્રિસ્ટાના આવા વિચારો હતા, ત્યાં નસીબએ બીજું જ કંઈક વિચાર્યું હતું.
લગ્ન છોડી મદદ કરવા માટે નીકળ્યા જેરેમી
બંનેના લગ્ન પછી જયારે બધા ફોટા પડાવી રહ્યા હતા, ત્યારે ફાયર સ્ટેશન પર એક ઇમરજન્સી કૉલ આવ્યો. કોલમાં કહેવામાં આવ્યું હતું કે એક ઘરમાં આગ લાગી ગઈ છે. ટૂંક સમયમાં જ ત્યાં ફાયરફાઈટર્સને મોકલવામાં આવ્યા, પરંતુ જયારે ફરીથી કૉલ આવ્યો કે આગ ભયાનક છે તો જેરેમીને ત્યાં જવું પડ્યું. ક્રિસ્ટાએ કહ્યું, ‘હું તેમને રોકી શકતી નથી. હું એ તેમને કહ્યું, જાઓ અને લોકોની મદદ કરો. તે આખું જીવન મારી સાથે રહેશે. તે સમય દરમિયાન લોકોને તેમની જરૂર હતી.’
પત્નીએ પતિને પૂરો સાથ આપ્યો
બંને 1 સપ્ટેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. જેરેમી કહે છે કે ક્રિસ્ટાની આ વાતથી તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ જેરેમી અને ક્રિસ્ટાની પ્રશંસા કરી રહ્યા છે. જેરેમી, જેમણે પોતાના લગ્ન છોડી લોકોનું જીવન બચાવ્યું અને ક્રિસ્ટા, જે પોતાના પતિના વ્યવસાયને સમજી