આખી પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ ભલે કામ કરે પણ ગુજરાતના આ ગામમાં ગુરુત્વાકર્ષણબળ કામ નથી કરતું, જાણો તેના પાછળનું સત્ય

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે અમે તમને એવી વિચિત્ર જગ્યા વિષે વાત કરવા જઈએ કે જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. ગુરુત્વાકર્ષણ બળ એટલે કોઈ પણ વસ્તુ ઉપરથી ફેકો તો નીચેની તરફ દિશા તરફ જાય છે. ગુરુત્વાકર્ષણ એટલે કે દરેક વસ્તુઓ ઉપરથી નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ ના લીધે જ જાય છે.

પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે વાત કરવાના છીએ કે જે જગ્યા પર ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડતું નથી હા આ સ્થળ છે ગુજરાતનું તુલસીશ્યામ. આ જગ્યા પર ગુરુત્વાકર્ષણ કામ નથી કરતુ એવું કહેવામાં આવે છે.

જુનાગઢની તળેટી માં તુલશીશ્યામ નામનું એક ગામ આવેલું છે. જ્યાં ત્રણ હજાર વર્ષ જુનું કૃષ્ણનું મંદિર છે, અને ગરમ પાણીના ઝરા પણ આવેલા છે. આ જગ્યા પર ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતું તેવા અનેક પુરાવા જોવા મળ્યા છે. લોકો માને છે કે અહીં ભગવાન કૃષ્ણનો મહિમા ને કારણે આવું થાય છે પરંતુ સત્ય કોઈ જાણતું નથી.

આપણે કોઈ ગાડી પહાડ પર પાર્ક કરી હોય તો કઈ દિશામાં જાય? મોટાભાગે ગાડી નીચેની તરફ આગળ વધશે, પરંતુ નીચે જવાનું મુખ્ય કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. પરંતુ જયારે તમે પહાડ પર ગાડી પાર્ક કરો તો નીચેની તરફ નહીં પરંતુ ઉપરની તરફ જાય છે. અહિયાં ગુરુત્વાકર્ષણ કામ કરતું નથી, લોકોનું માનવું છે કોઈ ભૂત-પ્રેત છે. અથવા તો ભગવાન કૃષ્ણનો પણ મહિમા છે પરંતુ તેના પાછળ હકીકતમાં શું છે તે આપણે જાણીએ.

ગુરુત્વાકર્ષણ બળ કામ કરતું નથી એ બિલકુલ ખોટું નથી. આ એક ભ્રમ છે આ જગ્યા પર બંને તરફ  ટેકરી છે એટલે આપણને એવું લાગશે કે રસ્તો ઉપરની તરફ જાય છે પરંતુ એવું બિલકુલ નથી છે, અને ગાડી એક પણ તરફ ચાલતી નથી એટલે આપણને એવું લાગે કે ગુરુત્વાકર્ષણબળ કરતું નથી પરંતુ ખરેખર એવું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here