લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
શિયાળામાં મૂળાના પરાઠા લગભગ બધાંના ઘરે બનતા હોય છે. મૂળાના પરાઠા ખાવામાં હેલ્ધી હોય છે અને ટેસ્ટી પણ બહુ લાગે છે. જોકે બિગનર્સ માટે આ પરાઠા બનાવવા બહુ મુશ્કેલ હોય છે. મૂળા પરાઠામાંથી બહાર નીકળી જાય છે અને તવી પર ચોંટી જાય છે. તેમની આ સમસ્યાનું જ સોલ્યુ્શન લાવ્યા છીએ અમે અહીં.
મૂળાના પરાઠા સામગ્રી
- બે ટેબલસ્પૂન ઝીણી સમારેલી લીલી કોથમીર
- બે ઝીણાં સમારેલાં લીલાં મરચાં
- અડધી ચમચી અજમો
- સ્વાદ અનુસાર મીઠું
- સ્વાદ અનુસાર લાલ મરચું
- એક મિડિયમ સાઇઝનો મૂળો
- રોટલીનો બાંધેલો લોટ
- બે ચમચી બેસન
રીત
સૌપ્રથમ મૂળાને ધોઇને ઉપરથી થોડો છોલીને છીણી લો. ત્યારબાદ એક કૉટનના કપડામાં લઈ નીચોવી-નીચોવીને મોટાભાગનું પાણી નીતારી લો. ત્યારબાદ કોથમીર એડ કરો. સાથે ઝીણાં સમારેલાં મૂળાનાં પાન પણ એડ કરી શકાય. સાથે થોડું લાલ મરચું એડ કરો.
ત્યારબાદ એક પેન ગરમ કરવા મૂકો. અંદર એક ચમચી તેલ નાખો. તેલમાં અજમો નાખો અને થોડો સાંતળી લો. સાથે લીલા મરચાને પણ સાંતળી લેવું. ત્યારબાદ અંદર બે ચમચી બેસન એડ કરો અને ધીમી આંચ પર શેકી લો. ત્યારબાદ ગેસ બંધ કરી અંદર મીઠું એડ કરી મિક્સ કરી લો અને આ મેસન મૂળામાં મિક્સ કરી લો.
ત્યારબાદ રોટલીના લોટમાં થોડું મીઠું અને લાલ મરચું એડ કરી થોડું તેલ નાખી ફરી મસળી લો. ત્યારબાદ લુવો બનાવી અટામણ લઈ રોટલી વણી લો. ત્યારબાદ રોટલીની બરાબર વચ્ચે મૂળાનું મિશ્રણ મૂકો અને પેક કરી લો. ત્યારબાદ થોડું અટામણ લઈ ધીરે ધીરે દબાવો, જેથી અંદરથી હવા નીકળી જશે અને પરાઠો ફાટશે નહીં. ત્યારબાદ વણી લો.
ગેસ પર તવી ગરમ કરી મિડિયમ ફ્લેમ પર બંને બાજુ અધકચરો શેકી લો. ત્યારબાદ બંને બાજુ થોડું-થોડું તેલ લગાવો અને ગોલ્ડન ડાઘી પડે ત્યાં સુધી શેકી લો. અંદરથી મૂળો પણ ચઢશે અને પરાઠો પણ સરસ શેકાઇ જશે. આ જ રીતે બધા જ પરાઠા બનાવીને તૈયાર કરી લો.
પરાઠો દહીં કે અથાણા સાથે સર્વ કરો.
કોઇપણ તવીનો ઉપયોગ કરશો તો પણ પરાઠો જરા પણ ચોંટશે નહીં.
તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.