લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ટેસ્ટમાં ચેન્જ મળશે અને શિયાળાની સવાર પણ સુધરી જશે
શિયાળામાં ચા સાથે ગરમાગરમ ભજીયાં ખાવાની મજા જ અલગ છે. ઉપરાંત અત્યારે તો માર્કેટમાં મકાઇ પણ બહુ સારી આવે છે, એટલે ડુંગળી, બટાકાં કે મેથીનાં ભજીયાં ખાઇને કંટાળ્યા હોય તો મકાઇનાં ભજીયાં પણ ટ્રાય કરી શકો છો. ટેસ્ટમાં ચેન્જ મળશે અને શિયાળાની સવાર પણ સુધરી જશે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.
સામગ્રી
- 500 ગ્રામ મકાઈ
- ચાર-પાંચ મરચા
- બે ચમચી ચણાનો અથવા ઘઉંનો કકરો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- એક ચમચી હળદર
- એક ચમચી અજમો
- એક ચમચી જીરું
- ધાણાં સમારેલા વગેરે
- તેલ તળવાં માટે
રીત
મકાઈને સાફ કરી ધોઈ લો. હવે તેને છીણી લો. દાણા છીણાઈ જાય કે આ પેસ્ટમાં બે ચમચી ચણાનો અથવા કકરો લોટ નાખીને સારી રીતે હલાવો. હવે આમાં ઉપર બતાવેલ બાકી બધો મસાલો નાખીને હલાવો. કઢાઈમાં તેલને ખૂબ તપાવો, એક ચમચી તેલ ભજીયાના ખીરામાં નાખી હલાવો, હવે આ ખીરાં વડે મધ્યમ આકારના ભજીયા બનાવી તળી લો.
તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…