લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ભગવાનમાં શ્રદ્ધા રાખો તો તમારી માનતા પુરી થાય, આ વાત આપણાં વડીલો આપણાને હમેશા કેહતા આવ્યા છે,ત્યારે આજે આવો જ એક શ્રદ્ધાની વાત કરીશું,સાઉથ ભારતનું સૌથી પ્રખ્યાત મંદિર એટલે શ્રી તિરુપતિ બાલાજી, જેમાં દર વર્ષે કરોડો લોકો પોતાની આસ્થા અને માનતા પુરી કરવા આવે છે,જેમાં મોટાભાગે આખા ભારતમાંથી લોકો આવે છે,
આ મંદિરને વિશ્વનું સૌથી ધનીક મંદિર પણ કહેવાય છે, ત્યારે આજે આ મંદિરમાં એક શ્રદ્ધાળુ દ્વારા 2.25 કરોડનું સોનુ ભેટમાં આપવામાં આવ્યું હતું,તિરુપતિ મંદિરનું નામ હંમેશા દાન બાબતે ચર્ચામાં આવે છે. હાલમા જ એક કાપડના વેપારીએ માનતા પૂરી કરવા માટે ભગવાન વેંકટેશ્વરને સોનાના 2.25 કરોડના સોનાના ઘરેણાં દાન પેટે ચઢાવ્યા છે.
તિરુપતિ બાલાજી મંદિરે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. ઉલ્લેખનીય છે તિરુપતિ મંદિરમાં કતિ-વરધા હસ્તમ સોનાના ઘરેણા હોય છે. વેપારીએ જે ઘરેણાં દાન કર્યા તે ભગવાનને હાથમાં પહેરાવવામાં આવે છે. જેની કિંમત આશરે 2.25 કરોડ રૂપિયા થાય છે.
તમિલનાડુના વેપારી થંગા દુરાઈએ તિરુપતિ ભગવાનની એક માનતા રાખી હતી જે પૂરી થતા 6 કિલોના સોનાના ઘરેણાં મંદિરમાં દાન આપાવનો નિર્ણય કર્યો હતો.
આ અંગે વેપારીએ કહ્યું કે, ‘થોડા વર્ષો પહેલા હું બીમાર થયો હતો અને મૃત્યુની નજીક પહોંચી ગયો હતો. મારા બચાવની થોડી આશાઓ બાકી હી પરંતુ ભગવાન વેંકટેશ્વરને પ્રાર્થના કરી અને માનતા માંગી હતી.’